Montu Namdar : ભાજપ કાર્યકતાના હત્યારા મોન્ટુ નામદારની આર્મ્સ એક્ટમાં થઈ ધરપકડ
Montu Namdar : પોલીસને વારંવાર ચેલેન્જ ફેંકતા ગુનેગારો પૈકીનો એક છે મોન્ટુ સુરેશચંદ્ર ગાંધી ઉર્ફે મોન્ટુ નામદાર. જૂન-2022માં અમદાવાદના ખાડીયામાં BJP ના કાર્યકર રાકેશ મહેતા ઉર્ફે બોબી (Rakesh aka Bobby) ની હત્યા કેસનો મુખ્ય આરોપી Montu Namdar છે. મોન્ટુ નામદારના કામ જેલમાં જવા જેવા છે, પરંતુ Montu Namdar ને જેલ ગમતી નથી. પેરોલ જમ્પ કરવી અને પોલીસ જાપ્તામાંથી નાસી છૂટવું તેમજ નડીયાદ-બિલોદરા જેલ (Bilodra Jail Nadiad) માં મોબાઈલ ફોન વાપરવો આ તમામ ગુનાહિત કાર્યો મોન્ટુ નામદારના છે. Montu Namdar ની ફરી એક વખત પોલીસે ધરપકડ કરી છે અને તેની સામે આર્મ્સ એક્ટ તેમજ 1.80 કરોડ રોકડનો કેસ છે. અમદાવાદ શહેર એસઓજી (Ahmedabad City SOG) એ મોન્ટુ નામદારની ધરપકડ કરી અદાલતમાંથી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
Ahmedabad SOG એ કેમ કરી મોન્ટુની ધરપકડ ?
ગત માર્ચ મહિનાના મધ્યમાં એસઓજી પીઆઈ વી. એચ. જોષી (PI V H Joshi) એ બાતમી આધારે રાયપુર હજીરાની પોળ ખાતેના એક મકાનમાં રેડ પાડી હતી. દરોડા દરમિયાન ઘરમાંથી બે વેપન, કારતૂસના ડબ્બાઓ અને 1.80 કરોડ રોકડા મળી આવતા ડેની નામદાર ઉર્ફે ફોન્ટીસ (Denny Namdar) ને અટકમાં લીધો હતો. બંને વેપન અને રોકડ મોન્ટુ નામદારના હોવાનું ડેની નામદારે જણાવતા બંનેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. Montu Namdar હત્યા કેસમાં નડીયાદ-બિલોદરા જેલમાં કેદ હોવાથી એસઓજી પીઆઈ મિતેષ ત્રિવેદી (PI M S Trivedi) એ તેનો ગઈકાલે કબજો મેળવી ધરપકડ કરી હતી. અત્રે નોંધનીય છે કે, અમદાવાદમાં જુગારનો અડ્ડો ચલાવતા મોન્ટુ નામદાર સહિત અનેક શખ્સોની સપ્ટેમ્બર 2017માં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે (Crime Branch Ahmedabad) નાગાલેન્ડના હથિયાર પરવાના કૌભાંડમાં ધરપકડ કરી હતી.
આ પણ વાંચો -Jitu Tharad : પાલડી ગૉલ્ડ કેસમાં બુકી જીતુ થરાદની ઑફિસમાં DRI એ કેમ સર્ચ કર્યું ?
બે વેપન અને રોકડ ક્યાંથી આવી ?
Montu Namdar ની પ્રાથમિક પૂછપરછમાં તેણે ફોરેન મેડ બંને વેપન પ્રવિણ હકલો નામના ગુનેગાર પાસેથી મેળવ્યા હોવાની કબૂલાત કરે છે. પ્રવિણ હકલો ઘણાં લાંબા સમયથી પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયો છે. જયારે 1 કરોડ 80 લાખ રોકડના મામલે મોન્ટુએ પોતાની તેમજ પત્નીની માલિકીની ખેતીની જમીનમાં થયેલી ઉપજ પેટે તેમજ કેટલીક રકમ જુગારની આવક હોવાનું તપાસ અધિકારીને જણાવ્યું છે. સૂત્રોના જણાવ્યાનુસાર મોટી રોકડ મળી હોવાથી આ મામલામાં નામદાર દંપતીની ખેતીની જમીનના 7*12ના ઉતારા મેળવવામાં આવશે. આ ઉપરાંત જપ્ત કરાયેલી રોકડની માહિતી ઈન્કમટેક્સ વિભાગ અને એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટૉરેટ (ED) ને વધુ તપાસ માટે જાણ કરવામાં આવશે.
આ પણ વાંચો -જેલમાં મજા કરતા BJP કાર્યકતાના હત્યારા Montu Namdar ની ફરી વધુ એક વખત થશે ધરપકડ
Montu Namdar ની વધુ એક કેસમાં થશે ધરપકડ
BJP Worker Murder કેસમાં જેલવાસ દરમિયાન એક વખત પેરોલ જમ્પ અને બીજી વખત પોલીસ જાપ્તાને થાપ આપી Montu Namdar ફરાર થઈ ચૂક્યો છે. બે વર્ષ એક મહિનામાં ત્રણ-ત્રણ વખત પોલીસના હાથે પકડાયેલા મોન્ટુ નામદાર સામે અમદાવાદ એસઓજીના કેસ ઉપરાંત નડીયાદ રૂરલ પોલીસ સ્ટેશન (Nadiad Rural Police Station) ખાતે પણ એક કેસ તાજેતરમાં નોંધાઈ ચૂક્યો છે. સજા નહીં પરંતુ મજા માણતા Montu Namdar ને નડીયાદ-બિલોદરા જેલમાંથી મોબાઈલ ફોન સાથે ખેડા એલસીબી (Kheda LCB) એ પકડી પાડ્યો હતો. સ્થાનિક પોલીસ મોન્ટુ નામદારની ધરપકડ કરવા માટે ફોરેન્સિક ડિપાર્ટમેન્ટમાંથી રિપોર્ટ આવવાની રાહ જોઈ રહી છે.
આ પણ વાંચો - રાજ્યભરમાં ફેલાયેલું ગન લાયસન્સ કૌભાંડ કોની-કોની લડાઈના કારણે Gujarat Police પાસે ખુલ્લું પડ્યું ?