Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Khanjan : બુકી બજારમાં ચર્ચા, કરોડપતિ ખંજનને CID એ કેમ ઉઠાવ્યો?

દુબઈમાં કથિત ખંડણી રેકેટનો પર્દાફાશ UAE Police ચલાવી રહી છે તપાસ પાકિસ્તાની અને ભારતીય શખસોની અટકાયત Khanjan : અબજો રૂપિયાના ક્રિકેટ સટ્ટા બેટિંગ રેકેટ (Cricket Betting Racket) માં ગુજરાત સહિત દેશભરના અનેક કુખ્યાત શખસો જોડાયેલા છે અને તે વાતથી...
03:41 PM Aug 12, 2024 IST | Bankim Patel
Discussion of extortion rackets among speculators in India and Dubai
  1. દુબઈમાં કથિત ખંડણી રેકેટનો પર્દાફાશ
  2. UAE Police ચલાવી રહી છે તપાસ
  3. પાકિસ્તાની અને ભારતીય શખસોની અટકાયત

Khanjan : અબજો રૂપિયાના ક્રિકેટ સટ્ટા બેટિંગ રેકેટ (Cricket Betting Racket) માં ગુજરાત સહિત દેશભરના અનેક કુખ્યાત શખસો જોડાયેલા છે અને તે વાતથી ગુજરાત પોલીસ (Gujarat Police) અજાણ નથી. સટ્ટા બજારમાં છેલ્લાં એકાદ વર્ષથી ગુજરાતના ખંજનનું નામ વારંવાર સામે આવી રહ્યું છે. કહેવાય છે કે, મોટા ગજાના બુકીઓ સાથે બેનંબરી વેપાર કરીને ખંજન (Khanjan) છેલ્લાં ત્રણેક વર્ષમાં અતિ ધનાઢ્ય બની ગયો છે. ગુજરાતના આઈપીએસ (IPS Gujarat) અધિકારીઓ સાથે ગાઢ સંબંધ ધરાવતા ખંજનની બુકી બજારમાં શું ચાલી રહી છે ચર્ચા. વાંચો આ અહેવાલમાં...

UAE માં ખંડણી રેકેટનો પર્દાફાશ ?

થોડાક દિવસો અગાઉ બંટી અજમેર (Bookie Bunty Ajmer) અને સન્ની નામના બે બુકીઓની દુબઈની સ્થાનિક પોલીસે (Dubai Police) અટકાયત કરી હતી. કેટલાંક કલાકો સુધી પોલીસ સ્ટેશનમાં ગોંધી રખાયેલા બંને બુકીઓને કોઈ કાર્યવાહી વિના જવા દેવાયા હતા. પોલીસ સ્ટેશન ખાતેથી બહાર આવેલા બે બુકીઓ પૈકી બંટી પર શોએબ નામના એક શખસે ફોન કર્યો હતો. શોએબે કહ્યું કે, ગોઠવણ કરીને તમને છોડાવ્યા છે અને આ પેટે 8 મિલિયન દિરહામ સાહેબને પહોંચાડવાના છે. આ મામલે તને કોણે મધ્યસ્થી કરવાનું કહ્યું હતું તેમ કહીને બંટીએ ફોન કટ કરી દીધો હતો. બીજા દિવસે બંટી ખુદ પોલીસ સ્ટેશન ગયો હતો અને તેને કયા મામલામાં અટક કરાયો હતો તેની પૂછપરછ કરી હતી. આ ઘટના બાદ પોલીસ વિભાગના કેટલાંક ભ્રષ્ટ અધિકારીઓની માહિતી ઉચ્ચ સ્તરે પહોંચી હતી. ભ્રષ્ટ પોલીસવાળા બાતમીદારો સાથે મળીને કથિત ખંડણી રેકેટ (Extortion Racket) ચલાવતા હોવાનો પર્દાફાશ થતાં આ મામલે તપાસ શરૂ થઈ છે.

આ પણ વાંચો: CID Crime : પોપ્યુલર ભૂમાફિયા રમણ પટેલ કેસની તપાસ સીઆઈડી ક્રાઈમ પાસે રહેશે ?

અબુધાબી CID ઉઠાવી ગઈ તે ખંજન કોણ ?

સટ્ટા બેટિંગ, હવાલા રેકેટ (Hawala Racket) ચલાવતા અસંખ્ય ભારતીયો સ્થાયી થયા છે અથવા તો આવ-જા પણ કરે છે. દુબઈ (Dubai) માં સટ્ટોડીયાઓને ખંખેરવાનું એક ખંડણી રેકેટ ચાલી રહ્યું છે. દસેક દિવસ પહેલાં અબુધાબી સીઆઈડી (Abu Dhabi CID) એ શોએબ અને દિલીપ પાકિસ્તાની નામના બે શખસોને ઉઠાવ્યા હતા. આ બંને શખસો લાખો દિરહામનો તોડ કરવા ક્રિકેટ સટ્ટા બેટિંગ સાથે સંકળાયેલા શખસોની બાતમી કેટલાંક ભ્રષ્ટ પોલીસવાળાઓેને આપતા હતા. ઉચ્ચ સ્તરે તપાસ શરૂ થતાં ભારત અને પાડોશી દેશ પાકિસ્તાનના કેટલાંક શખસોને પોલીસે ઉઠાવી લીધા છે. જેમાં ગુજરાતનો ખંજન (Khanjan Gujarat) નામનો એક શખસ પણ સામેલ છે. સૂત્રોના જણાવ્યાનુસાર એકાદ સપ્તાહથી ખંજનની ઝીણવટીભરી પૂછપરછ ચાલી રહી છે. સટ્ટા બજારના ટોપના બુકીઓ માટે ગેરકાયદેસર નાણાની હેર-ફેર કરવામાં તેની ભૂમિકા હોવાની પણ વાત સામે આવી રહી છે.

આ પણ વાંચો: PCC માટે 40 લાખની લાંચ માગી 5 લાખ લેનારો આસિ. સબ ઈન્સ્પેક્ટર ઝડપાયો

ગુજરાતનો ખંજન બુકી બજારની ચર્ચામાં

બુકી બજારના મોટા માથાઓ સાથે સંકળાયેલો Khanjan તમામ બેનંબરી પ્રવૃત્તિઓથી વાકેફ છે. મોટા ગજાના બુકીઓના અબજો રૂપિયાના આર્થિક વ્યવહારોની સંપૂર્ણ જાણકારી ખંજન ધરાવે છે. ચર્ચા અનુસાર ખંજન દુબઈ સ્થિત બુકીઓની માહિતી શોએબ અને દિલીપ સુધી પહોંચાડતો હતો. જે માહિતીના આધારે દુબઈના ભ્રષ્ટ પોલીસવાળા કે નકલી પોલીસવાળા બુકીઓને તપાસના નામે ગોંધી રાખી લાખો દિરહામનો તોડ કરતા હતા. ભારતના એક પાડોશી દેશમાં રમાતી ક્રિકેટ લીગમાં ખંજન (Khanjan Bookie) ફિક્સિંગ કરતો હોવાની પણ એક ચર્ચા છે.

કરોડોના બેટિંગ કેસમાં ખંજન બાતમીદાર ?

ગુજરાત પોલીસે કરેલા કરોડો રૂપિયાના સટ્ટા રેકેટના કેસમાં પણ ખંજનનું નામ ચર્ચામાં આવ્યું છે. અબુધાબી પોલીસ (Abu Dhabi Police) એ કથિત ખંડણી રેકેટની તપાસમાં ખંજનને ઉઠાવ્યો હોવાની વાત સામે આવ્યા બાદ ગુજરાત પોલીસની કાર્યવાહી અંગે પણ ચર્ચાઓ શરૂ થઈ છે. ખંજને દુબઈની જેમ ગુજરાત પોલીસને ટીપ આપી કેટલાંક સટ્ટાકાંડ પકડાવ્યા છે.

આ પણ વાંચો: Viju Sindhi : ગુજરાતનો નંબર 1 કરોડપતિ બુટલેગર વિજુ સિંધી ED ના રડારમાં

Tags :
Abu Dhabi CIDAbu Dhabi PoliceBankim PatelBookie Bunty AjmerCricket Betting RacketDubaiDubai PoliceExtortion RacketGujarat FirstGujarat PoliceHawala RacketIPS GujaratJournalist BankimKhanjanKhanjan BookieKhanjan Gujarat
Next Article