Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ખેડા સિરપકાંડના સૂત્રધાર યોગેશ સિંધીને MLA પંકજ દેસાઈએ મોટો કર્યો ?

બેનંબરી ધંધો કરવા હોય તો ગુનેગારને પોલીસ સહિતના સરકારી વિભાગો ઉપરાંત સ્થાનિક નેતાઓને સાચવવા જરૂરી હોય છે. આ વ્યવહાર દસકાઓથી ચાલ્યો આવે છે. ખેડા જિલ્લા (Kheda District) માં મિથેનોલકાંડ બાદ આવી જ ચર્ચાઓ મોટાપાયે ઊઠી છે. લઠ્ઠાકાંડના મુખ્ય સૂત્રધાર યોગેશ...
01:39 PM Dec 11, 2023 IST | Bankim Patel

બેનંબરી ધંધો કરવા હોય તો ગુનેગારને પોલીસ સહિતના સરકારી વિભાગો ઉપરાંત સ્થાનિક નેતાઓને સાચવવા જરૂરી હોય છે. આ વ્યવહાર દસકાઓથી ચાલ્યો આવે છે. ખેડા જિલ્લા (Kheda District) માં મિથેનોલકાંડ બાદ આવી જ ચર્ચાઓ મોટાપાયે ઊઠી છે. લઠ્ઠાકાંડના મુખ્ય સૂત્રધાર યોગેશ સિંધીના સંપર્કો નશાબંધી (Prohibition and Excise Department Gujarat) અને ફૂડ એન્ડ ડ્ર્ગ્સ વિભાગ (Food and Drugs Department Gujarat) સાથે તો હતા જ, પરંતુ 6 ટર્મથી નડિયાદ વિધાનસભા (Nadiad Constituency) બેઠક પર ચૂંટાઈ આવતા BJP MLA પંકજ દેસાઈ (Pankaj Desai) સાથે વિશેષ હતા. ભાજપની રેલી હોય કે બિલોદરા જેલ (Bilodara Jail) નો કાર્યક્રમ યોગેશ સિંધી હંમેશા આગળની હરોળમાં જોવા મળતો હતો. આજે યોગેશ ઉર્ફે યોગી સિંધીના કારણે રાજ્ય સરકાર (Government of Gujarat) બચાવની મુદ્ધામાં આવી ગઈ છે. મિથેનોલકાંડને સિરપકાંડમાં લઈ જવા માટે આખેઆખુ સરકારી તંત્ર ધંધે લાગી ગયું છે.

નડિયાદમાં પંકજ દેસાઈનો દબદબો : ભાજપના પાયાના કાર્યકર પંકજ દેસાઈ ઉર્ફે ગોટીયાનું નડિયાદ અને આસપાસના વિસ્તારોમાં ત્રણ દસકાથી પ્રભુત્વ છે. નડિયાદ વિધાનસભા મતક્ષેત્રમાં પોલીસ વિભાગ હોય કે અન્ય સરકારી વિભાગ ત્યાં માત્રને માત્ર પંકજ દેસાઈનો સિક્કો પડે છે. 1998થી ધારાસભ્ય બનતા પંકજ દેસાઈ ગુજરાત સરકારમાં મુખ્ય દંડક પણ રહી ચૂક્યા છે. કોંગ્રેસના દિનશા પટેલ (Dinsha Patel) જેવા શક્તિશાળી નેતાના ગઢમાં ગાબડું પાડનારા પંકજ દેસાઈને અઢી વર્ષ અગાઉ મહાગુજરાત મેડિકલ સોસાયટી (Mahagujarat Medical Society) માં ઉપ પ્રમુખનું સ્થાન આપવામાં આવ્યું હતું. મહાગુજરાત મેડિકલ સોસાયટીના સ્થાપકોમાં દિનશા પટેલની મહત્વની ભૂમિકા હતી.

મહાગુજરાત હોસ્પિટલની ભૂંડી ભૂમિકા ? : ગત નવેમ્બર મહિનાના અંતમાં નડિયાદના બિલોદરા ગામે થયેલા લઠ્ઠાકાંડ-મિથેનોલકાંડમાં 7 લોકો મોતને ભેટી ચૂક્યાં છે. રાજકીય આગેવાનો હસ્તકની ટ્રસ્ટ સંચાલિત નડિયાદની મહાગુજરાત હોસ્પિટલ (Mahagujarat Hospital) ની મિથેનોલકાંડમાં શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે. ઝેરી પીણું પીધા બાદ ગંભીર રીતે બિમાર થયેલા સ્થાનિકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ત્યારે તે માહિતી હોસ્પિટલ તંત્ર દ્ધારા છુપાવવામાં આવી હતી. હોસ્પિટલમાં દાખલ થયેલા પાંચેક દર્દીઓના મોત થયા હતા. આ મામલે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (Chief District Health Officer) એ મહાગુજરાત હોસ્પિટલને નોટિસ આપી ખૂલાસો પણ પૂછ્યો છે. ગંભીર બેદરકારી દાખવનારા હોસ્પિટલ તંત્રના તાર સ્થાનિક રાજકીય નેતાઓ સાથે સીધી રીતે જોડાયેલા છે.

 



સિંધીની નેતાઓથી મીલીભગતની ચર્ચા : ત્રણેક વર્ષ અગાઉ યોગેશ સિંધીએ શરૂ કરેલા યુનિટ-સ્ટોરનું ઉદ્ઘાટન MLA પંકજ દેસાઈ કરી ચૂક્યાં છે. ભાજપની રેલી હોય કે ચૂંટણી પ્રચાર કે પછી જાહેર કાર્યક્રમો યોગેશ સિંધી હંમેશા પંકજ દેસાઈના પડખે જોવા મળતો હતો. એક ચર્ચા અનુસાર યોગેશ સિંધી ભાજપનો કાર્યકર છે. યોગેશ સિંધીના તાર ખેડાના સાંસદ (Kheda MP) અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ (Devusinh Chauhan) સહિતના નેતાઓ સાથે પણ જોડાયેલા છે. ભાજપના નેતાઓ સાથેના સંબંધોના કારણે યોગેશને બિલોદરા જેલમાં પણ આસાનીથી પ્રવેશ મળી જતો હતો. બિલોદરા જેલમાં યોજાયેલા કાર્યક્રમોમાં યોગેશની હાજરીના તેમજ પંકજ દેસાઈ સહિતના ભાજપના નેતાઓ સાથેના ફોટા હાલ સોશિયલ મીડિયા (Social Media) માં વાયરલ થયા છે.

સોશિયલ મીડિયામાંથી ફોટા ગાયબ : યોગેશ સિંધીની નડિયાદી નેતા પંકજ દેસાઈ સાથેની તેમજ પોલીસ-જેલ અધિકારીઓ સાથેની તસ્વીરો ભારે વાયરલ (Viral Photos) થઈ છે. પોલીસ ફરિયાદ થતાંની સાથે જ યોગેશ સિંધીના પંકજ દેસાઈ, કેન્દ્રીય મંત્રી દેવુસિંહ તેમજ અધિકારીઓ સાથેના ફોટા સોશિયલ મીડિયામાંથી હટાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત મિથેનોલકાંડ માટે મુખ્ય જવાબદાર યોગેશ સિંધીના મોબાઈલ ફોનમાં રહેલા રહસ્યોને પણ દફન કરી દેવાની કોશિષ થઈ છે.

આ  પણ  વાંચો -સિરપ માફિયાના ભાગીદાર મેહુલ ડોડીયાના રાજીનામાના ખેલમાં કોણ છે સામેલ

 

Tags :
Alcohol MafiaBankim Patel AhmedabadBankim Patel JournalistBankim Patel ReporterBJP LeaderBJP Ministerbjp-mlaChief District Health OfficerDevusinh ChauhanDevusinh Chauhan MinisterDevusinh Chauhan MPDinsha PatelGovernment Of GujaratGujarat FirstGujarat PoliceGujarati Newsintoxicating syrupKheda districtKheda MPL M Dindod IASMahagujarat Medical SocietyMinister of State in the Ministry of CommunicationsNadiad AssemblyNadiad ConstituencyNadiad MLAPANKAJ DESAIPankaj Desai MLAPankajkumar Desaiprohibition and excise department gujaratProhibition DirectorSheth H J Mahagujarat HospitalViral Photosકેમિકલકાંડલઠ્ઠાકાંડસિરપકાંડ
Next Article