દેરાસરમાંથી ભગવાનની મૂર્તિઓની ઉઠાંતરીનો મામલો Charity Commissioner માં પહોંચતા સ્ટે અપાયો
Charity Commissioner : જૈન-જૈનેત્તરની આસ્થા જોડાયેલી છે તેવા અમદાવાદના ગોમતીપુર-રાજપુર (Gomtipur Rajpur) માં આવેલા અતિ પ્રાચીન જિનાલયમાંથી ભગવાનની અનેક મૂર્તિઓ રાતોરાત ઉઠાવી જવાનો પોલીસ સ્ટેશનથી ચેરિટી કમિશનર કચેરી (Charity Commissioner Office) માં પહોંચ્યો છે. ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન, સંભવનાથ દાદા સહિતની 15થી વધુ મૂર્તિઓની ઊઠાંતરીના મામલે Charity Commissioner એ મનાઈ હુકમ આપ્યો છે. આ ઉપરાંત આગામી 25 ફેબ્રુઆરીના રોજ તમામ 14 ટ્ર્સ્ટીઓને હાજર રહેવા અને લેખિત વાંધા-રજૂઆત-ખૂલાસા કરવા નોટિસ આપી છે.
વ્યક્તિગત ફાયદા માટે ભગવાનની મૂર્તિઓની ઊઠાંતરીના આરોપ
ગત 10 ફેબ્રુઆરીની રાતે કટર જેવા તિક્ષણ હથિયારો વડે 500-600 વર્ષ જૂની ભગવાનની મૂર્તિઓ ઉઠાવી જવાનો મામલો સામે આવતા જૈન સમાજમાં આક્રોશ ફેલાયો છે. પૂર્વ અમદાવાદ (East Ahmedabad) ના ગોમતીપુર-રાજપુરમાં આવેલા પ્રાચીન જિનાલયમાંથી રાતોરાત ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન, સંભવનાથ દાદા સહિતની 15થી વધુ મૂર્તિઓને ઉખાડી રાતોરાત અમદાવાદના છેવાડે શીલજ (Ahmedabad Shilaj) ખાતે એક હોલમાં મુકી દેવાઈ છે. ધાર્મિક લાગણી દુભાય તેવી રીતે ભગવાનની મૂર્તિઓને જિનાલય (Jain Temple) માંથી ઉખાડી કાઢવામાં કેટલાંક ટ્રસ્ટીઓએ બિલ્ડર કમ ટ્રસ્ટી મનનભાઈ શાહ (Manan Shah Builder) ના ઈશારે કામ કર્યું છે. પશ્ચિમ અમદાવાદના એક જાણીતા બિલ્ડર જૂથ (Builder Group) ના લાભાર્થે ભગવાનની મૂર્તિઓ રાતોરાત ઉપાડી જવાના ષડયંત્રમાં કેટલાંક ટ્રસ્ટીઓએ મોટો લાભ લીધો હોવાના પણ આરોપ લાગી રહ્યાં છે. સમગ્ર પ્રકરણમાં ગોમતીપુર પોલીસ (Gomtipur Police) ની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવી છે.
આ છે રાજપુર ચિંતામણી પાર્શ્વનાથ દેરાસરના ટ્રસ્ટીઓ
શ્રી રાજપુર જૈન શ્વેતાબંર મૂર્તિપૂજક ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન દેરાસર (Rajpur Shri Chintamani Parshwanath Shwetamber Jain Temple) નો ટ્રસ્ટ નંબર એ/666/અમદાવાદ છે. આ ટ્ર્સ્ટમાં કુલ 14 ટ્રસ્ટી છે. જેમાં અશોકભાઈ રમણલાલ શાહ (રહે. જૈન નગર, પાલડી, અમદાવાદ), ગુણવંતલાલ વાડીલાલ શાહ (રહે. ઝવેરી પાર્ક, નારણપુરા, અમદાવાદ), સુરેશભાઈ નગીનદાસ શાહ (રહે. વિમલ સોસાયટી, નવા શારદા મંદિર રોડ, અમદાવાદ), નૌતમભાઈ રસિકલાલ શાહ (રહે. ડી-1 સ્મૃતિ સુમન, જૈન સોસાયટી, એલિસબ્રિજ, અમદાવાદ), પ્રવિકાભાઈ બાબુભાઈ શાહ (રહે. 22 ન્યુ કલ્પતરૂ સોસાયટી, ઈશ્વરભુવન સામે, નવરંગપુરા, અમદાવાદ), અમીનભાઈ રમેશચંદ્ર શાહ (રહે. 10, નરેશ પાર્ક સોસાયટી, ઉસ્માનપુરા, અમદાવાદ), પ્રકાશભાઈ મિસરીમલ સંઘવી (રહે. 23, હિન્દુ કોલોની, સરદાર પટેલ સ્ટેડીયમ સામે, અમદાવાદ), જયંતીલાલ મિસરીમલ સંઘવી (રહે. 9, અંબાલાલ પાર્ક, ઓ.એન.જી.સી., સાબરમતી, અમદાવાદ), દેવાંગભાઈ રોહિતભાઈ શાહ (રહે. મલાબાર હીલ, મુંબઈ), કિશોરભાઈ કુમારજ્ઞાનચંદ ગાંધી (રહે. પરમફાર્મ, ધોળકા રો, વિસલપુર, જિ. અમદાવાદ), જીતેશભાઈ પોપટલાલ મહેતા (રહે. મંગલપાર્ક, નવા વિકાસ ગૃહ રોડ, પાલડી, અમદાવાદ), મનનભાઈ રાજેન્દ્રભાઈ શાહ (રહે. 4 સ્વીટ હોમ સોસાયટી, શ્રેયસ ટેકરા, આંબાવાડી, અમદાવાદ), સુરેશભાઈ બાબુલાલ મહેતા (રહે. 3 આર. કે. પાર્ક સોસાયટી, અયોધ્યા ફલેચ પાસે, સેટેલાઈટ, અમદાવાદ) અને ઈલેશભાઈ રમણલાલ શાહ (રહે. 11, ગીરીકુંજ સોસાયટી, ન્યુ શારદા મંદિર રોડ, પાલડી, અમદાવાદ)નો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: બિલ્ડર અને ટ્રસ્ટીઓના લાભાર્થે દેરાસરમાંથી ભગવાનની મૂર્તિઓની ઉઠાંતરીનો આરોપ, Jain Community માં ભારે આક્રોશ
ચેરિટી કમિશનરની કચેરીમાં શું થઈ રજૂઆત ?
જૈન સમાજ (Jain Community) ના દર્શનાર્થીઓ અને શ્રદ્ધાળુઓએ ભગવાનની મૂર્તિઓ કટર જેવા તિક્ષણ હથિયારોથી ઉખાડીને ઉપાડી ગયાની અરજી Charity Commissioner સમક્ષ થઈ છે. દેરાસરમાં અમીજરા પાર્શ્વનાથ દાદાની મૂર્તિ યથાસ્થાને રહે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે. ચેરિટી કમિશનર કચેરીમાં થયેલી રજૂઆતોને ધ્યાને લેતા સમગ્ર મામલો ધાર્મિક આસ્થા અને શ્રધ્ધાનો વિષય હોય અન્ય કાનૂન હેઠળ કાર્યવાહીને પાત્ર બને તેમ છે. જેથી દર્શનાર્થી-શ્રધ્ધાળુઓની લાગણીને ઠેસ પહોંચે તેવી કોઈ કામગીરી નહીં કરવા ટ્રસ્ટીઓને ચેતવવામાં આવ્યા છે. સાથે-સાથે યથાવત સ્થિતિ જાળવવા સૂચના આપવામાં આવી છે. Charity Commissioner સમક્ષ થયેલી અરજી અને મનાઈ હુકમની સુનાવણી માટે તમામ ટ્રસ્ટીઓને આગામી 25 ફેબ્રુઆરીના રોજ વકીલ મારફતે અચૂક હાજર રહેવા આદેશ અપાયો છે.