Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજકીય પક્ષોના દાન કૌભાંડ કેસમાં CID Crime કેમ ઉંધા માથે પટકાઈ ?

CID Crime : કરોડોના કૌભાંડ અને CID Crime નો પૂરાણો નાતો રહ્યો છે. આવા જ એક હજાર કરોડના કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમના સીઆઈ સેલે નોંધેલી ફરિયાદ મીડિયામાં જે-તે સમયે ખૂબ ચમકી. હવે આ જ કરોડોના કૌભાંડની તપાસ કરતા સીઆઈડીના સીઆઈ સેલ...
રાજકીય પક્ષોના દાન કૌભાંડ કેસમાં cid crime કેમ ઉંધા માથે પટકાઈ

CID Crime : કરોડોના કૌભાંડ અને CID Crime નો પૂરાણો નાતો રહ્યો છે. આવા જ એક હજાર કરોડના કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમના સીઆઈ સેલે નોંધેલી ફરિયાદ મીડિયામાં જે-તે સમયે ખૂબ ચમકી. હવે આ જ કરોડોના કૌભાંડની તપાસ કરતા સીઆઈડીના સીઆઈ સેલ (CI Cell CID Crime) ની મનમાની પર ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) બ્રેક લગાવી નોટિસ ફટકારી છે. GST અને Income Tax માં થયેલા કરોડોના કૌભાંડમાં કૂદી પડેલી CID Crime કેમ ઉંધા માથે પટકાઈ. વાંચો આ અહેવાલ...

Advertisement

22 થી વધુ સામે શું હતી ફરિયાદ ?

જીએસટી ચોરી (GST Scam) રાજકીય પક્ષો તેમજ ટ્રસ્ટના બેંક એકાઉન્ટનો દુરઉપયોગ કરી કરોડો રૂપિયાની બેનંબરી હેરાફેરી કરતા શખ્સની બાતમી CI Cell ના ઈન્ચાર્જ પીઆઈ એ. સી. ઈસરાની (A C Israni PSI) ને મળી હતી. અમદાવાદમાં નવરંગ સ્કુલ પાસે આવેલા નિરવ કોમ્પલેક્ષમાં ગત 25 મેના રોજ CID Crime ની ટીમે દરોડો પાડી ઉમંગ વિનોદભાઇ દરજીની ઑફિસમાંથી 80 હજારની રોકડ સહિત મોટી માત્રામાં દસ્તાવેજો કબજે કર્યા હતા. જેમાં ગુજરાત નવ નિર્માણ સેના, ભારતીય રાષ્ટ્રીય તંત્ર પાર્ટી, રાષ્ટ્રીય જનતારાજ પાર્ટી, કેટલાંક ચેરીટેબલ ટ્રસ્ટના દસ્તાવેજો, રાજકીય પક્ષો, ખાનગી પેઢીઓ તેમજ અન્ય શખ્સોની જુદીજુદી બેંકોની પાસબુકો, સહી કરેલી ચેકબુકો, અલગ અલગ શખ્સોના આધારકાર્ડ, પાનકાર્ડની નકલો, ઈન્કમટેક્સ રિર્ટન, જુદીજુદી કંપનીઓના મોબાઈલ સીમ કાર્ડ, સંખ્યાબંધ બનાવટી રબર સ્ટેમ્પ તેમજ દસ્તાવેજો હતા. આ મામલે ગુજરાત નવનિર્માણ સેના (Gujarat Navnirman Sena) સહિત 8 રાજકીય પક્ષના અધ્યક્ષ, ઉમંગ દરજી સહિત 22ને નામ જોગ આરોપી દર્શાવાયા હતા. FIR માં દર્શાવેલા આરોપીઓ રાજકીય પક્ષોને દાન આપવાથી ઈન્કમટેક્સમાં મળતી રાહતનો દુરઉપયોગ (Tax Evasion) કરી 4 વર્ષમાં 1 હજાર કરોડ રૂપિયાની બોગસ/ભાડાના જીએસટી ખાતાઓ થકી હેરાફેરી કરી સરકારને ચૂનો લગાવતા હતા. આ મામલે પીએસઆઈ એ. સી. ઈસરાનીએ સરકાર તરફે ફરિયાદ નોંધાવી છે. સીઆઈ સેલના ડિટેક્ટીવ પીઆઈ પી. કે. પટેલ (P K Patel PI) ની રૂબરૂમાં અમદાવાદ ઝોન CID Crime ખાતે ગુનો નોંધાયો હતો.

CID Crime કયાં થાપ ખાઈ ગઈ ?

GST Scam સાથે સંકળાયેલા કરોડો રૂપિયાની બેનંબરી હેરફેરના મામલામાં રાજકીય પાર્ટીઓના વડા સંડોવાયેલા હોવાની માહિતી સામે આવી હતી. સીઆઈડી ક્રાઈમના સીઆઈ સેલે કરોડોના કાળા-ધોળા કરવાના (Money Laundering) કેસમાં રાજકીય પાર્ટીના અધ્યક્ષોને નામ જોગ આરોપી દર્શાવી દીધા. રાજકીય પક્ષોએ કરોડો રૂપિયાના દાનની રકમમાં કરેલી ગરબડનો મામલો ઈન્કમટેક્સ વિભાગ (Income Tax Department) ના અધિકાર ક્ષેત્રમાં આવે છે. આવકવેરા વિભાગની કોઈપણ મંજૂરી સીઆઈડી ક્રાઈમના અધિકારીએ મેળવી ન હતી.

Advertisement

આ પણ વાંચો : VADODARA : "આપ જ અમારા સંકટમોચક છો, PM મોદી વડોદરા પધારો", કર્મશીલનો પત્ર

હાઇકોર્ટમાં મામલો જતાં તપાસની પોલ ખુલી

CID Crime ની ફરિયાદમાં દર્શાવાયેલી રાજકીય પાર્ટીના અધ્યક્ષના સેશન્સ કોર્ટ તેમજ હાઇકોર્ટમાં આગોતરા જામીન ના મંજૂર થયા હતા. બીજી તરફ આ કેસમાં સીઆઈડી ક્રાઈમ બે આરોપીની ધરપકડ કરી ચૂકી હતી. આગોતરા જામીન ના મંજૂર થયા બાદ રાજકીય પક્ષના અધ્યક્ષે ગુજરાત હાઇકોર્ટમાં એડવૉકેટ ઉત્કર્ષ દવે થકી કવૉશીંગ પિટીશન (Quashing Petition) દાખલ કરી હતી. સીઆઈડી ક્રાઈમે ફરિયાદમાં આરોપી તરીકે દર્શાવેલા રાજકીય પાર્ટીના અધ્યક્ષને એકપણ વખત કારણદર્શક નોટિસ (Show Cause Notice) આપી ન હતી. આ ઉપરાંત ઈન્કમટેક્સ વિભાગના દાયરામાં આવતી કામગીરી પોલીસ બારોબાર કરવા જઈ રહી હતી. તમામ બાબતો હાઇકોર્ટ સમક્ષ થયેલી દલીલોમાં ઉજાગર થતા તપાસની પોલ ખુલી ગઈ હતી.

Advertisement

આ પણ વાંચો : ભારતની પહેલી Vande Metro ગુજરાતના આ 2 શહેરો વચ્ચે દોડશે....

કોના ઈશારે બારોબાર ફરિયાદ નોંધાઈ ?

સીઆઈડી ક્રાઈમના સીઆઈ સેલે આટલો મોટો ગોટાળો કેમ કર્યો અને કોના કહેવાથી આવી ચર્ચાઓ ગાંધીનગર પોલીસ ભવન (Police Bhavan Gandhinagar) માં જોર પકડ્યું છે. સીઆઈડી ક્રાઈમનો CI Cell સીધેસીધો એડીશનલ ડીજીપી એસ. પાંડીઆ રાજકુમાર (S Pandia Rajkumar IPS) ના તાબામાં આવે છે. સીઆઈ સેલની ફરિયાદ નોંધવામાં ઉતાવળ અને ચોક્કસ ઈરાદાથી તમામને આરોપી દર્શાવવાના કારણે સીઆઈડી ક્રાઈમ ચર્ચામાં આવી ગઈ છે. હાઇકોર્ટમાં કરાયેલી પિટીશનમાં ગુજરાત સરકાર, સીઆઈડી ક્રાઈમના વડા (Addl DGP CID CRIME) અને સરકાર તરફે ફરિયાદ નોંધનાર પોલીસ અધિકારીને પક્ષકાર બનાવાયા છે.

આ પણ વાંચો : Rajkot : મનપાની ગંભીર બેદરકારીએ વધુ એકનો ભોગ લીધો! ખુલ્લી ગટરમાં પડી જતાં નાગરિકનું મોત

Tags :
Advertisement

.