Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

6 કરોડ સટ્ટામાં હાર્યો Honey Trap કેસનો આરોપી, તોડનો હિસાબ FIR માં

Honey Trap : બિલ્ડર કમ નેતાના પુત્રના Honey Trap કેસમાં બાહોશ મનાતી અમદાવાદ ક્રાઈમ બ્રાંચ આજકાલ ભારે ચર્ચામાં આવી છે. 7 કરોડ 25 લાખના તોડકાંડની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. ક્રાઈમ બ્રાંચની ઊંચી દિવાલો વચ્ચે થયેલા ખુલાસાઓને છાના રાખવા...
03:34 PM Sep 23, 2024 IST | Bankim Patel

Honey Trap : બિલ્ડર કમ નેતાના પુત્રના Honey Trap કેસમાં બાહોશ મનાતી અમદાવાદ ક્રાઈમ બ્રાંચ આજકાલ ભારે ચર્ચામાં આવી છે. 7 કરોડ 25 લાખના તોડકાંડની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. ક્રાઈમ બ્રાંચની ઊંચી દિવાલો વચ્ચે થયેલા ખુલાસાઓને છાના રાખવા સિનિયર આઈપીએસ (Senior IPS) અધિકારી સતત પ્રયત્નશીલ રહ્યાં છે. તોડકાંડની રકમ ક્યાં ગઈ અને કોણ લઈ ગયું. વાંચો આ અહેવાલ...

પોલીસે જુગારધારા હેઠળ શું નોંધી FIR ?

Honey Trap કેસ અને તેમાં થયેલા સવા સાત કરોડના તોડ મામલા (Extortion Racket) માં ક્રાઈમ બ્રાંચે તપાસનો ધમધમાટ બોલાવ્યો છે. રવિવારે 22 સપ્ટેમ્બરના રોજ ક્રાઈમ બ્રાંચે જુગાર અટકાયતી અધિનિયમ કલમ 12 (પ્રિવેન્શન ઑફ ગેમ્બ્લીંગ એક્ટ) હેઠળ અમદાવાદના ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે. જેમાં ગીરીશ વાસુદેવભાઇ પહેલાણી (રહે. વૈકુંઠ વિહાર સોસાયટી, ગેલેક્સી ચાર રસ્તા પાસે, નરોડા), મનિષ મહેશભાઇ અરોરા (રહે. કૈલાશ શિવાલય, પ્રેમ પ્રવિણ આશ્રમ પાસે, કોતરપુર, સરદારનગર) અને પ્રવિણ પાંડે ઉર્ફે શેરૂ (રહે. સરદારનગર)ને આરોપી દર્શાવાયા છે. ક્રાઈમ બ્રાંચે બુકી મનિષ અરોરા (Manish Arora Bookie) ની ધરપકડ કરી છે. ગીરીશ પહેલાણી તોડકાંડમાં હાલ જેલવાસ ભોગવી રહ્યો છે. જ્યારે પ્રવિણ પાંડે ઉર્ફે શેરૂ હાલ પોલીસ ચોપડે ફરાર દર્શાવાયો છે.

તોડના 7.25 કરોડ ક્યાં ગયા તેનો સંપૂર્ણ હિસાબ

ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ જી. કે. ચાવડા (G K Chavda PSI) એ સરકાર તરફે નોંધાવેલી ફરિયાદમાં સવા સાત કરોડના તોડકાંડનો આખો હિસાબ દર્શાવાયો છે. એકાદ સપ્તાહ પહેલાં Honey Trap ની સંવેદનશીલ ફરિયાદ (Sensitive FIR) નોંધી અંકિત કાંતીભાઇ પટેલ અને ગીરીશ પહેલાણીની ધરપકડ કરી હતી. ગીરીશની પૂછપરછમાં સવા સાત કરોડના તોડનો હિસાબ પોલીસ સમક્ષ આવ્યો હતો. મુખ્ય કાવતરાખોર અંકિત પટેલને 60 લાખ રૂપિયા આપ્યા હોવાની ગીરીશે કબૂલાત કરી છે. બાકીની રકમમાંથી 20 લાખના દાગીના, 10 લાખ મકાનના રિનોવેશનમાં, નવી કારના ડાઉન પેમેન્ટમાં 6 લાખ, 11 લાખ જુદીજુદી લોનના હપ્તા ભરવામાં અને 18 લાખ ગોવા કેસીનો (Casino Goa) માં હારી ગયો. જ્યારે રૂપિયા 6,00,00,000 દોઢ વર્ષમાં ઑનલાઈન ગેમ્બ્લીંગ (Online Gambling) માં હારી ગયો હોવાનું ફરિયાદમાં દર્શાવાયું છે. Silverbook247.com, Fizzbet777.com, Buzzer999.com અને Goldenexch999.com પર ગીરીશ પહેલાણી સટ્ટો રમ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

આ પણ વાંચો: બિલ્ડર કમ નેતાના પુત્રના Honey Trap કેસમાં મોબાઈલ ફોન ગાયબ થયો ?

ક્રાઈમ બ્રાંચની કામગીરી શંકાના દાયરામાં

Honey Trap તોડકાંડમાં ફરિયાદ સંવેદનશીલ કર્યા બાદ આરોપીઓની ધરપકડ-રિમાન્ડ સુધીની છુપ્પી કાર્યવાહી ક્રાઈમ બ્રાંચને શંકાના દાયરામાં મુકે છે. તોડકાંડના પર્દાફાશ બાદ ક્રાઈમ બ્રાંચે સૂત્રધાર અંકિત પટેલ અને ગીરીશ પહેલાણી (Girish Pahelani) ની ધરપકડ કરી તેમના ઘરે સર્ચ કર્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. સૂત્રોના જણાવ્યાનુસાર બંને આરોપીઓ પાસેથી એક રોકડો રૂપિયો ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ કબજે કરી શક્યા નથી. અત્રે નોંધનીય છે કે, 7 કરોડ 25 લાખના તોડકાંડનો ડાયરેક્ટર અંકિત કાંતીભાઇ પટેલ (Ankit Patel) ને માત્ર 60 લાખ રૂપિયા મળ્યા હોવાની વાત બિલકુલ ગળે ઉતરે તેમ નથી તેવી ચર્ચાઓ પણ શરૂ થઈ છે.

આ પણ વાંચો: Honey Trap કરી મિત્રએ ભાઇબંધ પાસેથી 7.25 કરોડ પડાવ્યા, ક્રાઈમ બ્રાંચ કેમ મૌન ?

Tags :
Ahmedabad Crime BranchAnkit PatelBankim PatelCasino GoaExtortion RacketG K Chavda PSIGirish PahelaniGujarat FirstHoney TrapJournalist BankimManish Arora BookieOnline GamblingSenior IPSSensitive FIR
Next Article
Home Shorts Stories Videos