Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad Police : એક સપ્તાહમાં બે PI ની બદલી, જાણો શું છે કારણો ?

Ahmedabad Police : દારૂ-જુગારની બદી ફેલાવનારા પોલીસ ઈન્સ્પેક્ટરોની હવે ખેર નથી. પૂર્વ અમદાવાદ (East Ahmedabad) માં દારૂ-જુગારની બદી છેલ્લાં કેટલાંક મહિનાઓથી બેફામ રીતે વધી હતી. સ્ટેટ એજન્સી અને સ્થાનિક એજન્સીઓએ પાડેલા દરોડા અને મળી આવેલો મુદ્દામાલ તેના પૂરાવાઓ છે. Ahmedabad...
01:43 PM Feb 02, 2024 IST | Bankim Patel

Ahmedabad Police : દારૂ-જુગારની બદી ફેલાવનારા પોલીસ ઈન્સ્પેક્ટરોની હવે ખેર નથી. પૂર્વ અમદાવાદ (East Ahmedabad) માં દારૂ-જુગારની બદી છેલ્લાં કેટલાંક મહિનાઓથી બેફામ રીતે વધી હતી. સ્ટેટ એજન્સી અને સ્થાનિક એજન્સીઓએ પાડેલા દરોડા અને મળી આવેલો મુદ્દામાલ તેના પૂરાવાઓ છે. Ahmedabad Police કમિશનર જી. એસ. મલિકે (G S Malik IPS) છેલ્લાં એક સપ્તાહમાં બે PI ની કરેલી બદલી પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બની છે. Ahmedabad Police ના બંને પીઆઈને પોલીસ સ્ટેશન ખાતેથી હટાવી દઈ કોરાણે મુકી દેવા પાછળ દારૂ-જુગારની બદી કારણભૂત હોવાનું સામે આવ્યું છે.

મેઘાણીનગર અને સરદારનગર પીઆઈની બદલી

અમદાવાદ પોલીસ કમિશનર (Ahmedabad Police Commissioner) જ્ઞાનેન્દ્રસિંહ મલિકે ગત 25 જાન્યુઆરીના રોજ મેઘાણીનગર પોલીસ સ્ટેશન (Meghaninagar Police Station) ના પીઆઈ વાય. જે. રાઠોડ (PI Y J Rathod) ને હટાવી કંટ્રોલ રૂમમાં મુકી દીધા છે. પીઆઈ રાઠોડના સ્થાને ક્રાઈમ બ્રાંચના પીઆઈ ડી. બી. બસીયા (PI D B Basiya) ને નિમણૂંક આપવામાં આવી છે. જ્યારે 1 ફેબ્રુઆરીના રોજ સરદારનગર પોલીસ સ્ટેશન (Sardarnagar Police Station) ના સીનીયર પીઆઈ પી. વી. પટેલ (PI P V Patel) ને વિશેષ શાખામાં ખસેડી દેવાયા છે. સેકન્ડ પીઆઈ એસ. બી. ચૌધરી (PI S B Chaudhari) ને હાલ સીનીયર પીઆઈનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

PI રાઠોડ કમિશનરના બંગલા પાસે ચલાવતા હતા ધંધા

પૂર્વ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે (Sanjay Srivastava IPS) પીઆઈ વાય. જે. રાઠોડની બેએક વર્ષ પહેલાં મેઘાણીનગર પોલીસ સ્ટેશન ખાતે નિમણૂંક કરી હતી. મેઘાણીનગર પોલીસ સ્ટેશનની હદમાં ખુલ્લેઆમ દારૂ-જુગારના અડ્ડાઓ શરૂ થઈ ગયા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલે (State Monitoring Cell) ગત 24 જાન્યુઆરીના રોજ મેઘાણીનગર વિસ્તારમાં ઉપરાછાપરી દરોડા પાડી દારૂ અને જુગારના બે કેસ કર્યા હતા. એક જ દિવસમાં સ્ટેટ એજન્સીના બે દરોડામાં મેઘાણીનગર પોલીસની પોલ ખૂલી ગઈ હતી. અત્રે નોંધનીય છે કે, SMC એ દારૂના ધંધાર્થીઓ પર દરોડા પાડ્યા તે સ્થળ પોલીસ કમિશનર બંગલોની નજીક હતા.

વહીવટદારોની લડાઈમાં સરદાનગર PI ની બદલી

 Ahmedabad Police માં સૌથી વધુ બદનામ પોલીસ સ્ટેશન કોઈ હોય તો તે છે સરદારનગર. દારૂ-જુગારના ધંધાર્થીઓ પાસેથી લાખો રૂપિયાના હપ્તા મળતા હોવાથી સરદારનગર પોલીસ સ્ટેશનમાં નિમણૂંક મેળવવા PI ઓમાં હરિફાઈ ચાલતી રહે છે. થોડાક મહિનાઓ અગાઉ નિમણૂંક પામેલા પીઆઈ પી. વી. પટેલે દારૂ-જુગાર ચલાવતા બુટલેગરો પાસેથી હપ્તા ઉઘરાવવા બબ્બે વહીવટદારોની નિમણૂંક કરી હોવાની ચર્ચા છે. બંને વહીવટદારો વચ્ચે હપ્તા ઉઘરાવવા તેમજ અધિકારીઓની વર્ધી ભરવાને લઈને ઘર્ષણ ચાલી રહ્યું હતું અને તાજેતરમાં એક વહીવટદારે બીજા વહીવટદારના માણસો (પેટા વહીવટદાર) પર બુટલેગરોના માણસોનો સાથ લઈ હુમલો કરાવ્યો હતો. આ સમગ્ર મામલામાં સરદારનગર પીઆઈ પી. વી. પટેલે મૌનધારણ કરી લઈ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી ન હતી.

આ  પણ  વાંચો - Warli Painting : બજેટની બેગ પર ‘વારલી પેઇન્ટિંગ’, જાણો પરંપરાગત અને હજારો વર્ષ જૂની ચિત્રકળા વિશે

આ પણ વાંચો - Taral Bhatt : 2 હજાર કરોડના સટ્ટાકાંડમાં માનવતા ભારે પડી, તરલ ભટ્ટે મહાકાંડ કર્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Ahmedabad PoliceAhmedabad Police CommissionerBankim PatelBankim Patel JournalistEast AhmedabadG S Malik IPSGujarat FirstMeghaninagar Police StationPIPI D B BasiyaPI P V PatelPI S B ChaudhariPI Y J RathodSanjay Srivastava IPSSardarnagar Police StationSMCState Monitoring Cell
Next Article