જેલમાં મજા કરતા BJP કાર્યકતાના હત્યારા Montu Namdar ની ફરી વધુ એક વખત થશે ધરપકડ
Montu Namdar : જૂન-2022માં અમદાવાદના ખાડીયામાં BJP ના કાર્યકર રાકેશ મહેતા ઉર્ફે બોબી (Rakesh aka Bobby) ની હત્યાના કેસમાં Gambler મોન્ટુ સુરેશચંદ્ર ગાંધી ઉર્ફે નામદાર સહિત 6 લોકોની ધરપકડ થઈ હતી. એક વખત પેરોલ જમ્પ અને બીજી વખત પોલીસ જાપ્તા સાથે ગોઠવણ કરીને ફરાર થયેલા Montu Namdar ની આગામી દિવસોમાં Ahmedabad SOG કસ્ટડી મેળવશે. મોન્ટુ ગાંધી ઉર્ફે મોન્ટુ નામદારના સગાભાઈ ડેની ગાંધી/નામદાર ઉર્ફે ફોન્ટીસના ઘરમાંથી પોલીસને બે વેપન અને 1 કરોડ 80 લાખ રોકડા મળ્યા છે. આ મામલામાં મોન્ટુ નામદાર મુખ્ય આરોપી હોવાનું સામે આવતા પોલીસે બંને ભાઈઓ સામે ગુનો નોંધ્યો છે. રૂપિયાના જોરે સજા નહીં મજા કરનારા પોલીસ મિત્ર Gambler Montu Namdar સામે શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહ્યું.
Montu Namdar ને જેલમાં તમામ સવલત
વર્ષોવર્ષ અમદાવાદમાં જુગારનો અડ્ડો ચલાવનારા મોન્ટુ ગાંધી ઉર્ફે મોન્ટુ નામદારને જેટલાં ગુનેગારો ઓળખે છે એટલાં જ હપ્તાખાઉ પોલીસ અધિકારીઓ પણ. નામદાર ફાર્મમાં અનેક પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ બેઆબરૂ થયાના દાખલાં છે. રૂપિયાના જોરે પોલીસ જાપ્તામાંથી નાસી છૂટેલા તેમજ જેલ ટ્રાન્સફર (Jail Transfer) કરાવનારા મોન્ટુ નામદાર જેલમાં સજા નહીં મજા ભોગવતો હોવાની ગત ડિસેમ્બર મહિનામાં સિનિયર IPS અધિકારીઓને અરજી પણ કરવામાં આવી હતી. પરિવારના સભ્યો થકી રોજે-રોજ નડીયાદ-બિલોદરા જેલ (Bilodra Jail Nadiad) માં દારૂની બોટલો પહોંચાડવામાં આવે છે. આ ઉપરાંત મોન્ટુ નામદાર જેલમાં ચોવીસે કલાક મોબાઈલ ફોન વાપરે છે તેવા આરોપ લગાવવામાં આવ્યા હતા. જો કે, આ મામલે પોલીસ વિભાગ અને ગુજરાત જેલ પ્રશાસને (Gujarat Jail Authority) જરા સરખી પણ કાર્યવાહી કરી નથી.
25 મહિનામાં 3 વખત અલગ-અલગ એજન્સીએ કરી ધરપકડ
જૂન-2022માં BJP Worker Murder Case માં 15 જૂન 2022ના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે (Ahmedabad Crime Branch) મોન્ટુ નામદારની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ Montu Namdar ને અમદાવાદ સેન્ટ્રલ જેલ (Central Jail Ahmedabad) માં ધકેલી દેવાયો હતો. સાતેક મહિનામાં મોન્ટુ નામદાર અમદાવાદથી જેલ ટ્રાન્સફર કરાવી નડીયાદ-બિલોદરા જેલ પહોંચી ગયો હતો. જુલાઈ-2023માં બેએક સપ્તાહના પેરોલ મેળ્યા બાદ મોન્ટુ નામદાર ફરાર થઈ ગયો હતો. 30 ઑક્ટોબર 2023ના રોજ Cyber Crime Ahmedabad ની ટીમે મોન્ટુની રાજસ્થાન ખાતેથી ધરપકડ કરી જેલમાં ધકેલ્યો હતો. ત્યારબાદ તારીખ 19 જૂનના રોજ અમદાવાદ સિટી સિવિલ સેશન્સ કોર્ટ (City Civil Sessions Court Ahmedabad) માં મુદ્દતે આવ્યા બાદ પરત ફરતી વખતે Montu Namdar પોલીસ જાપ્તા સાથે ગોઠવણ કરી પોતાના ફાર્મ હાઉસ ખાતે પહોંચ્યો હતો. અસલાલી સર્કલ પાસે ગામડી ગામે આવેલા ફાર્મ હાઉસ ખાતે પોલીસ જાપ્તાની ટીમ જયાફત ઉડાવી રહી હતી તે અરસામાં મોન્ટુ બિલ્લી પગે ફરાર થઈ ગયો. આ મામલે અસલાલી પોલીસ સ્ટેશન (Aslali Police Station) ખાતે ગુનો નોંધાયો હતો અને જાપ્તા પીએસઆઈ દર્શન બી. પરમાર (PSI D B Parmar) અને બે પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરાયા હતા. બાદમાં પીએસઆઈ પરમાર અને એક કર્મચારીની ધરપકડ પણ થઈ હતી. અમદાવાદ એલસીબી (LCB Ahmedabad) એ 19 જુલાઈના રોજ મોન્ટુને તેના પિતરાઈના ઘરેથી પકડ્યો હતો. આમ 2 વર્ષ અને 1 મહિનામાં
Montu Namdar જુદીજુદી પોલીસ એજન્સીના હાથે 3 વખત પકડાઈ ચૂક્યો છે.
હવે નવી એજન્સી Montu Namdar ની કરશે ધરપકડ
ભાજપ કાર્યકર્તા રાકેશ મહેતા ઉર્ફે બોબીના હત્યા કેસમાં જેલવાસ ભોગવતા મોન્ટુ નામદારના ભાઈના ઘરે એસઓજી પીઆઈ વી. એચ. જોષી (PI V H Joshi) એ બાતમી આધારે રેડ પાડી હતી. રાયપુર હજીરાની પોળ ખાતે રહેતા ડેની નામદાર ઉર્ફે ફોન્ટીસ (Denny Namdar) ના ઘરેથી ઈંગ્લેન્ડની બે એરગન, કારતૂસના ડબ્બાઓ અને 1 કરોડ 80 લાખ રોકડા મળી આવ્યા હતા. SOG Ahmedabad એ ડેની નામદારની પૂછપરછ કરતા બંને પ્રતિબંધિત ગન, કારતૂસ અને 1.80 કરોડ રોકડા પોતાના ભાઈ મોન્ટુ નામદારે પેરોલ જમ્પ કરી તે અરસામાં તેના ઘરમાં છુપાવ્યા હતા. આ મામલે તપાસ કરી રહેલા પીઆઈ મિતેષ એસ. ત્રિવેદી (PI M S Trivedi) એ ડેની નામદારના રિમાન્ડ લેવા તજવીજ હાથ ધરી છે. જ્યારે મોન્ટુ નામદારનો આગામી દિવસોમાં અદાલતની મંજૂરી મેળવી બિલોદરા જેલ ખાતેથી કબજો મેળવી ધરપકડ કરાશે.
BJP કાર્યકતાના હત્યારાના ભાઈ પાસેથી હથિયારો મળ્યા
મોન્ટુ નામદારના ભાઈ ફોન્ટીસ ઉર્ફે ડેનીની અમદાવાદ SOGએ કરી અટકાયત
બે વિદેશી એરગન, કારતૂસ અને 1.80 કરોડની રોકડ લાગી હાથ
SOG Ahmedabad ની ટીમે રાયપુર હજીરાની પોળમાં પાડી હતી રેડ
મોન્ટુ કામદાર BJP કાર્યકતાના હત્યા કેસમાં ભોગવી રહ્યો… pic.twitter.com/q2rgX6sQ2x— Gujarat First (@GujaratFirst) March 13, 2025
આ પણ વાંચો : નાયબ કલેક્ટર Ankita Oza ની ચાલ ACB આગળ ના ચાલી, બેંક લૉકર ટ્રાન્સફર કરવા છતાં પોલ ખૂલી ગઈ