Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Cow Killing : ચોરીના ગૌવંશનું માંસ અમદાવાદમાં વેચતી ટોળકી કલોલમાંથી ઝડપાઈ

Cow Killing : ગૌવંશની હત્યાનો સખ્ત કાયદો હોવા છતાં અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યભરમાં માંસ (Beef) નો ગેરકાયદેસર વેપલો આજે પણ યથાવત છે. આ વાતનો પૂરાવો ગાંધીનગર જિલ્લા (Gandhinagar District) ની કલોલ તાલુકા પોલીસે આપ્યો છે. રખડતી ગાયોની ચોરી કરી ખુલ્લી...
01:28 PM Apr 03, 2024 IST | Bankim Patel
Big beef market in Ahmedabad

Cow Killing : ગૌવંશની હત્યાનો સખ્ત કાયદો હોવા છતાં અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યભરમાં માંસ (Beef) નો ગેરકાયદેસર વેપલો આજે પણ યથાવત છે. આ વાતનો પૂરાવો ગાંધીનગર જિલ્લા (Gandhinagar District) ની કલોલ તાલુકા પોલીસે આપ્યો છે. રખડતી ગાયોની ચોરી કરી ખુલ્લી જમીનમાં કતલ (Cow Killing) કરી તેનું માંસ વેચવાનો ધંધો પકડાયેલી ટોળકી છેલ્લાં એક વર્ષથી ચલાવી રહી હોવાનો ચોંકાવનારો ખૂલાસો પોલીસ તપાસમાં થયો છે. પકડાયેલા ચાર આરોપીઓ ઉપરાંત 3 આરોપી હાલ કલોલ તાલુકા પોલીસ સ્ટેશન (Kalol Taluka Police Station) ના ચોપડે ફરાર છે. કેવી રીતે ચાલતો હતો ગૌમાંસનો વેપાર (Beef Trade) વાંચો આ અહેવાલમાં...

ગૌવંશ ચોર-કસાઈ ટોળકી કેવી રીતે પકડાઈ ?

કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગત એપ્રિલ-2023 અને તાજેતરમાં 27 માર્ચના રોજ ગૌવંશ કતલની બે ફરિયાદ (FIR) નોંધાઈ હતી. તાજેતરમાં નોંધાયેલી ફરિયાદ બાદ કલોલ તાલુકા મહિલા પીઆઈ યુ. એસ. પટેલે (PI U S Patel) ગંભીરતાપૂર્વક લીધી હતી. વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોની રજૂઆત બાદ તપાસ વેગવાન બનાવવામાં આવી હતી. પોલીસ કોન્સ્ટેબલ નિકુંજભાઇ કેશાભાઇની બાતમી અને આરોપીઓના મોબાઈલ ટાવર લોકેશનના ડેટા આધારે કેટલાંક શખ્સોને ઓળખી કઢાયા હતાં. જે પૈકી પાંચને ઝડપી લેવાયા છે. જેમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર હતો. જ્યારે 3 આરોપીઓને ફરાર દર્શાવાયા છે.

પકડાયેલા અને ફરાર આરોપીઓની ભૂમિકા

અમદાવાદના મિરઝાપુરનો બુરહાનુદ્દીન કુરેશી, કલોલ તાલુકાના છત્રાલનો નાસીર પઠાણ, યાસીફ કુરેશી અને કડીનો ઈનાયત સૈયદ ઉર્ફે બોરો પોલીસની ગિરફતમાં છે. જ્યારે કડીનો શાહરૂખ ઉર્ફે ઘઉ અને અમદાવાદના બાપુનગરમાં રહેતા સલમાન કુરેશી તથા આસિફ ઉર્ફે પૂંજી પોલીસ ચોપડે ફરાર છે. યાસીફ કુરેશી ગૌવંશ કતલ (Cow Killing) કરવાના સ્થળની રેકી કરતો હતો. જ્યારે નાસીર, ઈનાયત અને શાહરૂખ ગૌવંશની ચોરી કરીને નક્કી કરેલા સ્થળે બુરહાનુદ્દીનની મદદથી કતલ કરતા હતા. કતલ કર્યા બાદ બુરહાનુદ્દીન ગૌમાંસને વાહનમાં અમદાવાદની મિરઝાપુર મટન માર્કેટ (Mirzapur Mutton Market) માં ઠાલવતો હતો. બાપુનગરનો સલમાન અને આસિફ અગાઉ કલોલ તાલુકાના આરોપીઓ પાસેથી ગૌમાંસ ખરીદી ચૂક્યાં છે.

ગાયો ચોરી કલોલમાં જ કતલ કરાતી

કલોલ તાલુકા (Kalol) માં રખડતી ગાયો અને ગૌવંશને ટાર્ગેટ કરી કસાઈ ટોળકી ઉપાડી લેતી હતી. ગૌવંશની ચોરી કર્યા બાદ તેની કતલ કરવા માટે ખુલ્લી નધણીયાત જમીનની છત્રાલનો યાસીફ રેકી કરી શોધી કાઢતો અને બાકીના આરોપીઓ સાથે મળી ગોવંશની કતલ (Cow Killing) કરવામાં આવતી હતી. ગૌવંશનું માંસ બંધ બોડીના વાહનમાં ભરીને અમદાવાદની મટન માર્કેટમાં લઈ જવાતું હતું. જ્યારે શીંગડા સહિતનો કચરો જે-તે સ્થળ પર જ છોડી દેવાતો હતો.

અમદાવાદમાં ખુલ્લેઆમ ગૌ માંસનો થાય છે વેપાર

ગૌવંશનો કડક કાયદો અમલમાં આવ્યા બાદ કસાઈઓ અમદાવાદની આસપાસના જિલ્લાઓમાં પોતાનું નેટવર્ક સ્થાપ્યું છે. ચોરીના ગૌવંશમાં વકરો એટલો નફો હોવાથી કસાઈ ટોળકી (Butcher Gang) આવા રખડતા ઢોરોની ચોરી કરે છે. પાડોશી જિલ્લાઓમાં આ નેટવર્ક છેલ્લાં કેટલાંય વર્ષોથી ચાલી રહ્યું છે. તંત્રના કેટલાંક ભ્રષ્ટ લોકો અને ગૌવંશની બાતમી આપતા ખબરી આ નેટવર્ક ચલાવતા કસાઈઓ પાસેથી મહિને લાખો રૂપિયાનો હપ્તો પણ ઉઘરાવે છે. અમદાવાદના મિરઝાપુર અને રખિયાલ-બાપુનગર સહિતના વિસ્તારોમાં ગૌવંશનું માંસ ખુલ્લેઆમ વેચાય છે અને તંત્રને તેની પૂરેપૂરી જાણકારી પણ છે.

 

આ  પણ  વાંચો - Rajkot : ગાયની અડફેટથી યુવાનનું મોત, કોર્પોરેશનને 14 લાખ વળતર ચૂકવવા આદેશ

આ  પણ  વાંચો - Padra : તાડી પ્રકરણમાં હત્યા બાદ પણ દારૂના ધંધા ચાલુ, SMC ની રેડ

 

Tags :
AhmedabadBankim PatelbeefButcher GangCow KillingGandhinagar DistrictGujarat FirstKalolKalol Taluka Police StationMirzapur Mutton MarketPI U S Patel
Next Article