Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

FIR નહિ નોંધવા તાગડધિન્ના કરતી ગુજરાત પોલીસને સુધરી જવા DOP ની ચેતવણી

FIR : ગુજરાત પોલીસ દ્વારા ગુનાખોરીમાં ઘટાડો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બીજી તરફ ડાયરેક્ટર ઑફ પ્રોસિક્યુશને (Director of Prosecution) લખેલા એક પત્રએ Gujarat Police ની પોલ ખોલી નાંખી છે. પત્રમાં પોલીસની નકારાત્મક માનસિકતા અંગેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે....
fir નહિ નોંધવા તાગડધિન્ના કરતી ગુજરાત પોલીસને સુધરી જવા dop ની ચેતવણી

FIR : ગુજરાત પોલીસ દ્વારા ગુનાખોરીમાં ઘટાડો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બીજી તરફ ડાયરેક્ટર ઑફ પ્રોસિક્યુશને (Director of Prosecution) લખેલા એક પત્રએ Gujarat Police ની પોલ ખોલી નાંખી છે. પત્રમાં પોલીસની નકારાત્મક માનસિકતા અંગેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અરજી આપવા છતાં FIR નહીં નોંધનારી તેમજ વારંવાર ધક્કા ખવડાવવા બાબતે ગુજરાત પોલીસને ટકોર કરવામાં આવી છે.

Advertisement

અરજીઓ મામલે કોઇ બોલવા તૈયાર નથી

પત્રકારને વિના પૂછે ક્રાઈમ રેટ (Crime Rate) માં ઘટાડો થયો હોવાનું ગુજરાત પોલીસના અધિકારીઓ જણાવી રહ્યાં છે. Police દ્વારા ક્રાઈમ ચાર્ટના ચોક્કસ પાર્ટના આંકડા જાહેર કરાયા છે, પરંતુ પોલીસ સ્ટેશનોમાં કેટલી અરજીઓના થપ્પા પડ્યા છે તે મામલે બોલવા કોઈ અધિકારી તૈયાર નથી. સાયબર ક્રાઈમના વાસ્તવિક આંકડાઓ પણ અરજીઓમાં દબાઈ ગયા છે.

Advertisement

અનેક ફરિયાદ ડાયરેક્ટર ઑફ પ્રોસિક્યુશનની કચેરી સુધી પહોંચી

ગુનાખોરીના આંકડાઓની રમતમાં પોલીસ વર્ષોથી ગુજરાત સરકાર (Gujarat Government) અને પ્રજાને રમાડતી આવી છે. જો કે, આ વખતે ફરિયાદ પક્ષ નિયામક અંબાલાલ આર. પટેલે (Ambalal R Patel) ફરિયાદ નોંધવામાં અપનાવાતી પોલીસની કાર્યશૈલીને ખુલ્લી પાડી છે. ફરિયાદીને ધક્કા ખવડાવવા, પોલીસ સ્ટેશનમાં કલાકો સુધી બેસાડી રાખવા તેમજ અરજી આપવા છતાં પોલીસ ફરિયાદ નહીં નોંધવાની અનેક ફરિયાદ ડાયરેક્ટર ઑફ પ્રોસિક્યુશનની કચેરી (Director of Prosecution Office) સુધી પહોંચી છે. એટલે જ, ડાયરેક્ટર ઑફ પ્રોસિક્યુશનને પત્ર લખી સુધારો લાવવા માટે ચેતવણી આપી છે.

Advertisement

DGP થી DSP સુધીના અધિકારીઓને પત્ર મોકલ્યો

A R Patel ડાયરેક્ટર ઑફ પ્રોસિક્યુશને વિકાસ સહાય DGP Gujarat તેમજ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરાના Police Commissioner અને 32 જિલ્લાના SP ને પત્ર લખ્યો છે. જેમાં પોલીસે ફરિયાદ (FIR) લેવી જ પડે તે વાત પર ભાર મૂક્યો છે. First Information Report બાદ તપાસમાં પૂરાવો ના મળે તો લાગુ પડતી સમરી ભરી શકે છે. જો સિવિલ મેટર હોવાનું સામે આવે તો BNSS 189 મુજબ રિપોર્ટ કરી શકાશે. પોલીસ ફરિયાદ નોંધતી વખતે શું કાળજી રાખવી? ક્યારે ફરિયાદ નોંધવી? અને કેવી રીતે નિષ્પક્ષ-તટસ્થ તપાસ કરવી? તેના ચૂકાદાઓ ટાંકીને સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: FBI : નકલી કોલ સેન્ટરનું ગુજરાત કનેકશન, અમેરિકન નાગરિકોને છેતરતી ટોળકીના 26ની CBI એ કરી ધરપકડ

તપાસમાં ગરબડ કરનારા IO સામે આકરા પગલાં લેવાશે

તપાસ અધિકારી કોઈ કેસમાં ગરબડ કરશે તો તેની સામે આકરા પગલાં લેવામાં આવશે તેવી ચેતવણી અંબાલાલ પટેલે (Director of Prosecution) આપી છે. અંબાલાલ પટેલે દેશની જુદી-જુદી વડી અદાલતોના 13 જેટલાં ચૂકાદાઓ ટાંકીને ગુજરાત પોલીસને ટકોર કરી છે. જો કોઈ તપાસ અધિકારી જાણે-અજાણે ગંભીર ભૂલ કરશે તો તેની સામે ખાતાકીય તપાસ કરવાના, તેની સામે ગુનો નોંધવા (FIR) તેમજ સેવા નિવૃત્ત થયેલા હોય તો તેમનું પેન્શન ઘટાડવા/બંધ કરી શકાય તેવા અદાલતના ચૂકાદાઓનો ઉલ્લેખ કર્યો છે.

Director of Prosecution ને કેમ પત્ર લખવો પડ્યો ?

પોલીસ ફરિયાદ નહીં નોંધતી હોવાની અનેક ફરિયાદો, સંડોવણી ના હોય તેવા વ્યક્તિને આરોપી બનાવવો અને IO દ્વારા કેસમાં ગરબડ કરવાના અનેક કિસ્સા અંબાલાલ પટેલ પાસે આવ્યા છે. ભૂતકાળમાં અને વર્તમાનમાં અનેક તપાસ અધિકારીઓ (Investigation Offficer) એ આર્થિક લાભ મેળવવા તેમજ મોટા સાહેબોના ઈશારે કેસની તપાસ કરી હોવાના તેમજ કરતા હોવાના અસંખ્ય દાખલાઓ છે. અનેક કેસોમાં સાહેદો હોવા છતાં તેના નિવેદન ના મેળવે અને પૂરાવા હોવા છતાં તે કબજે ના કર્યા હોવાના કિસ્સા સામે આવી ચૂક્યાં છે.

આ પણ વાંચો: ચોરી કરવા ચોર Police ને આપે છે હપ્તા, ઝડપાયેલા ચોરની કબૂલાત

બર્કિંગ કેવા કેસોમાં થાય છે ?

બર્કિંગ (ગુનો બનવા છતાં FIR નહીં નોંધવી) ની રમત વર્ષોથી પોલીસ વિભાગમાં ચાલતી આવી છે. છેલ્લાં અઢી દસકમાં બર્કિંગ કૂદકેને ભૂસકે વધી રહ્યું છે. હત્યા, હત્યા સાથે લૂંટ, ફાયરિંગ સાથે લૂંટ આવા કેટલાંક ક્રાઈમને બાદ કરતા મોટાભાગના શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુનાઓમાં પોલીસ બર્કિંગ કરી રહી છે. ચોરીના કિસ્સાઓમાં પોલીસ અરજી લે છે. છેડતી, મારામારી અને ધમકીના કિસ્સામાં અટકાયતી પગલા લેવામાં આવે છે.

પોલીસ સ્ટેશનમાં ડમી ફરિયાદી મોકલવામાં આવતા

ભૂતકાળમાં અનેક IPS અધિકારીઓ ડમી ફરિયાદી મોકલીને પોલીસ સ્ટેશન ઑફિસર FIR નોંધવામાં આનાકાની કરે છે કે કેમ તેની તપાસ કરાવતા હતા. જવાબદાર અધિકારીની બદલીથી લઈને સસ્પેન્શન સુધીની કાર્યવાહી કરવામાં આવતી હતી. દાખલા સ્વરૂપે વાત કરીએ તો, તત્કાલિન સુરત રેન્જ IG એ. કે. સિંઘ (A K Singh) અને તત્કાલિન વલસાડ એસપી ધર્મેન્દ્રસિંહ બી. વાઘેલા (D B Vaghela) જે પોલીસ સ્ટેશનમાં વધુ ફરિયાદ નોંધાય તેના સ્ટેશન ઑફિસર (PI PSI) નું સન્માન કરતા હતા.

આ પણ વાંચો: ACB Trap : લાખોની લાંચ લેતા પકડાયેલા વકીલના કેસમાં જજ થયા સસ્પેન્ડ

Tags :
Advertisement

.