ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

રાજ્યભરમાં ફેલાયેલું ગન લાયસન્સ કૌભાંડ કોની-કોની લડાઈના કારણે Gujarat Police પાસે ખુલ્લું પડ્યું ?

ગુજરાત રાજ્યમાં વર્ષોથી ચાલી રહેલાં ગન લાયસન્સ કૌભાંડ (Fake Gun Licence Racket) નો ભાંડો કેવી રીતે ફૂટ્યો તેની હકીકત Gujarat First પાસે આવી છે. બે શખ્સોની લડાઈમાં હથિયાર પરવાના કૌભાંડ ખૂલી જતાં સંખ્યાબંધ શખ્સોની Gujarat Police એ ધરપકડ કરી છે, તો કેટલાંક ફરાર છે.
04:57 PM Apr 17, 2025 IST | Bankim Patel
ગુજરાત રાજ્યમાં વર્ષોથી ચાલી રહેલાં ગન લાયસન્સ કૌભાંડ (Fake Gun Licence Racket) નો ભાંડો કેવી રીતે ફૂટ્યો તેની હકીકત Gujarat First પાસે આવી છે. બે શખ્સોની લડાઈમાં હથિયાર પરવાના કૌભાંડ ખૂલી જતાં સંખ્યાબંધ શખ્સોની Gujarat Police એ ધરપકડ કરી છે, તો કેટલાંક ફરાર છે.
featuredImage featuredImage
Fake_Gun_License_Scam_in_Gujarat_ATS_Gujarat_Crime_Branch_Ahmedabad_Bharat_Thunga_aka_Bharat_Bharwad_Arjun_Algotar_Gujarat_First

Gujarat Police : છેલ્લાં કેટલાંક દિવસોથી ગુજરાતના અનેક ગુનેગારો, બિલ્ડરો અને ડાયરા કલાકારો Gujarat Police દ્વારા ચારી રહેલી કામગીરીથી ટેન્શનમાં છે. આજે નહીં તો કાલે, વારો આવવાનો છે તેમ સમજીને કેટલાંક પહોંચેલા શખ્સોએ તો પોલીસ અધિકારીઓને ભલામણો પણ કરાવી છે. ગુજરાત રાજ્યમાં વર્ષોથી ચાલી રહેલાં ગન લાયસન્સ કૌભાંડ (Fake Gun Licence Racket) નો ભાંડો કેવી રીતે ફૂટ્યો તેની હકીકત Gujarat First પાસે આવી છે. બે શખ્સોની લડાઈમાં હથિયાર પરવાના કૌભાંડ ખૂલી જતાં સંખ્યાબંધ શખ્સોની Gujarat Police એ ધરપકડ કરી છે, તો કેટલાંક ફરાર છે. કેવી રીતે આ કૌભાંડ સામે આવ્યું અને કઈ એજન્સીએ કામ શરૂ કર્યું ? વાંચો આ અહેવાલમાં...

ચાર પોલીસ એજન્સીઓ કેમ કામે લાગી ?

Fake Gun Licence Racket ની પોલ સૌ પ્રથમ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Crime Branch Ahmedabad) પાસે ખુલી હતી. માર્ચ મહિનાના અંતમાં ક્રાઈમ બ્રાંચના પીઆઈ એસ. જે. જાડેજા (S J Jadeja PI) ની ટીમ અમદાવાદ શહેરમાંથી ભરત થુંગા/ભરવાડ ઉર્ફે ટકા દાદાને દેશી બનાવટની પિસ્તોલ સહિતના હથિયારો અને કાર સાથે લઈ આવી હતી. ભરતની પૂછપરછમાં તેણે પોતાની પાસે ઓલ ઈન્ડિયા આર્મ્સ લાયસન્સ (All India Arms License) હોવાની એક વાત કરી હતી. આ હકીકત બે-એક દિવસમાં અન્ય ગુનેગારો/બાતમીદારો પાસે પહોંચી ગઈ હતી. ગુજરાતમાં અનેક શખ્સોએ નાગાલેન્ડ-મણીપુરથી હથિયાર પરવાના મેળવ્યા હોવાની માહિતી અન્ય પોલીસ એજન્સીઓ પાસે વાયુ વેગે પહોંચી હતી. સુરેન્દ્રનગર એસઓજી (Surendranagar SOG) એ ત્રણેક દિવસમાં 21 ખોટી રીતે હથિયાર લાયસન્સ મેળવનારા 21 શખ્સોને ઓળખી કાઢી 25 વેપન, 216 કારતૂસ અને 21 લાયસન્સ જપ્ત કર્યા હતા. દરમિયાનમાં Gujarat ATS એ અમદાવાદમાંથી કેટલાંક શખ્સોને ઉપાડી લઈ કૌભાંડના મૂળ સુધી જવા પ્રયાસ શરૂ કરી દીધા અને 7 એપ્રિલના રોજ ગુનો નોંધી 7 શખ્સોની ધરપકડ બતાવી હતી. ગન લાયસન્સ કૌભાંડમાં સુરતની ગજાનન ગન હાઉસ (Gajanana Gun House Surat) ના માલિક અતુલ પટેલનું નામ સામે આવતાની સાથે જ સુરત ક્રાઈમ બ્રાંચ દોડી ગઈ હતી. Surat Crime Branch એ આ મામલે 9 એપ્રિલના રોજ ગુનો નોંધી અતુલ પટેલ સહિત 4 આરોપીને પકડી પાડી 8 રિવૉલ્વર, 5 પિસ્તોલ, બાર બોરની 3 ગન, કારતૂસો અને હથિયાર લાયસન્સ જપ્ત કર્યા છે.

એજન્સીમાંથી માહિતી ગુનેગાર પાસે પહોંચી

વાસ્તવમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે માથાભારે ભરત થુંગા/ભરવાડને ઉપાડ્યો ત્યારે જ Fake Gun License Racket ની જાણકારી સામે આવી ગઈ હતી. ક્રાઈમ બ્રાંચે ભરત થુંગા ઉર્ફે ભરત ભરવાડ (Bharat Thunga aka Bharat Bharwad) પાસે રહેલા ગન લાયસન્સના મામલામાં કાર્ય પદ્ધતિ અનુસાર (SOP) જાણવા જોગ નોંધી તપાસ આરંભી હતી. દરમિયાનમાં ગન લાયસન્સ કૌભાંડમાં સામેલ ગુનેગારો તેમજ બાતમીદારો પાસે આ હકીકત પહોંચી ગઈ. જે હકીકતના આધારે સુરેન્દ્રનગર એસઓજી પીઆઈ બી. એચ. શીંગરખિયા ( PI B H Shingrakhiya) અને બીજી તરફ ATS Gujarat ના ડીવાયએસપી એસ. એલ. ચૌધરી (S L Chaudhari DySP) એ કૌભાંડમાં સામેલ શખ્સો સુધી પહોંચવા દોટ લગાવી.

કોની-કોની લડાઈના કારણે પોલીસ એજન્સીઓને લૉટરી લાગી

કરોડો રૂપિયાનો કારોબાર કરતો અર્જુન અલગોતર એક સમયે ઝઘડા/બબાલમાં ભરત થુંગા ઉર્ફે ટકા દાદાનો ઉપયોગ કરતો હતો. દોઢેક વર્ષથી અર્જુન અને ભરત વચ્ચે સંબંધોમાં ખટાશ આવતા એક-બીજાના દુશ્મન બની ગયા છે. સૂત્રોના જણાવ્યાનુસાર ભરતની વેપન સાથે ધરપકડ થતાં અર્જુન અલગોતરે દુશ્મની કાઢી હોવાની એક વાત ચર્ચામાં આવી છે. ગુનેગારો વચ્ચે ચાલી રહેલી ચર્ચા અનુસાર અર્જુન અલગોતરે ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં રહેલા ભરત થુંગા સાથે સમાધાનની વાત પણ ચલાવી હતી. જો કે, ભરત થુંગા સમાધાન માટે તૈયાર ન હતો. બીજી તરફ આ વાત ગુનેગારો અને પોલીસ વર્તુળ સુધી પહોંચતા ATS Gujarat ની ટીમે અર્જુન અલગોતર, વિશાલ પંડ્યા ઉર્ફે વીપી (Vishal Pandya aka VP) સહિતના શખ્સોને Fake Arms License Racket માં ઉપાડી લીધા. સુરેન્દ્રનગર એસઓજી અને સુરત ક્રાઈમ બ્રાંચ મેદાનમાં આવી જતાં Gujarat Police ની ચાર-ચાર એજન્સીઓને લૉટરી લાગી ગઈ છે. અત્રે નોંધનીય છે કે, બે જુદીજુદી પોલીસ એજન્સીઓના અધિકારીઓ સાથે અર્જુન અલગોતર (Arjun Algotar) અને ભરત થુંગા સંપર્કો ધરાવે છે.

આ પણ વાંચો :   Ahmedabad City : હાઇકોર્ટમાં ગયેલા પત્રકારને ક્રાઈમ બ્રાંચ અમદાવાદે છ મહિના જુના કેસમાં ઉપાડ્યો

Tags :
All India Arms LicenseATS GujaratBankim PatelBharat Thunga aka Bharat BharwadFake Arms License RacketFake Gun Licence RacketGajanana Gun House SuratGujarat FirstGujarat PolicePI B H ShingrakhiyaS J Jadeja PIS L Chaudhari DySPSurat Crime BranchSurendranagar SOGVishal Pandya aka VP