ATS Gujarat : મેજીસ્ટ્રેટને કહી લૉકમાં મુકાવેલી વેપન લાયસન્સ કૌભાંડની FIR માર્કેટમાં ફરતી થઈ ગઈ
ATS Gujarat : આમ તો ભૂતકાળમાં પણ ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્કવૉડની કામગીરી અને દાનત પર અનેક વખત સવાલો ઉભા થઈ ચૂક્યાં છે. હથિયાર પરવાના કૌભાંડ (Arms License Scam) માં ચાલી રહેલી તપાસ અને ફરિયાદ તેમજ તેમાં રહેલી હક્કિતો છુપાવવાની ગંદી રમત સામે આવી છે. પકડાયેલા 7 મુખ્ય આરોપીઓ કરોડપતિ છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ATS Gujarat ફરિયાદકાંડ આ વખતે ભારે ચર્ચામાં છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટની મદદથી ફરિયાદને લૉકરમાં મુકાવી હોવા છતાં ATS Gujarat ની FIR ગુનેગારોના મોબાઈલ ફોનમાં ફરતી થઈ ગઈ છે. કહેવાતી સંવેદનશીલ ફરિયાદ (Sensitive FIR) માર્કેટ ફરતી થતાં ATS Gujarat ના ઈરાદોઓ સ્પષ્ટ થઈ ગયા છે. આ સમગ્ર મામલો જાણવા વાંચો આ અહેવાલ...
ક્યારે બાતમી મળી અને ATS Gujarat એ કેસ કર્યો
ATS Gujarat ની માર્કેટમાં ફરતી સંવેદનશીલ ફરિયાદમાં 25 માર્ચના રોજ ડીવાયએસપી એસ. એલ. ચૌધરી (S L Chaudhari DySP) ને બાતમી મળી હોવાનો ઉલ્લેખ કરાયો છે. બાતમી આધારે ચાર સંભવિત આરોપીઓ વિશાલ પંડ્યા (Vishal Pandya aka VP), અર્જુન અલગોતર, ધૈર્ય જરીવાલા અને સેલા બોળીયા/ભરવાડને બીજા દિવસે 26 માર્ચના રોજ નોટિસ આપી હાજર થવા કહ્યું. 28 માર્ચના રોજ 4 પૈકી 3 આરોપીઓ હથિયાર લાયસન્સ સાથે Gujarat ATS Office માં હાજર થયા હતા. Arms License Scam ગુજરાતના નાના-નાના ગામો સુધી ફેલાઈ ગયું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. લગભગ બે સપ્તાહ બાદ ATS Gujarat ના પીઆઈ એન. આર. બ્રહ્મભટ્ટે 7 એપ્રિલના રોજ બપોરે 4.30 કલાકે પકડાઈ ચૂકેલાં 7 આરોપી સહિત અન્ય સામે ગુનો નોંધ્યો હતો.
ATSએ છુપાવેલી FIR સંવેદનશીલ ના રહી, બજારમાં ફરતી થઈ ગઈ
હથિયાર પરવાના કૌભાંડના આરોપીઓની માહિતી છુપાવવાનો હતો પ્રયાસ
કહેવાતી સંવેદનશીલ ફરિયાદ રાજ્યના અનેક ગુનેગારોના મોબાઈલ ફોનમાં ફરે છે
ગુજરાત એટીએસ આ કેસમાં માહિતી છુપાવવાનો શરૂઆતથી જ કરી રહી છે પ્રયાસ
ફરિયાદની નકલ મેજીસ્ટ્રેટને… pic.twitter.com/R9q7x0wv0D— Gujarat First (@GujaratFirst) April 13, 2025
ક્રાઈમ બ્રાંચ અને સુરેન્દ્રનગર SOG માં શું થયું ?
માર્ચ મહિનાની 25 તારીખ આસપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે (Crime Branch Ahmedabad) ગન લાસયન્સ કૌભાંડમાં સામેલ એક આરોપી ભરત થુંગા ઉર્ફે ભરત ભરવાડને ફાયર આર્મ્સ સાથે ઉપાડી લીધો હતો. જ્યારે સુરેન્દ્રનગર એસઓજીએ ત્રણ દિવસમાં Gun Licence Scam માં સંડોવાયેલા જિલ્લાના કેટલાંક શખ્સોને ઉપાડી લઈ 25 વેપન અને જુદાજુદા રાજ્યોના 17 All India Arms License કબજે લઈ લીધા હતા. આ મામલે Surendrangar SOG એ જે-તે પોલીસ સ્ટેશનમાં 17 જેટલાં ગુના પણ નોંધ્યા હતા.
મુકેશ બાંભા હાજર થયો અને કેસ જાહેર કર્યો
હથિયાર લાયસન્સ કૌભાંડના સૂત્રધાર મુકેશ બાંભા (Mukesh Bambha) સિવાયના કેટલાંક આરોપીઓને ગુજરાત એટીએસની ટીમો માર્ચ મહિનાના અંતમાં લઈ આવી હતી. વિશાલ પંડ્યા અને સેલા બોળિયા પાસેથી હથિયાર લાયસન્સ કૌભાંડનું મૂળ અને અન્યોની સંડોવણીની જાણકારી હાથ લાગી ગઈ હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને સુરેન્દ્રનગર એસઓજીની તપાસમાં મુકેશ બાંભા, સેલા ભરવાડના નામ ખૂલી ગયા હતા. જેથી ATS Gujarat ને પોતાની કામગીરી જાહેર કરવા મુકેશ બાંભાની તાતી જરૂરિયાત હતી. Mukesh Bambha ગત 29-30 માર્ચની રાતથી જ મોબાઈલ ફોન સ્વીચ ઑફ કરીને ભૂર્ગભમાં ઉતરી ગયો. અનેક ભલામણો કરાવી ચૂકેલો મુકેશ બાંભા એકાદ સપ્તાહ અગાઉ 6 એપ્રિલના રોજ એટીએસ કચેરી ખાતે હાજર થયો.
મુકેશ બાંભાની કેટલીક માહિતી Gujarat ATS એ કેમ છુપાવી ?
રિમાન્ડ અરજીમાં Mukesh Bambha નું માત્ર અમદાવાદ નાના ચિલોડા ખાતેનું જ સરનામું દર્શાવાયું હતું. ગુનેગારોના મોબાઈલ ફોનમાં પહોંચી ગયેલી એટીએસની કહેવાતી Sensitive FIR માં મુકેશનું આસામ ખાતેનું સરનામું હરેકૃષ્ણ મંદિર રોડ, ગામ બાડી ગુલીયા, જિ. નલબારી દર્શાવાયું છે. આ ઉપરાંત મુકેશ બાંભાના અનેક વીડિયો-ફોટોમાં કમર પર લટકાવેલી રિવૉલ્વર અને લાયસન્સના મામલે પ્રેસ કૉન્ફરન્સમાં ડીઆઈજી સુનિલ જોશી (DIG Sunil Joshi) એ માહિતી આપવામાં ઠાગાઠૈયા કર્યા હતા. પોલીસ ફરિયાદ કઈ-કઈ કલમ હેઠળ નોંધવામાં આવી છે તેની માહિતી આપવામાં પણ હસીને નન્નો ભણી દેવાયો હતો. ફરિયાદ અનુસાર 6 માર્ચના રોજ મુકેશ બાંભાને બોલાવી પૂછપરછ કરતા બબ્બે હથિયાર લાયસન્સની પોલ ખૂલી છે. મુકેશ બાંભા/ભરવાડે વર્ષ 2024માં નાગાલેન્ડનું હથિયાર લાયસન્સ પટવારી થકી બનાવ્યું હતું, પરંતુ તેના કહેવા અનુસાર તે લીધું ન હતું. વર્ષ 2024માં જ મુકેશે એક પરિચિત થકી એટા, ઉત્તરપ્રદેશ ખાતેથી ઓલ ઈન્ડિયા વેપન લાસયન્સ મેળવી તેના આધારે રિવૉલ્વર ખરીદી હતી. જો કે, રિવૉલ્વર ક્યાંથી ખરીદ કરવામાં આવી તેનો ઉલ્લેખ ATS ની ફરિયાદમાં એકપણ ખૂણે મળતો નથી.
આ પણ વાંચો : ગુજરાતમાં ચાલતા બોગસ હથિયાર લાયસન્સ કૌભાંડમાં ATS ફરિયાદની માહિતી કેમ છુપાવે છે ?