Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat Government : વર્ષોથી અટવાયેલા લાંચીયા અધિકારીઓના કેસ અદાલતમાં શરૂ થશે

Gujarat Government : ગુજરાત રાજ્યના મુખ્ય સચિવે (Chief Secretary Gujarat) ભ્રષ્ટાચાર વિરોધી નીતિમાં એક નવો ઇતિહાસ રચ્યો છે. રાજકુમારે (Raj Kumar IAS) કમિટી ઑફ સેક્રેટરીઝ (COS) ની મીટિંગમાં થોડાક સપ્તાહ અગાઉ ACB ગુજરાતના વડા ડૉ. શમશેર સિંઘ (Dr. Shamsher Singh)...
gujarat government   વર્ષોથી અટવાયેલા લાંચીયા અધિકારીઓના કેસ અદાલતમાં શરૂ થશે

Gujarat Government : ગુજરાત રાજ્યના મુખ્ય સચિવે (Chief Secretary Gujarat) ભ્રષ્ટાચાર વિરોધી નીતિમાં એક નવો ઇતિહાસ રચ્યો છે. રાજકુમારે (Raj Kumar IAS) કમિટી ઑફ સેક્રેટરીઝ (COS) ની મીટિંગમાં થોડાક સપ્તાહ અગાઉ ACB ગુજરાતના વડા ડૉ. શમશેર સિંઘ (Dr. Shamsher Singh) ને પડતર કેસોની ચર્ચા માટે આમંત્રણ આપ્યું હતું. આમંત્રણ પાછળનું કારણ હતું, સરકારના જુદાજુદા વિભાગો તરફથી ભ્રષ્ટાચારના કેસોમાં સંડોવાયેલા સરકારી બાબુઓ સામે પ્રોસીક્યુશનની મંજૂરી આપવામાં થતો વિલંબ. એસીબીના વડા (ACB Chief) ની રજૂઆતના પગલે એક ઝાટકે વર્ગ 1, 2, 3ના લાંચીયા બાબુઓ સામે કાર્યવાહીમાં આગળ વધવા માટે લીલીઝંડી મળી ગઈ.

Advertisement

પ્રોસીક્યુશનની મંજૂરી એટલે શું ?

લાંચ કે સત્તાના દુરઉપયોગના કેસમાં જે કોઈ સરકારી અધિકારી એસીબીના હાથે પકડાય ત્યારબાદ તેની તપાસ પૂર્ણ કરીને ચાર્જશીટ કરવામાં આવે છે. આ તમામ દસ્તાવેજો જે-તે વિભાગના સક્ષમ અધિકારી પાસે ACB મોકલી આપી પ્રોસીક્યુશન (અદાલતમાં કેસ ચલાવવા)ની મંજૂરી માગે છે. પ્રોસીક્યુશનની મંજૂરી બાદ જ લાંચીયા અધિકારી સામે અદાલતમાં કેસ ચાલી શકે છે.

9 કેસમાં પ્રોસીક્યુશનની મળી મંજૂરી

રાજ્ય સરકારના મુખ્ય સચિવ રાજકુમાર ની દરમિયાનગીરીથી એન્ટી કરપ્શન બ્યૂરો () ની સ્થગિત થયેલી કામગીરીને વેગ મળ્યો છે. સત્તાનો દુરઉપયોગ (Abuse of Power) છટકું અને ડીકોય (Decoy Trap) ના 9 કેસમાં વર્ષો-મહિનાઓથી પડતર રહેલી પ્રોસીક્યુશન મંજૂરીને લીલીઝંડી મળી છે. કેન્દ્ર સરકાર (Central Government) ના વર્ગ 2 અને 3ના બે લાંચીયા અધિકારીઓ, Gujarat Government ના શહેરી વિકાસ વિભાગ (Urban Development Department) ના વર્ગ 1,2,3ના ત્રણ અધિકારી, શિક્ષણ વિભાગ (Education Department) ના આચાર્ય અને શિક્ષક, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ (Energy and Petrochemicals Department) તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ (Health and Family Welfare Department) ના 1-1 લાંચીયા બાબુ સામે જે-તે વિભાગે પ્રોસીક્યુશનની મંજૂરી આપતા આગળની કાર્યવાહીનો માર્ગ મોકળો થયો છે.

Advertisement

કયા-કયા કેસ વર્ષોથી પડતર હતા ?

કેસ નં. 1 વર્ષ 2014માં વડોદરા શહેર એસીબી (Vadodara City ACB) માં કરાર આધારિત નાયબ કાર્યપાલક ઇજનેર અજય ભગત સામે રૂપિયા 28,500ની લાંચ લેવાનો કેસ.
કેસ નં. 2 વર્ષ 2018માં સુરત શહેર એસીબીએ SMC ના કાર્યપાલક ઈજનેર માનસીંગ ચૌધરી, ના. ઈજનેર નિલેશ રામાવત અને સહાયક ઈજનેર નિલેશ પટેલ સામે સત્તાના દુરઉપયોગનો કેસ.
કેસ નં. 3 વર્ષ 2018માં સુરત શહેર એસીબીએ સુરત મ્યુનિ. કોર્પો.ના કાર્યપાલક ઈજનેર માનસીંગ ચૌધરી સામે સત્તાના દુરઉપયોગનો બીજો ગુનો.
કેસ નં. 4 વર્ષ 2018માં સુરત શહેર એસીબીએ સુરત મ્યુનિ. કોર્પો.ના કાર્યપાલક ઈજનેર માનસીંગ ચૌધરી સામે સત્તાના દુરઉપયોગનો ત્રીજો કેસ.
કેસ નં. 5 વર્ષ 2022માં પંચમહાલ એસીબી (Panchmahal ACB) માં શિક્ષક કિરણ પુવાર સામે રૂપિયા 1 લાખની લાંચ લેવાનો કેસ.
કેસ નં. 6 વર્ષ 2022માં પંચમહાલ એસીબીમાં આચાર્ય પોપટ બારીઆ સામે 2 હજારની લાંચ સ્વીકારવાનો ગુનો.
કેસ નં. 7 વર્ષ 2022માં ભરૂચ એસીબી (Bharuch ACB) માં DGVCL ના જુનીયર ઈજનેર ધવલ પટેલ સામે 10 હજારની લાંચ લેવાનો કેસ.
કેસ નં. 8 વર્ષ 2022માં મહેસાણા એસીબી (Mahesana ACB) માં સુપ્રિટેન્ડેન્ટ ઑફ CGST રવિશંકર જોશી સામે 4 હજારની લાંચ સ્વીકારવાનો ગુનો.
કેસ નં. 9 વર્ષ 2023માં જૂનાગઢ એસીબી (Junagadh ACB) માં ટેક્ષ આસિસ્ટન્ટ કિશોર પનારાએ 2 હજારની લાંચ સ્વીકારી હોવાનો ડીકોય કેસ.

શહેરી વિકાસમાં ભ્રષ્ટાચારીઓની ગોઠવણ ?

વર્ષ 2018માં સુરત શહેર એસીબી (Surat City ACB) માં નોંધાયેલા સત્તાના દુરઉપયોગના ત્રણ કેસમાં વર્ગ 1 વર્ગ 2 અને વર્ગ 3 ના અધિકારીઓ સામે લગભગ પાંચ વર્ષ સુધી કાર્યવાહી આગળ વધી શકી નથી. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (Surat Municipal Corporation) માં ફરજ બજાવતા કાર્યપાલક ઈજનેર માનસીંગ ચૌધરી (વર્ગ 1), નાયબ ઈજનેર નિલેશ રામાવત (વર્ગ 2) અને સહાયક ઈજનેર નિલેશ પટેલ (વર્ગ 3) સામે પાંચ વર્ષ અગાઉ ACB એ ગુનો નોંધ્યો હતો. કાર્યપાલક ઈજનેર માનસીંગ ચૌધરી સામે સત્તાના દુરઉપયોગના અન્ય બે ગુના નોંધવામાં આવ્યાં હતાં. એસીબી ગુજરાતે (ACB Gujarat) આરોપીઓ સામેની જરૂરી કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ Gujarat Government ના શહેરી વિકાસ વિભાગ પાસે ત્રણેય આરોપી સામે વર્ષ 2019માં પ્રથમ વખત પ્રોસીક્યુશનની મંજૂરી માગી હતી. ACB ના ત્રણેય કેસમાં પાંચ વર્ષ દરમિયાન એક ડઝન વખત રિમાઈન્ડર કરવા છતાં સરકારના શહેરી વિકાસ વિભાગે મંજૂરી આપી ન હતી. આ જોતા શહેરી વિકાસ વિભાગ ભ્રષ્ટાચારીઓને છાવરતો હોવાનું પ્રતીત થાય છે.

Advertisement

આ પણ વાંચો - Nirlipt Rai : ગુજરાત પોલીસ બેડામાં ચૂંટણી ટાણે કેમ છે ખુશીનો માહોલ ?

આ પણ વાંચો - Kutch Police : આંદોલનમાં ક્ષત્રિયોની પડખે રહેનારા પર સરકારની નજર

Tags :
Advertisement

.