Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વિદેશી ધરતી પર ગુજરાતીનો જલવો, જાણો Gt20 કેનેડા લીગમાં મોન્ટ્રીયલ ટાઈગર્સ ટીમના માલિક આશિષ પરીખ વિશે

વિદેશી ધરતી પર પોતાના નામનો ડંકો વગાડી શકે અને દેશનું નામ રોશન કરી શકે તેવા ઘણા ભારતીયો વિશે તમે જાણતા હશો. આજે તમને એક એવા જ ભારતીય વિશે જણાવવા જઇ રહ્યા છીએ કે જેઓ ભારતીય છે અને વિદેશી ધરતી પર...
03:04 PM Oct 04, 2023 IST | Harsh Bhatt
વિદેશી ધરતી પર પોતાના નામનો ડંકો વગાડી શકે અને દેશનું નામ રોશન કરી શકે તેવા ઘણા ભારતીયો વિશે તમે જાણતા હશો. આજે તમને એક એવા જ ભારતીય વિશે જણાવવા જઇ રહ્યા છીએ કે જેઓ ભારતીય છે અને વિદેશી ધરતી પર બિઝનેસ અને સ્પોર્ટ્સ ક્ષેત્રે કાર્ય કરી ભારતનું નામ રોશન કરી રહ્યા છે. જે શખ્સની અમે વાત કરી રહ્યા છીએ તે ન માત્ર બિઝનેસમાં પણ સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ તેમનું મોટું નામ છે. અમે અહીં વાત કરી રહ્યા છીએ આશિષ પરીખની.
અભ્યાસ, નોકરી અને અમેરિકા
અમેરિકાની ધરતી પર રહેતા મૂળ ગુજરાતી આશિષ પરીખની માલિકીની ટીમ મોન્ટ્રીયલ ટાઈગર્સે પ્રતિષ્ઠિત 2023 કેનેડિયન ગ્લોબલ t20 ટ્રોફી જીતીને વૈશ્વિક ક્રિકેટના નકશા પર સફળતાપૂર્વક સ્થાન આપ્યું છે. ગુજરાત ફર્સ્ટ સાથે આશિષ પારીખે પોતાના સંપૂર્ણ સફરની યાદો તાજા કરી હતી. જણાવી દઇએ કે, આશિષ પરીખ મૂળ ગુજરાતના બરોડાના વતની છે. જેમણે પોતાનું શાળા ભણતર બરોડાથી જ કર્યું હતું. ત્યારબાદ તેમણે પોતાની બેચલર ડિગ્રી MS યુનિવર્સિટીમાંથી મેળવી હતી. ભણતરની ધરા કહીએ તો તે બરોડા રહી. અને તે પછી તેમણે આ જ શહેરમાં નોકરી પણ શરૂ કરી હતી. ત્યાથી તેઓ 2002 ના એન્ડમાં અમેરિકામાં માઈગ્રેટ થયા હતા. અમેરિકાના Maryland માં તેઓ 2002 થી રહે છે. અમેરિકા ગયા પછી તેમણે લિકર સ્ટોર, કન્વીનિયર સ્ટોર અને ગેસ સ્ટેશનમાં ઉપરાંત મોટલ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું હતું. તેઓ ઘણા સંગઠનો સાથે પણ જોડાયેલા હતા.
સ્પોર્ટ્સ સાથે શું છે કનેક્શન ?
ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા આશિષ પરીખે કહ્યું કે, મારો દીકરા અને મારા પત્ની સ્પોર્ટ્સ સાથે જોડાયેલા છે. વધુમાં કહ્યું કે, મારી પત્ની નેશનલ ખેલાડી હતી આ સિવાય મારો દીકરો પણ US ક્રિકેટ માટે રમતો હતો. તે પછી મારું સ્પોર્ટ્સ સાથે કનેક્શન થયું. હું પોતે પણ કોલેજમાં હતો ત્યા સુધી ક્રિકેટ રમ્યો છું. જ્યારે મને Gt20 કેનેડામાં ટીમ ખરીદવાની તક મળી તો ખૂબ ઉત્સાહ સાથે મે જોઇન કરી ટીમ ખરીદી. આશિષ પરીખે કહ્યું કે, નાનપણથી જ ચેલેન્જ સ્વીકારવાની આદત હતી. જીવનમાં પહેલા ભણતર આવ્યું અને પછી તેની સાથે સ્પોર્ટ્સ રમવાનું શરૂ કર્યું અને પછી નોકરી કરી, એટલે કે તમામ ક્ષેત્રે ચેલેન્જથી આગળ વધવાની ઇચ્છાઓ રાખી. અમેરિકામાં બિઝનેસ કર્યો અને તે જ સમયે IPL પર નજર ગઇ અને લાગ્યું કે આ ટૂર્નામેન્ટ એક આઈડિયલ છે તે લોકો માટે જે આવું કઇંક અલગ વિચારી શકે છે. પરીખે આગળ કહ્યું કે, અલગ-અલગ ક્ષેત્રે બિઝનેસ કર્યા અને સ્પોર્ટસ બાકી રહી ગયું હતું અને વિચાર્યું કે હવે તેની અંદર જવું જોઇએ.
આશિષ પારીખની અમેરિકામાં આવ્યા પછીની જર્ની
તેમણે પોતાની અમેરિકામાં આવ્યા તે સમયની પોતાની જર્ની વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, અમે જ્યારે શરૂઆતમાં આવ્યા તે જર્ની મારી ખૂબ જ મહેનતવાળી હતી. જોકે, ત્યારે યુવા હતા એટલે જોશ પણ હતો. તે સમયે જ એવું vission હતું કે, હંમેશા ક્ષેષ્ઠ કરવું છે કે જેથી આપણા દેશનું નામ રોશન થાય. જ્યારે લીકર ઈન્ડસ્ટ્રીમાં હતો ત્યારે એક એસોસિએશન ફાઉન્ડ કર્યું હતું. જેનું નામ એશિયન અમેરિકન રિટેલર એસોસિએશન ઓફ મેરિલેન્ડ હતું. જેમા અત્યારે 500 થી 700 મેમ્બર્સ છે. હુ મેરિલેન્ડ સ્ટેટમાં રહું છું ત્યાનું એસોસિએશન છે. જેનું નામ મેરિલેન્ડ સ્ટેટ લાયસન્સ બેરોઝ એસોસિએસન છે. જેના લગભગ સાડા ચાર હજાર મેમ્બર્સ છે. જેમાં હું ફર્સ્ટ નોન રાઇટ પ્રેસિડન્ટ હતો અને અત્યારે તેનો પાસ્ટ પ્રેસિડન્ટ ચેરનેમ કહેવાવું છું. જેની ટર્મ આ વર્ષના એન્ડમાં પૂર્ણ થશે. એટલે કેવી રીતે આગળ વધવું તેના પર સૌથી વધું ધ્યાન હોય છે.
IPL, BBL પછી ત્રીજા નંબર પર છે Gt20 કેનેડા
દુનિયાની લગભગ 9 કે 10 દેશ IPL, BBL જેવી લીગ રમાડે છે. શરૂઆત IPL તેનું પાયોનિયર હતું. થોડા જ વર્ષોમાં તે એટલી હદે સફળ રહ્યું કે દુનિયા તેને ફોલો કરવા લાગી. જ્યા જ્યા આપણા ભારતીયોની વસ્તી છે ત્યા ત્યા આનું મહત્વ વધારે છે. ઘણા લોકો એવા છે કે જે લિડરશીપ લઇને આ પ્રકારની ટૂર્નામેન્ટ  લોકલ ક્રિકેટ બોર્ડ સાથે મળીને ઇવેન્ટ કરે છે. અને ICC ની અંદરમાં હોય છે તેની પરવાનગી હોય છે. IPL છે અને પછી BBL છે અને ત્રીજા નંબર પર Gt20 કેનેડા આવે છે. Gt20 કેનેડા અને ક્રિકેટ કેનેડા લોકલ ક્રિકેટ બોર્ડ હોય છે તેની સાથે મળીને આ લીગ રમાડે છે. આ ટૂર્નામેન્ટને ICC ની પરવાનગી હોય તો જ તે શક્ય બને છે. તે પછી જ તમામ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓના રેકોર્ડ પણ તેની સાથે જોડાઈ શકે છે.
શું આ લીગની તમારી ટીમમાં ભારતીય જોડાઈ શકે ખરા ?
આશિષ પરીખે કહ્યું કે, કોઇ પણ દેશનો ક્રિકેટર લેવલ A નો હોવો જોઇએ. તેના ક્રિકેટ બોર્ડ તરફથી તેને એપ્રુવલ મળવું જોઇએ. ત્યાથી તેને નો ઓબ્જેક્શનનું સર્ટિફિકેટ મળવું જોઇએ. જો ભારતીય ક્રિકેટરની વાત કરીએ તો તે BCCI સાથે સંકળાયેલા હોય છે, જેમણે તેમના બોર્ડ પાસેથી પરવાનગી લેવી પડે. મારા મતે હાલમાં BCCI રિટાયર ખેલાડી હોય અને તેને રિટાયર થયાનું એક વર્ષ થયું હોય પછી તે બહારની કોઇ પણ લીગ રમી શકે છે. અથવા તો તે એ દેશમાંથી બીજા દેશમાં માઈગ્રેટ થયા હોય અને ભારતીય ક્રિકેટ સાથે તેને કોઇ સંબંધ ન હોય ત્યારે તેઓ જોડાઈ શકે છે.
ટીમ ખરીદવા પાછળ શું છે કારણ ? 
ટીમ ખરીદવા પાછળનું કારણ જણાવતા આશિષ પરીખે કહ્યું કે, ઘણા બધા મિત્રો કેનેડા અને ક્રિકેટ કેનેડામાં અને ઈન્ડિયામાં હતા. જેમણે મને જ્યારે તક મળી ત્યારે મારો ઉત્સાહ વધાર્યો અને મોટિવેટ કર્યો કે આ ડિસિઝન સારૂં છે તમારે લેવું જોઇએ. જોકે આમા રિસ્ક પણ ઘણું મોટું હતું. પણ હંમેશા એવું વિચાર્યું કે આપણી આવનારી જનરેશનને પ્લેટફોર્મ મળે. અને તેના માટે મેરિલેન્ડમાં ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવાની મહેનત હતી ત્યારે અમે લોકોએ લોકલ સરકાર પાસેથી ઘણો સાથ સહકાર માગ્યો હતો. દરમિયાન અમે એ પણ જોયું હતું કે,  Gt20 ગ્રો થઇ રહ્યું છે. ત્યારે જેવી તક હતી. મોન્ટ્રીયલ જે ટીમ હતી જ્યા મોન્ટ્રીયલમાં કેનેડામાં પહેલી વખત 1874 માં ક્રિકેટ રમાઈ હતી. સોલ્જર્સ અને બ્રિટિશ સોલ્જર્સ વચ્ચે આ મેચ રમાઈ હતી. ત્યારે પહેલી વખત ક્રિકેટ મોન્ટ્રીયસલમાં રમાઇ હતી. એટલે ક્રિકેટ અને કેનેડા અને મોન્ટ્રીયલ ઘણુ બધુ કોમ્બિનેશન હતું એટલે થયું કે ચાલો આ ટીમ સાથે જોઇન થઇએ.
સંઘર્ષ સમય કોણે મદદ કરી ?
આ અંગે આશિષ પરીખે કહ્યું કે, નામ તો ઘણા બધા છે એટલે કોઇ એકનું નામ આપવું તો થોડું અઘરું છે. પણ હા, 3-4 મિત્રો હતા કે જેઓ પહેલાથી ત્યા ક્રિકેટમાં ઇન્વોલ્વ હતા. Gt20 લીગમાં પણ તેમનો ઘણો મોટો રોલ હતો. તે લોકો ખાસ કરીને મને સપોર્ટ કર્યો અને મારો ઉત્સાહ વધાર્યો અને કહ્યું કે, ટીમ લેવાથી ઘણું બધું શીખવા મળશે. ભારતમાં પણ ઘણા મિત્રો હતા કે જેમણે મને આ પગલું ભરવા માટે મારો ઉત્સાહ વધાર્યો હતો.
IPL, BBL અને Gt20 માં ફરક શું છે ?
દુનિયાની સૌથી લોકપ્રિય લીગ IPL માં આપણે જોયું છે કે તે રમવાની શરૂઆત થઇ ત્યારથી જ ઘણા લોકલ ખેલાડીઓના ટેલેન્ટ જોવા મળી શક્યું. દર્શકોની સાથે સાથે ક્રિકેટ બોર્ડને પણ એ ખ્યાલ આવ્યો કે કયો ખેલાડી કેટલો મજબૂત છે અને તેની પાસે શું છે જે દેશની નેશનલ ટીમમાં જોડાવવા માટે જરૂરી છે. આ અંગે આશિષ પારીખનું કહેવું છે કે, દરેક દેશ પોતાના લોકલ ટેલેન્ટને આગળ લાવવા માટે આ પ્રકારની લીગ રમાડતી હોય છે. તેમને પોતાના ટેલેન્ટને આંતરરાષ્ટ્રીય ખેલાડી સામે બતાવવાની તક મળે છે.
ભારતીયો માટે તમારા તરફથી શું મદદ મળી શકે ?
આશિષ પરીખે આ અંગે જણાવ્યું કે, અત્યારે અમારો Gt20 લીગમાં પ્રથમ અનુભવ હતો. પણ હા હવે અમે ત્યા ઘણું ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં કામ કરવાના છીએ. જેમકે અમે મોન્ટ્રીયલમાં એકેડમી બનાવવાની છીએ કે, જ્યા છોકરાઓેને ત્યા કોચની સાથે સારી ટ્રેનિંગ મળશે. તેમને પ્રેક્ટિસ કરવા માટે અમે ત્યા ઈન્ટરનલ ગેમ રમાડીશું. તેમને ત્યા પોતાના ટેલેન્ટને આગળ બતાવવાની તક મળશે. અને તેઓ પોતાના ટેલેન્ટના દમ પર આ લીગમાં જોડાઈ પણ શકે છે.
પરદેશમાં આવતા ભારતીયોને શું સલાહ આપશો ?
આશિષ પરીખે કહ્યું કે, જો તમે પરદેશમાં જાઓ છો તો કોઇ પણ કામ કરવામાં ક્યારે પણ શરમ ન અનુભવો. પરદેશમાંથી એક સારી વાત એ શીખવા મળે છે કે, અહીં કોઇ પણ માણસ કોઇ પણ કામ કરવામાં ક્યારે પણ શરમ રાખતો નથી. અમે જ્યારે શરૂઆતમાં સ્ટોરમાં કામ કરતા હતા ત્યારે અમે અમારા માલિકને કચરા-પોતું કરતા જોયા છે અને જ્યારે અમે માલિક બન્યા તો અમે અમારા મેનેજર્સને કરતા જોયા છે. એટલે ઘણી નાની વસ્તુઓ કે જ્યા આપણે કામ કરતા સંકોચાતા હોઇએ છીએ તે સંકોચને કાઢી દેવાની જરૂર છે.
આ પણ વાંચો - શિખર ધવને મજાકિયા અંદાજમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના ફિલ્ડિંગને ટ્રોલ કરી, કહ્યું – ‘પાકિસ્તાન અને ફિલ્ડિંગ નેવર એન્ડિંગ લવ સ્ટોરી’

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Ashish ParikhcanadaCanadian GlobalGlobal T20 Canada 2023Gt20Gt20 CanadaHoward County cricketMontreal Tigers
Next Article