Pahalgam Terror Attack : પહેલગામથી Gujarat First નો Exclusive રિપોર્ટ, જોઇને ચોંકી જશો
- પહેલગામ આતંકી હુમલા બાદ સેનાની મોટી કાર્યવાહી
- સમગ્ર કાશ્મીરમાં સેનાનું ઓપરેશન ઓલઆઉટ
- ગુજરાત ફર્સ્ટ પણ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું પહલગામ
- ગુજરાતી મીડિયાથી સૌથી પહેલી ટીમ પહોંચી કાશ્મીર
- જ્યાં આતંકી હુમલો થયો ત્યાંથી ગુજરાત ફર્સ્ટનો Exclusive રિપોર્ટ
- સેના એક એક આતંકીને વીણી વીણીને કરી રહી છે ખતમ
- દરરોજ આતંકીઓના ઘર શોધી શોધીને કરાઇ રહ્યાં છે ધ્વસ્ત
- સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં તમામ રસ્તાઓ સુમસામ
- આતંકના લોકલ સાથીદારો પર સેનાની સૌથી મોટી કાર્યવાહી
- સેનાની અલગ અલગ ટૂકડીઓનું મોટાપાયે ઓપરેશન
Pahalgam Terror Attack : 22 એપ્રિલ 2025ના રોજ પહેલગામમાં થયેલા ઘાતક આતંકી હુમલા, જેમાં 26 પ્રવાસીઓના મોત થયા, તેના જવાબમાં ભારતીય સેનાએ સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ શરૂ કરી આતંકવાદીઓ અને તેમના સ્થાનિક સહયોગીઓને નિશાન બનાવ્યા, જેમાં એક-એક આતંકીને શોધીને ખતમ કરવામાં આવી રહ્યો છે અને તેમના ઘરો શોધીને ધ્વસ્ત કરાયા છે; આ માટે સેનાની વિવિધ ટુકડીઓએ મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું, જ્યારે સુરક્ષા વધારવા રસ્તાઓ સુમસામ રાખવામાં આવ્યા છે, અને ગુજરાત ફર્સ્ટની ટીમ ગુજરાતી મીડિયામાં સૌથી પહેલી હોવાનો દાવો કરતાં ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી, જ્યાંથી અમે હુમલાની ભયાનકતા અને સેનાની કાર્યવાહીનો એક્સક્લુઝિવ રિપોર્ટ રજૂ કર્યો.
ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી પહેલગામ, જોવા મળ્યો અલગ જ નજારો
ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડૉ. વિવેકકુમાર ભટ્ટે જ્યાં આતંકી હુમલો થયો (Pahalgam) ત્યાથી ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું. અહીં પહોંચ્યા બાદ તેમણે જોયું કે, પહેલગામ જ્યા આતંકી હુમલો થયો હતો ત્યા ઘણા પ્રવાસીઓ આવ્યા છે. સોશિયલ મીડિયામાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે, હવે પહેલગામમાં કોઇ ટૂરિસ્ટ નથી અને જે હતા તેઓ અહીંથી ચાલ્યા ગયા છે તે વાત અહીં પૂરી રીતે ખોટી સાબિત થઇ. જીહા, ગુજરાત ફર્સ્ટની ટીમ જ્યારે પહેલગામ પહોંચી ત્યારે ત્યા ઘણા ટૂરિસ્ટ હાજર હતા અને તેઓ ડર્યા વિના ત્યાના માહોલની મજા લઇ રહ્યા હતા. જોકે, તે વાત પણ સામે આવી કે, અહીંથી 80 ટકા પ્રવાસીઓ પરત ફરી ચુક્યા છે પણ જે રહી ચુક્યા છે તે આ લોકો છે. જેઓ હાલમાં માહોલની મજા માણી રહ્યા છે. આ દરમિયાન ગુજરાતથી આવેલા ઘણા લોકો સાથે ગુજરાત ફર્સ્ટની ટીમે વાત કરી હાજર લોકોને આ સમગ્ર હુમલા વિશે પુછ્યું કે તેમનું આ અંગે શું કહેવું છે. જે અંગે ટૂરિસ્ટનું માનવું છે કે જે થયું તે ખૂબ જ નિદનીય છે. ગુજરાત ફર્સ્ટની ટીમે જ્યારે ટૂરિસ્ટને પુછ્યું કે, શું હવે અહીં ડરનો માહોલ છે? તો તેમણે કહ્યું કે, ના હવે અહીંયા એવું નથી લાગી રહ્યું, હાલમાં અહીં સેનાનો મોટી સંખ્યામાં કાફલો છે જેના કારણે અમને ડરનો માહોલ જેવું લાગી રહ્યું નથી. જે ઘટના અહીં બની તે પછી સેનાએ મોરચો સંભાલી લીધો છે અને તેના કારણે જે પ્રવાસીઓ હાલમાં અહીં છે તેઓ પોતાને સુરક્ષિત સમજી રહ્યા છે.
જુઓ વીડિયો -:
સેનાની આક્રમક કાર્યવાહી! ઓપરેશન ઓલઆઉટ
પહેલગામ હુમલા બાદ ભારતીય સેના, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત રીતે સમગ્ર કાશ્મીર ખીણમાં ઓપરેશન ઓલઆઉટને વેગ આપ્યો. આ અભિયાન હેઠળ, સેનાએ આતંકવાદીઓ અને તેમના સ્થાનિક સહયોગીઓને નિશાન બનાવવા માટે ઘરે-ઘરે તપાસ અભિયાન શરૂ કર્યું. પુલવામા, હંદવાડા, કુલગામ અને કઠુઆ જેવા વિસ્તારોમાં સેનાની અલગ-અલગ ટુકડીઓએ મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. આ ઓપરેશનમાં આતંકવાદીઓના છુપા ઠેકાણાઓ, હથિયારોના ભંડાર અને વિસ્ફોટકો શોધીને નષ્ટ કરવામાં આવ્યા. અત્યાર સુધીમાં 6 આતંકીઓના ઠેકાણાને નષ્ટ કરવામાં આવ્યા છે.
આતંકના સ્થાનિક સહયોગીઓ પર નિશાન
આ હુમલામાં સ્થાનિક સહયોગીઓની ભૂમિકા પણ સામે આવી છે, જેમણે આતંકવાદીઓને લોજિસ્ટિક સપોર્ટ અને માહિતી પૂરી પાડી હોવાનું જાણવા મળ્યું. સેનાએ આવા સહયોગીઓને ઓળખવા અને તેમની સામે કડક કાર્યવાહી કરવા માટે ખાસ ગુપ્તચર ટુકડીઓ ગોઠવી છે. અનંતનાગ પોલીસે જણાવ્યું કે દક્ષિણ કાશ્મીરમાં શંકાસ્પદ આતંકવાદી સમર્થકોની ઓળખ માટે વ્યાપક તપાસ ચાલી રહી છે. આ કાર્યવાહીએ સ્થાનિક આતંકી નેટવર્કને મોટો ફટકો આપ્યો છે.
પહેલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેનાનું ઓપરેશન ઓલઆઉટ
22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામના બૈસરણ વેલીમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીઓના મોત અને 20થી વધુ લોકો ઘાયલ થયા, જેમાં બે વિદેશી નાગરિકો અને એક ભારતીય નૌસેનાના અધિકારીનો પણ સમાવેશ થાય છે. આ હુમલાની જવાબદારી લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) નામની આતંકવાદી સંગઠને લીધી, જેણે દાવો કર્યો કે આ હુમલો કાશ્મીરમાં "ડેમોગ્રાફિક ફેરફારો" સામે વિરોધ તરીકે કરવામાં આવ્યો છે. આ ઘટનાએ ભારતમાં આક્રોશનું મોજું ફેલાવ્યું અને પાકિસ્તાન સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી. આ હુમલાના જવાબમાં, ભારતીય સેનાએ સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ શરૂ કર્યું, જે આતંકવાદના મૂળને નષ્ટ કરવા માટેનું અત્યંત આક્રમક અભિયાન છે.
આ પણ વાંચો : Pahalgam Terror Attack : ગુજરાતી મીડિયાથી સૌથી પહેલી Gujarat First ની ટીમ પહોંચી કાશ્મીર, જુઓ Exclusive રિપોર્ટ