Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat ACB : ઇન્ચાર્જ ફાયર ઑફિસર અને પરિવાર માટે ઑગસ્ટ મહિનો અપશુકનિયાળ

લાંચીયો પરિવાર, ત્રણ વર્ષમાં 3 સભ્યો ઝડપાયા ઇન્ચાર્જ ચીફ ફાયર ઑફિસર એસીબીના છટકામાં અનિલ બેચરભાઇ મારુ 1.80 લાખ લેતા ઝડપાયા 63 હજારનો પગારદાર લાખોમાં લાંચ સ્વીકારતો Gujarat ACB : ભ્રષ્ટાચાર વિના ગુજરાત સરકાર (Gujarat Government) ના એક પણ વિભાગમાં...
gujarat acb   ઇન્ચાર્જ ફાયર ઑફિસર અને પરિવાર માટે ઑગસ્ટ મહિનો અપશુકનિયાળ
  1. લાંચીયો પરિવાર, ત્રણ વર્ષમાં 3 સભ્યો ઝડપાયા
  2. ઇન્ચાર્જ ચીફ ફાયર ઑફિસર એસીબીના છટકામાં
  3. અનિલ બેચરભાઇ મારુ 1.80 લાખ લેતા ઝડપાયા
  4. 63 હજારનો પગારદાર લાખોમાં લાંચ સ્વીકારતો

Gujarat ACB : ભ્રષ્ટાચાર વિના ગુજરાત સરકાર (Gujarat Government) ના એક પણ વિભાગમાં કામ થતું નથી. ગુજરાત એસીબી દ્વારા અનેક સરકારી બાબુઓ અને વચેટિયાઓને લાંચ કેસમાં ઝડપી ચૂકી છે અને પકડી પણ રહી છે. આમ છતાં લાજ શરમ વિનાના અધિકારીઓ રૂપિયા વિના કામ કરવા તૈયાર નથી. રાજકોટ શહેર (Rajkot City) ના ઇન્ચાર્જ ફાયર ઑફિસર અનિલ બેચરભાઇ મારુને એસીબીની ટીમે 1.80 લાખની લાંચ લેતા રંગે હાથ પકડ્યા છે. લાંચીયા અનિલ મારૂ (Anil Maru) ઉપરાંત તેના પરિવારના કયા સભ્યો ભૂતકાળમાં Gujarat ACB ના છટકામાં આવી ચૂક્યાં છે. વાંચો આ અહેવાલમાં...

Advertisement

Gujarat ACB એ શું નોંધી છે ફરિયાદ ?

રાજકોટ શહેરમાં ફાયર સેફ્ટી (Fire Safety) ના સાધનો વેચવાનું તેમજ લગાવવાનું કામ કરતા વ્યક્તિએ ફાયર એનઓસી મેળવવા અરજી કરી હતી. શહેરના એક બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીના સાધનો લાગી ગયા બાદ કરાયેલી અરજીને મંજૂર કરવા પેટે ઇન્ચાર્જ ચીફ ફાયર ઑફિસર અનિલ મારૂએ 3 લાખની લાંચ માગી હતી. પાંચેક દિવસ અગાઉ 3 લાખ પૈકી 1.20 લાખ રૂપિયા અનિલ મારૂને આપી દેવાયા હતા. 1.80 લાખની બાકી રકમ ના મળે ત્યાં સુધી ફાયર એનઓસી (Fire NOC) આપવાની અનિલ મારૂએ ના પાડી હતી. આથી અનિલ મારૂ વિરૂદ્ધ ફરિયાદીએ એસીબી ગુજરાત (ACB Gujarat) માં ફરિયાદ કરી હતી. જે ફરિયાદના આધારે છટકું ગોઠવી અનિલ મારુને 1.80 લાખની લાંચ લેતા ઝડપી લેવાયા હતા.

Advertisement

આ પણ વાંચો: Khanjan : બુકી બજારમાં ચર્ચા, કરોડપતિ ખંજનને CID એ કેમ ઉઠાવ્યો?

ઑફિસમાં જ લાંચનું પડીકું લેવાયું

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં ચીફ ફાયર ઑફિસર ઈલેશ ખેર અને ડેપ્યુટી ફાયર ઑફિસર ભીખા ઠેબાને આરોપી બનાવાતા સરકારે વધારોનો હવાલો અનિલ મારૂને આપ્યો હતો. ગત 29 જૂનથી ભુજ ચીફ ફાયર ઑફિસર (Bhuj Chief Fire Officer) અનિલ મારૂને રાજકોટ ફાયર વિભાગનો હવાલો સોંપાયો હતો. રાજકોટ અને ભુજ એમ બંને ફાયર વિભાગમાં ફરજ બજાવતા 63 હજારના પગારદાર અનિલ મારૂ ઘટનાને જોતા લાંચ સ્વીકારવામાં બિન્ધાસ્ત હોવાનું પૂરવાર થાય છે. Team ACB એ અનિલ મારુને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી (RMC Office) માં આવેલી ચીફ ફાયર ઑફિસરની કચેરીમાંથી લાંચની રોકડ સાથે પકડયા છે. સૂત્રોના જણાવ્યાનુસાર એસીબી અધિકારીએ અનિલ મારૂને પકડ્યા ત્યારે તેમના ચહેરા પર લેશ માત્ર અફસોસ જોવા મળ્યો ન હતો.

Advertisement

આ પણ વાંચો: CID Crime : પોપ્યુલર ભૂમાફિયા રમણ પટેલ કેસની તપાસ સીઆઈડી ક્રાઈમ પાસે રહેશે ?

લાંચીયા પરિવાર માટે ઑગસ્ટ અપશુકનિયાળ

ભુજ પાસે આવેલા કુકમા ગામના અનિલ મારૂના ભાઇ-ભાભી વર્ષ 2021ના ઑગસ્ટ મહિનામાં 5 લાખના લાંચ કેસમાં Gujarat ACB ના હાથે ઝડપાયા હતા. લાંચીયા અનિલ મારૂ માટે પણ ઑગસ્ટ મહિનો (August Month) અપશુકનિયાળ નિવડ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર અનિલ મારૂના ભાભી કંકુબહેન કુકમા ગામના સરપંચ હતા ત્યારે તેમણે બાંધકામ અને આકારણી કરી આપવા પેટે ખાનગી કંપની પાસે 5 લાખની લાંચ માગી હતી. લાંચ પેટે મહિલા સરપંચે 1 લાખ સ્વીકારી લીધા હતા. બાકીના 4 લાખની લાંચ લેતા કંકુબહેનના પતિ અમરત બેચરભાઇ સહિત ત્રણ શખસોને ભુજ હમીરસર તળાવ પાસેથી ગુજરાત એસીબીએ ઝડપી લીધા હતા.

આ પણ વાંચો: PCC માટે 40 લાખની લાંચ માગી 5 લાખ લેનારો આસિ. સબ ઈન્સ્પેક્ટર ઝડપાયો

Tags :
Advertisement

.