ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Ahmedabad : મહેશ લાંગા, આગમ શાહ, આબેદા અને ઉજેફ પત્રકારના સ્વાંગમાં ગુનેગાર

Ahmedabad : પત્રકારના સ્વાંગમાં ફરતા મહેશ લાંગાએ જીએસટી કૌભાંડ (GST Scam) સહિતના અનેક કારનામાઓ કર્યા છે અને ધીરેધીરે તે કરતૂતો પોલીસ ચોપડે આવી રહી છે.
02:03 PM Oct 29, 2024 IST | Bankim Patel
featuredImage featuredImage
There is a crowd of fake journalist

Ahmedabad : રાષ્ટ્રીય અખબાર The Hindu ના પત્રકાર મહેશ લાંગા હાલ જેલના સળિયા ગણી રહ્યાં છે. પ્રતિષ્ઠીત અખબારના Gujarat ના પ્રતિનિધિ મહેશ લાંગાએ હોદ્દાનો ભરપૂર ગેરલાભ લીધો છે. પત્રકારના સ્વાંગમાં ફરતા મહેશ લાંગાએ જીએસટી કૌભાંડ (GST Scam) સહિતના અનેક કારનામાઓ કર્યા છે અને ધીરેધીરે તે કરતૂતો પોલીસ ચોપડે આવી રહી છે. મહેશ લાંગા જેવા જ અમદાવાદમાં બીજા કેટલાંક કહેવાતા પત્રકારો છે જે પણ પોલીસ ચોપડે ચઢ્યાં છે. પોલીસ ચોપડે આરોપી દર્શાવાયેલા કોણ છે આ પત્રકારો અને શું કરતૂત છે તેમની. વાંચો આ અહેવાલમાં...

મહેશ લાંગાના કાકા પણ જેલમાં કેદ છે

મહેશ લાંગા (Mahesh Langa) છેલ્લાં કેટલાંક વર્ષોમાં જુદાજુદા મીડિયા હાઉસ સાથે કામ કરી ચૂક્યાં છે. CGST Team સાથે મળીને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે (Ahmedabad Crime Branch) રાજ્યભરમાં પાડેલા દરોડામાં મહેશ લાંગા, તેમની પત્ની કવિતા અને પિતરાઈના નામ સામે આવ્યા હતા. બોગસ કંપનીઓ (Shell Companies) થકી કરવામાં આવેલા આર્થિક કૌભાંડમાં મહેશ લાંગા સહિત કેટલાંક શખ્સોની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં તમામ આરોપીઓને જેલમાં ધકેલી દેવાયા છે. મહેશ લાંગા સામે ગુજરાત મેરીટાઈમ બોર્ડ (Gujarat Maritime Board) ની કચેરીમાંથી મહત્વના દસ્તાવેજો મેળવી પોતાના લાભ માટે કોઈને આપ્યા હોવાના આરોપવાળી FIR ગાંધીનગર પોલીસે નોંધી છે. બીજી તરફ આર્થિક કૌભાંડ બાદ થયેલી લાખો-કરોડો રૂપિયાની હેરફેરની તપાસ ઈડી (ED) કરી રહી છે. અત્રે નોંધનીય છે કે, ગાંધીનગર જિલ્લામાં અબજો રૂપિયાની જમીનમાં કૌભાંડ આચરવાના કેસમાં જેલવાસ ભોગવતા પૂર્વ કલેક્ટર એસ. કે. લાંગા (S K Langa IAS) મહેશ લાંગાના સગા કાકા છે.

નકલી પત્રકાર આગમ શાહે કલેકટરનો નકલી લેટર બનાવ્યો

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા 62 વર્ષીય દિપકકુમાર ગાંધીએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશન (Ellisbridge Police Station) માં છેતરપિંડીના ફરિયાદ નોંધાવી છે. પાલડી વીતરાગ ફલેટમાં રહેતા આગમ શાહ (Aagam Shah) નામના કહેવાતા પત્રકાર સામે આ ફરિયાદ નોંધાઈ છે. વર્ષ 2022માં કેનેડાથી પરત ફરેલા દિપકકુમાર ગાંધીને તેમની પુત્રવધુએ પોતાના ઘરમાં પ્રવેશ કરવા દીધો ન હતો. નહેરૂનગર વિસ્તારમાં પરિચિત હાર્દિલ શાહની દુકાને દિપકકુમાર ગાંધીને આગમ શાહ નામના શખ્સનો પરિચય થયો હતો. આગમ શાહે દાવો કર્યો હતો કે, પોતે પત્રકાર છે અને અમદાવાદ કલેકટર કચેરી (Collector Ahmedabad) માં ઓળખાણ હોવાથી તમારા મકાનનો કબજો અપાવી દઈશ. ગત 25 ડિસેમ્બર 2023ના રોજ દિપક ગાંધી પંચવટી સર્કલ પાસે આવેલી આગમ શાહની ઑફિસે ગયા હતા. આગમ શાહે 4-5 લાખનો ખર્ચ થશે તેમ કહી એડવાન્સમાં રૂપિયા માગતા 20 હજાર આપ્યા હતા. ટુકડેટુકડે કુલ 3.95 લાખ રૂપિયા આગમ શાહે દિપકકુમાર ગાંધી પાસે મેળવી લીધા હતા. આગમ શાહે રૂપિયા ખંખેરવા માટે દિપક ગાંધીને કલેક્ટરની ખોટી સહીવાળો બોગસ પત્ર અને ખોટી પહોંચો પધરાવી છેતરપિંડી કરી હતી.

આ પણ વાંચો: Nirlipt Rai ની જાળમાં ફસાયેલા કરોડપતિ આરોપીઓએ લાખો ખર્ચ્યા, જામીન નથી મળતા

75 હજાર પડાવ્યા બાદ આબેદા-ઉઝેફે 3 લાખ માગ્યા

કરોડો રૂપિયાની જમીનના કૌભાંડમાં જેલના સળિયા ગણી રહેલા ભૂમાફિયા ઈસ્માઈલ શેખ ઉર્ફે સજ્જુ ગોટીલાલના કેસમાં કથિત પત્રકાર જોડીને મજા પડી ગઈ હતી. જમીન કૌભાંડમાં શેખ પરિવારની મહિલાઓની સંડોવણી હોવાનું જણાવી યુ-ટ્યુબ ચેનલ પર સમાચાર નહીં ચલાવવા પેટે 75 હજારમાં ઉઝેફ તિરમિઝીએ સોદો કર્યો હતો. મુબીન મન્સુરી થકી સજ્જુના ભાઇ શોએબ શેખે ઉઝેફને 75 હજાર રોકડા ગત 25 મેના રોજ મોકલી આપ્યા હતા. ગત 11 જુલાઈના રોજ ઉઝેફ તિરમિઝી (Auzef Tirmizi) એ વૉટ્સએપ કોલ કરીને સજ્જુ સામે નોંધાયેલા અન્ય એક વધુ ગુનામાં શેખ પરિવારની મહિલાઓની સંડોવણી છે તો આ સમાચાર પ્રસિદ્ધ નહીં કરવા પેટે 3,00,000 રૂપિયાની માગણી કરી હતી. જેથી શોએબ શેખે સમય માગ્યો હતો. ત્યારબાદ આબેદા પઠાણ (Aabeda Pathan) આબેદાના પતિ સાબિર શેખ અને ઉઝેફે વૉટ્સએપ કોલ (Whatsapp Call) માં કૉન્ફરન્સ કરી 3 લાખની ખંડણીની કડક ઉઘરાણી કરવા શોએબ શેખ પર દબાણ કર્યું હતું. આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશન (Vejalpur Police Station) માં ઉઝેફ, આબેદા અને સાબીર સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Diwali ની અનોખી ઉજવણી, પોલીસે અનાથ અને શ્રમજીવી બાળકોને કરાવી મજા-મજા

Tags :
Aabeda PathanAagam ShahAhmedabad Crime BranchAuzef TirmiziBankim PatelCGST TeamCollector AhmedabadedEllisbridge Police StationGST ScamGujaratGujarat Firstgujarat maritime boardMahesh LangaS K Langa IASShell CompaniesThe HinduVejalpur Police StationWhatsapp Callઅમદાવાદકૌભાંડપત્રકાર