ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Jitu Tharad : પાલડી ગૉલ્ડ કેસમાં બુકી જીતુ થરાદની ઑફિસમાં DRI એ કેમ સર્ચ કર્યું ?

Jitu Tharad : ભાજપના નેતાઓ, મોટા મોટા અધિકારીઓના સંપર્કો ધરાવનાર માર્કેટ ઑપરેટર મહેન્દ્ર શાહ (Market Operator Mahendra Shah) અને પુત્ર મેઘને ભૂર્ગભમાં ઉતરી જવાનો વારો આવ્યો છે.
02:15 PM Apr 22, 2025 IST | Bankim Patel
Jitu Tharad : ભાજપના નેતાઓ, મોટા મોટા અધિકારીઓના સંપર્કો ધરાવનાર માર્કેટ ઑપરેટર મહેન્દ્ર શાહ (Market Operator Mahendra Shah) અને પુત્ર મેઘને ભૂર્ગભમાં ઉતરી જવાનો વારો આવ્યો છે.
featuredImage featuredImage
Ahmedabad_Paldi_Gold_Case_Gujarat_ATS_DRI_Raid_Bookie_Jitu_Tharad_Gujarat_First

Jitu Tharad : ભાજપના નેતાઓ, મોટા મોટા અધિકારીઓના સંપર્કો ધરાવનાર માર્કેટ ઑપરેટર મહેન્દ્ર શાહ (Market Operator Mahendra Shah) અને પુત્ર મેઘને ભૂર્ગભમાં ઉતરી જવાનો વારો આવ્યો છે. ગત 17 માર્ચના રોજ અમદાવાદના પાલડી મહાલક્ષ્મી મંદિર પાસે આવેલા એપાર્ટમેન્ટમાંથી કરોડો રૂપિયાનું સોનું, ઝવેરાત, લકઝુરિયસ વૉચ અને રોકડ ATS-DRI Raid માં મળેલું. દરોડા બાદ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ Paldi Gold Case માં તપાસ ચલાવી રહી છે. મહેન્દ્ર અને મેઘ શાહ સાથે સંપર્ક ધરાવતા અનેક શખ્સોની DRI પૂછપરછ પણ કરી ચૂકી છે. તાજેતરમાં ડીઆરઆઈએ અમદાવાદ સ્થિત બુકી જીતુ થરાદ (Bookie Jitu Tharad) ની ઑફિસમાં 6 કલાક જેટલું સર્ચ કર્યું હતું. ડીઆરઆઈએ કેમ Jitu Tharad ની ઑફિસમાં સર્ચ કર્યું અને તેની પૂછપરછ કરી ? વાંચો આ અહેવાલ...

કોણ છે જીતુ થરાદ ?

Gujarat Police ના ચોપડે જીતેન્દ્ર ઘેવરચંદ જૈન ઉર્ફે જીતુ થરાદ (Jitendra Jain aka Jitu Tharad) નું નામ એક મોટાગજાના બુકી તરીકે નોંધાયેલું છે. મૂળ થરાદનો જીતુ અને તેનો પરિવાર વર્ષોથી અમદાવાદમાં સ્થાયી થયો છે. અગાઉ કોટ વિસ્તારમાં રહેતો જીતુ ઘણાં વર્ષો અગાઉ પશ્ચિમ અમદાવાદના વૈભવી વિસ્તારમાં સ્થળાંતરિત થઈ ગયો છે. જીતુ થરાદની સામે અમદાવાદ સહિત દેશભરમાં સટ્ટાના અનેક કેસો નોંધાયેલા છે. ક્રિકેટ સટ્ટાના કેસો, Delhi IPL Spot Fixing કેસ ઉપરાંત ડબ્બા ટ્રેડિંગમાં પણ Jitu Tharad નું નામ વગોવાયેલું છે. જો કે, છેલ્લાં ચારેક વર્ષથી જીતુ થરાદ એક પણ કેસમાં પોલીસ ચોપડે ચઢ્યો નથી.

મોટા માથાઓ સાથે Jitu Tharad નો ઘરોબો

અનેક વખત જેલનું ભોજન આરોગી ચૂકેલો જીતુ થરાદ વ્હાઈટ કૉલર શખ્સ બની ગયો છે અને એટલે જ, તે રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય (Devvrat Acharya Governor) સાથે ભોજન પણ કરી ચૂક્યો છે. જીતુ થરાદની આજે પણ અનેક IPS અધિકારીઓ મહેમાનગતિ માણે છે. ક્રાઈમ બ્રાંચના ઉચ્ચ અધિકારીથી લઈને સ્થાનિક પોલીસ સ્ટેશનના વગદાર કૉન્સ્ટેબલ આજે પણ જીતુ થરાદના એક ફોન પર કામ કરવા દોડીને પહોંચી જાય છે. ભાજપના નેતા રવિ કિશન (Ravi Kishan BJP), સંજય દત્ત (Sanjay Dutt) અને ઈમરાન હાશમી (Emraan Hashmi) જેવા ફિલ્મ સ્ટારોને મળવાનો અને પાર્ટી કરવાનો પણ જીતુને ભારે શોખ રહ્યો છે.

બુકી બન્યો ફાયનાન્સર અને બિલ્ડર

ક્રિકેટ સટ્ટા બેટિંગ (Cricket Betting) માં કરોડો રૂપિયા કમાઈને બેસેલા જીતુ થરાદે થોડાંક વર્ષો અગાઉ ફાયનાન્સના ધંધામાં ઝંપલાવ્યું છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક બિલ્ડર અને ધંધાર્થીઓને જીતુ થરાદ ફાયનાન્સ કરે છે. જીતુ થરાદે ફાયનાન્સનો ધંધો શરૂ કર્યો ત્યારથી વ્યાજખોરીનો ધંધો ચલાવતો પૂર્વ અમદાવાદનો એક વિક્કી નામનો શખ્સ સાથે સંપર્ક કાયમ છે. વ્યાજના ધંધા ઉપરાંત જીતુ થરાદે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં જમીનો તેમજ મિલકતોમાં પણ કરોડોનું રોકાણ કર્યું છે.

કૌભાંડી મહેન્દ્ર શાહ સાથે જીતુ થરાદનું કનેકશન

જીતુ થરાદે ક્રિકેટ સટ્ટા બેટિંગમાં સારી એવી બેટિંગ કર્યા બાદ શેર બજારમાં પણ ઝંપલાવ્યું હતું. સૂત્રોના જણાવ્યાનુસાર ગુજરાતના કેટલાંક શેર માર્કેટ ઑપરેટરો સાથે જીતુ થરાદ ધંધો કરતો. પેની સ્ટૉકમાં તેજી લાવવા માર્કેટ ઑપરેટરોને મોટાપાયે ફાયનાન્સની પણ જરૂર પડતી રહે છે. આવી જ રીતે મહેન્દ્ર શાહનો જીતુ થરાદને ભેટો થયો હતો.

DRI એ કરોડોની જમીનના સોદામાં તપાસ કરી

ATS-DRI Raid માં પાલડીના આવિષ્કાર એપાર્ટમેન્ટમાંથી કરોડોના Gold, રોકડ સાથે કેટલાંક દસ્તાવેજો પણ મળ્યા હતા. જેની તપાસમાં ડીઆરઆઈની ટીમ એકાદ સપ્તાહ અગાઉ જીતુ થરાદના ત્યાં પહોંચી ગઈ હતી અને 6 કલાકથી વધુ સર્ચ કર્યું હતું. સર્ચમાં કોઈ વાંધાજનક વસ્તુ નહીં મળી આવતા Jitu Tharad ને સમન્સ આપી જવાબ લખાવવા ડીઆરઆઈ ઑફિસ ખાતે બોલાવ્યો હતો. કૌભાંડી મહેન્દ્ર શાહે (Scamster Mahendra Shah) ભાડે રાખેલા ફલેટમાંથી અમદાવાદ પાસેના થોળ ખાતેની કરોડો રૂપિયાની જમીનના દસ્તાવેજની નકલ DRI ને મળી હતી. કરોડો રૂપિયાની NA કરેલી જમીન જીતુ થરાદની કંપનીએ મહેન્દ્ર શાહને સવા ત્રણ વર્ષ અગાઉ ત્રણેક કરોડમાં વેચી હતી. જમીન વેચાણ પેટે જીતુ થરાદની કંપનીને મહેન્દ્ર શાહે ચેકથી પેમેન્ટ કર્યું હતું. ડીઆરઆઈએ ચેક સિવાય રોકડમાં મહેન્દ્ર શાહે કેટલી રકમનું પેમેન્ટ કર્યું છે ? તેની જાણકારી મેળવવા જીતુ થરાદની પૂછપરછ કરાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

આ પણ વાંચો :   ATS Gujarat : મેજીસ્ટ્રેટને કહી લૉકમાં મુકાવેલી વેપન લાયસન્સ કૌભાંડની FIR માર્કેટમાં ફરતી થઈ ગઈ

Tags :
ATS-DRI RaidBankim PatelBookie Jitu TharadCricket BettingDelhi IPL Spot FixingDevvrat Acharya GovernorGujarat FirstGujarat PoliceJitendra Jain aka Jitu TharadMarket Operator Mahendra ShahPaldi Gold CaseScamster Mahendra Shah