Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat Police : પોણા પાંચ વર્ષમાં જ કયા IPS ખાતામાં પરત ફર્યા ?

Gujarat Police : છેલ્લાં કેટલાંક દાયકામાં IPS સહિતના અનેક પોલીસ અધિકારી-કર્મચારીઓ જુદાજુદા કેસમાં મહિનાઓ-વર્ષોનો જેલવાસ અને વનવાસ ભોગવી ચૂક્યાં છે. કેટલાંક વર્તમાન અને નિવૃત્ત IPS સહિતના અધિકારી-કર્મચારીઓને અદાલતમાંથી રાહત પણ મળી ચૂકી છે. જ્યારે કેટલાંક પોલીસ અધિકારીઓ આજે પણ તેમના...
02:45 PM Feb 14, 2024 IST | Bankim Patel
In the controversial IPS debate amid talk of transfer of Gujarat IPS Officer

Gujarat Police : છેલ્લાં કેટલાંક દાયકામાં IPS સહિતના અનેક પોલીસ અધિકારી-કર્મચારીઓ જુદાજુદા કેસમાં મહિનાઓ-વર્ષોનો જેલવાસ અને વનવાસ ભોગવી ચૂક્યાં છે. કેટલાંક વર્તમાન અને નિવૃત્ત IPS સહિતના અધિકારી-કર્મચારીઓને અદાલતમાંથી રાહત પણ મળી ચૂકી છે. જ્યારે કેટલાંક પોલીસ અધિકારીઓ આજે પણ તેમના કારનામાઓને લઈને અદાલતમાં કાનૂની કાર્યવાહી (Legal Action) નો સામનો કરી રહ્યાં છે. વાત છે આવા જ એક IPS અધિકારીની કે જેમણે એપ્રિલ-2018થી લઈને ફેબ્રુઆરી-2023 સુધીમાં આઠેક મહિનાનો જેલવાસ અને પોણા પાંચ વર્ષનો વનવાસ ભોગવ્યો છે. Gujarat Police માં પરત ફરેલા આ IPS અધિકારીને ગૃહ વિભાગ (Home Department Gujarat) ક્યાં નિમણૂંક આપે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.



IPS ને કેમ જવું પડ્યું હતું જેલમાં ?
વર્ષ 2018માં સર્જાયેલો બીટકોઇનકાંડ (Bitcoin Extortion) ગુજરાત સહિત દેશભરના સમાચાર માધ્યમોમાં ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો હતો. બીટકોઇનકાંડના કારણે ગુજરાત પોલીસ (Gujarat Police) અને રાજ્ય સરકાર (Government of Gujarat) ની આબરૂ દાવ પર લાગી ગઈ હતી. તત્કાલિન અમરેલી જિલ્લા પોલીસ વડા (Amreli SP) જગદીશ પટેલ (J A Patel IPS), અમરેલી LCB પીઆઈ અનંત પટેલ (PI Anant Patel), CBI ઈન્સ્પેક્ટર સુનિલ નાયર (Sunil Nair) કિરીટ પાલડીયા (Kirit Paladiya), વકીલ કેતન પટેલ (Advocate Ketan Patel),  પોલીસ કર્મચારીઓ તેમજ પૂર્વ BJP MLA નલિન કોટડીયા (Nalin Kotadiya) સહિત 15 જણાની ધરપકડ થઈ હતી. IPS જગદીશ પટેલ પર આરોપ હોત કે, શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને કરોડો રૂપિયાના બીટકોઈનની લૂંટ (Bitcoin Robbery) ચલાવાઈ હતી.

CBI ઈન્સ્પેક્ટરની શું હતી ભૂમિકા ?
Bitcoin Extortion કેસમાં Gujarat Police ના અધિકારીઓ સાથે સીબીઆઈ ઈન્સ્પેક્ટર સુનિલ નાયર પણ સામેલ હતી. શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને ગાંધીનગર લવાયા બાદ બીટકોઈનની લૂંટમાં સીબીઆઈ ઈન્સ્પેક્ટરે પણ ભૂમિકા ભજવી હતી. આ મામલે  CBI ની એન્ટી કરપ્શન બ્રાંચે (Anti Corruption Branch) એ શિલોંગ (Shillong) ખાતે ફરજ બજાવતા ઈન્સ્પેક્ટર સુનિલ નાયર સામે 17 મહિના બાદ ગુનો નોંધ્યો હતો. નાયર પર આરોપ છે કે, શૈલેષ ભટ્ટે એક મોટા વેપારી પાસેથી કરોડો રૂપિયાના Bitcoin પડાવી લીધા છે અને તેના વિરૂદ્ધ Central Bureau of Investigation ની તપાસ ચાલી રહી છે અને તે પતાવી હોય તેમજ ED IT થી બચવું હોય તો 10 કરોડ આપવા પડશે. 10 કરોડની કથિત લાંચના કેસમાં 4.60 કરોડમાં પતાવટ થઈ હોવાની વાત સામે આવી હતી. આ મામલામાં સમરી રિપોર્ટ ભરાયો હોવાની એક ચર્ચા સામે આવી છે.


IPS ના લાંબા વનવાસનું કારણ ?
અમરેલીના તત્કાલિન SP જગદીશ પટેલ (Jagdish Patel IPS) સહિતના શખ્સો સામે તપાસ ચલાવી રહેલી સીઆઈડી ક્રાઈમે (CID Crime) વર્ષ 2018ની 23 એપ્રિલના રોજ અટકાયત કરી હતી. ધરપકડ, રિમાન્ડ બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયેલા જગદીશ પટેલ 8 મહિનાનો જેલવાસ ભોગવી જામીન પર મુક્ત થયા હતા. તારીખ 3 મે 2018ના રોજ ગૃહ વિભાગે (Home Department)  જગદીશ એ. પટેલને સસ્પેન્ડ કર્યાની પત્ર લખી જાણ કરી હતી. સાથે સાથે સૂચના આપી હતી કે, J A Patel IPS ને જામીન પછી નિમણૂંક આપવી નહીં.

સરકાર ક્યાં કરશે નિમણૂંક ?
Gujarat Police ના ઈતિહાસમાં અનેક IPS સહિતના પોલીસ અધિકારી-કર્મચારીઓ અલગ અલગ કેસમાં જેલવાસ અને લાંબો વનવાસ ભોગવી ચૂક્યા છે. કેટલાંક IPS અને GPS અધિકારી ડીસમીસ પણ થઈ ચૂક્યા છે. 21મી સદીની શરૂઆતના વર્ષોમાં ઈશરત જહાં, સોહરાબુદ્દીન શેખ - તુલસી પ્રજાપતિ સહિતના અન્ય શખ્સોના કથિત એન્કાઉન્ટર થયા હતા. જુદાજુદા કેસોમાં પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ પૈકી કોઈ અડધો દાયકો તો કોઈએ એકાદ દાયકાનો જેલવાસ ભોગવ્યો અને  સન્માનપૂર્વક Gujarat Police બેડામાં પરત ફર્યા. જો કે, આ કેસ અલગ છે. બીટકોઇનકાંડના કારણે એક તબક્કે ગુજરાત સરકાર અને Gujarat Police ની છબીને ભારે નુકસાન થયું હતું. હાલ ગાંધીનગર પોલીસ ભવન (Police Bhavan) માં એક જ ચર્ચા છે કે, બીટકોઇનકાંડવાળા જગદીશભાઈને સરકાર મેદાનમાં ઉતારશે કે કોરાણે બેસાડશે ?

 

આ  પણ  વાંચો  - Gujarat Police : IPS અધિકારીઓની બઢતી-બદલીનું કોકડું ક્યાં ગુચવાયું ? જાણો

 

Tags :
Advocate Ketan PatelAmreli SPAnti Corruption BranchBankim Patel JournalistBitcoin ExtortionBitcoin Robberybjp-mlaCBIcentral bureau of investigationCID CrimeedGovernment Of GujaratGPSGujarat FirstGujarat PoliceHome DepartmentHome Department GujaratIPSITJ A Patel IPSJagdish Patel IPSKirit PaladiyaLegal ActionNalin KotadiyaPI Anant PatelPolice BhavanSunil Nair
Next Article