Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ex IAS : રાષ્ટ્રીય પાર્ટીને કરોડો રૂપિયાનું ફંડ આપનારા પૂર્વ અધિકારી આફતમાં

Ex IAS : 1 મે 1960 થી ગુજરાતમાં કોંગ્રેસ (Congress) જનતા પક્ષ (Janta Party) જનતાદળ (Janata Dal) રાજપા (Rashtriya Janata Party) ભારતીય જનતા પાર્ટી (BJP) ની અને ત્રણ વખત જનતા ફ્રંટ, સંયુક્ત જનતાદળ-ભાજપ તથા જનતાદળ-કોંગ્રેસની સરકાર બની છે. માર્ચ-1998 થી...
ex ias   રાષ્ટ્રીય પાર્ટીને કરોડો રૂપિયાનું ફંડ આપનારા પૂર્વ અધિકારી આફતમાં

Ex IAS : 1 મે 1960 થી ગુજરાતમાં કોંગ્રેસ (Congress) જનતા પક્ષ (Janta Party) જનતાદળ (Janata Dal) રાજપા (Rashtriya Janata Party) ભારતીય જનતા પાર્ટી (BJP) ની અને ત્રણ વખત જનતા ફ્રંટ, સંયુક્ત જનતાદળ-ભાજપ તથા જનતાદળ-કોંગ્રેસની સરકાર બની છે. માર્ચ-1998 થી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું રાજ છે. ભાજપ સરકારને ભેખડે ભરાવવા માટે ગુજરાતના એક પૂર્વ સનદી અધિકારી (Ex IAS) એ કરોડો રૂપિયાનું દાન વિરોધ પક્ષ (Opposition Party) ને આપ્યું હોવાની ચર્ચા તાજેતરમાં આવેલા એક રાજકીય સમાચારને લઈને ફરી ઊઠી છે. વિરોધ પક્ષને આપવામાં આવેલા કરોડો રૂપિયા કાળી કમાણી (Black Money) ના હતા અને આ જ કમાણી Ex IAS અધિકારીને ભારે પડી છે. ખાખીધારી, ખાદીધારી અને બાબુઓમાં શું છે ચર્ચા વાંચો આ અહેવાલ...

Advertisement

Ex IAS અનેક મહત્વના ભોગવી ચૂક્યા છે પદ

IAS તરીકે નિવૃત્ત થયેલા ગુજરાતના આ અધિકારી અનેક સરકારો સાથે કામ કરી ચૂક્યા છે. ગુજરાત સરકાર (Gujarat Government) માં મહત્વના કહેવાય તેવા અનેક પદ પર આ અધિકારીએ ફરજ બજાવી છે. મહત્વના પદ પર ફરજ દરમિયાન આ અધિકારીએ તેમની સત્તાનો દુરઉપયોગ કરી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર (Corruption of Crores Rupees) આચર્યો છે. ભ્રષ્ટાચારની યાદીમાં મોખરે રહ્યું હોય તો તે જમીન કૌભાંડ (Land Scam) છે.

ભ્રષ્ટાચારના રૂપિયા રાજકારણમાં રોક્યા

Gujarat માં અનેક સરકાર આવી અને ગઈ પરંતુ ભ્રષ્ટાચારની ગંગોત્રી નિરંતર વહેતી રહી છે. ગુજરાત સરકારના અનેક વિભાગોમાં કામ કરતા અધિકારીઓમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ પ્રામાણિક બાબુઓ મળી શકે તેમ છે. ભ્રષ્ટ બાબુઓની યાદીમાં એક સમયે મોખરે ગણાતા Ex IAS અધિકારીએ પૂર્વ મુખ્યમંત્રી (Former Chief Minister) ની કૃપાથી છેલ્લી ઑવરમાં કરોડો રૂપિયા એકઠાં કર્યા. ભ્રષ્ટ રીતરસમો અપનાવીને એકઠાં કરેલા નાણા ધોળા કરવાનો પણ Ex IAS પ્રયાસ કર્યો છે. નિવૃત્તિ અગાઉ જ એક રાજકીય પક્ષના સ્થાનિક નેતા સાથે સંપર્કમાં આવેલા Ex IAS ને ભ્રષ્ટાચારના કરોડો રૂપિયાને અબજો રૂપિયા કરવા રાજકારણમાં રોક્યા.

Advertisement

રાજકીય સલાહકાર બનવાની ખેવના પડી ભારે

ગુજરાતના પૂર્વ સનદી અધિકારી નિવૃત્તિ બાદ એક અલગ જ હોદ્દો મેળવવાના સ્વપ્ન જોવા લાગ્યા હતા. દેશના એક રાષ્ટ્રીય પક્ષ (National Party) ને ભ્રષ્ટાચારના કરોડો રૂપિયા આંગડીયા પેઢી થકી પહોંચાડનારા Ex IAS એ રાજકીય નેતા ગણો કે બંધુ ગણો તેની સાથે એક સોદો કર્યો. ચર્ચા અનુસાર ભવિષ્યમાં સરકાર બનવાના સ્વપ્ન જોતા Ex IAS એ રાજકીય પક્ષના સલાહકાર (Political Consultant) ની સાથે Super CM બનવાની ખેવના વ્યક્ત કરી હતી અને આ ખ્વાબ તેમને ખૂબ ભારે પડ્યો છે. આવનારા દિવસોમાં આ તકલીફો વધી શકે છે.

આ પણ વાંચો : BJP નેતાઓ સાથે ફોટા પડાવનારા મહાઠગે ભાજપને પણ ના છોડી ?

Advertisement

આ પણ વાંચો : SMC એ ગુજરાતમાં નશો ઠાલવતા આશુને નેપાળ બોર્ડર પરથી પકડ્યો

આ પણ વાંચો : Narayan Sai : જનમટીપના કેદીને જેલમાંથી કાઢવા મહાઠગે 65 કરોડમાં કર્યો હતો સોદો

Tags :
Advertisement

.