Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PMJAY : પ્રધાનમંત્રીની નિઃશુલ્ક યોજનામાં પણ ભ્રષ્ટાચાર, લાંચીયો ઝડપાયો

PMJAY : દેશમાં કે રાજ્યમાં કોઈની પણ સરકાર હોય, પરંતુ ભ્રષ્ટાચારની બદી ખદબદતી જ રહે છે. ગુજરાતમાં કોઈ એવો સરકારી વિભાગ કે કચેરી કે પછી આઉટસોર્સ કર્મચારી (સરકાર વતી કામ કરતા ખાનગી વ્યક્તિ) નથી જે ભ્રષ્ટાચારના સડાથી બાકાત હોય. ગુજરાત...
05:23 PM Apr 20, 2024 IST | Bankim Patel
Illiterate and poor people are easy prey for Corruption

PMJAY : દેશમાં કે રાજ્યમાં કોઈની પણ સરકાર હોય, પરંતુ ભ્રષ્ટાચારની બદી ખદબદતી જ રહે છે. ગુજરાતમાં કોઈ એવો સરકારી વિભાગ કે કચેરી કે પછી આઉટસોર્સ કર્મચારી (સરકાર વતી કામ કરતા ખાનગી વ્યક્તિ) નથી જે ભ્રષ્ટાચારના સડાથી બાકાત હોય. ગુજરાત એસીબી (Gujarat ACB) ભ્રષ્ટાચારીઓમાં ડર બેસાડવા માટે સતત પ્રયત્નશીલ રહી છે અને રહેશે. કચ્છ ગાંધીધામ (Kutch Gandhidham) ની ખાનગી હૉસ્પિટલમાં એસીબી ડીકોય (ACB Decoy) માં એક ખાનગી વ્યક્તિ 500 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે. ગરીબો-જરૂરિયાતમંદો માટેની આયુષ્યમાન કાર્ડ (PMJAY) લાભાર્થીઓ પાસેથી આખા રાજ્યમાં રૂપિયા ખંખેરવામાં આવી રહ્યાં છે. કયાંક 500 રૂપિયા તો ક્યાંક 2500 રૂપિયા જેવો જિલ્લો અને જેવું શહેર.

શું છે કેસની સમગ્ર હકિકત ?

કચ્છ એસીબી (Kutch ACB) ને માહિતી મળી હતી કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (Pradhan Mantri Jan Arogya Yojana) હેઠળ નિઃશુલ્ક નીકળતા આયુષ્યમાન કાર્ડ માટે ગરીબ-જરૂરિયાતમંદો પાસેથી રૂપિયા ખંખેરવામાં આવે છે. આથી પીઆઈ એસીબી કચ્છ પૂર્વ ગાંધીધામે (ACB Kutch East Gandhidham) એક ખાનગી વ્યક્તિને તૈયાર કરી આયુષ્યમાન કાર્ડ (Ayushman Card) કઢાવવા માટે ગાંધીધામની ર્સ્ટલિંગ હૉસ્પિટલ (Sterling Hospital) ખાતે મોકલી હતી. હૉસ્પિટલ ખાતે આયુષ્યમાન કાર્ડ હેલ્પ ડેસ્ક પર જવાબદારી સંભાળનાર શખ્સે કામગીરીના બદલામાં 500 રૂપિયાની લાંચ માગી હતી. ડિકોયર પાસેથી લાંચ સ્વીકારતા એસીબીના અધિકારીએ હર્ષ ગુર્જર નામના એક બિન સરકારી શખ્સને ઝડપી લઈ તેની સામે કાર્યવાહી આરંભી છે.

કેમ એસીબીએ ડીકોય કરવી પડી ?

રાજ્યમાં ભ્રષ્ટાચારને કાબૂમાં કરવા માટે ગુજરાત એસીબી ટીમ (ACB Team Gujarat) મથામણ કરી રહી છે. બેફામ ભ્રષ્ટાચારને અટકાવવા માટે મોટાભાગના પીડિતો એસીબીનો સંપર્ક કરવાનું ટાળે છે. પ્રજાલક્ષી સરકારી કામગીરી કરતા બાબુઓ અને આઉટસોર્સ કર્મચારી (બિન સરકારી કર્મચારી) ઓ અભણ ગરીબ-જરૂરિયાતમંદોને લાંચ-વ્યવહારના નામે લૂંટી રહ્યાં છે તે જગ જાહેર છે. જ્યારે કોઈ ફરિયાદી એસીબી સમક્ષ આવવાનું ટાળતો હોય તો તેવા કિસ્સામાં એસીબીના અધિકારી પોતાના પરિચિત ખાનગી વ્યક્તિને વિશ્વાસમાં લઈને તેને અરજદાર અથવા લાભાર્થી તરીકે મોકલી આપી લાંચીયાઓને પકડવા ડિકોય (Decoy) નું આયોજન કરે છે.

ભ્રષ્ટાચાર પાછળ કોણ જવાબદાર ?

17,800 રૂપિયાનો પગાર (મહિના 30 દિવસ લેખે રોજના લગભગ 600 રૂપિયા) મેળવતા હર્ષ ગુર્જરને એસીબીએ લાંચ લેતા ઝડપી પાડ્યો છે. હર્ષ ગુર્જર લાંચ કેસનો મુખ્ય આરોપી છે. એસીબીની તપાસ નિયમ અને કાર્યપ્રણાલી અનુસાર હર્ષ ગુર્જર સુધી સિમિત રહેશે. વાસ્તવમાં લાંચની પ્રથાથી હૉસ્પિટલ સત્તાવાળા કેટલાં જાણકાર હતા તે એક મોટો સવાલ છે. ગુજરાતના તમામ નાના-મોટા શહેરોની ખાનગી હૉસ્પિટલમાં PMJAY અંતર્ગત આયુષ્યમાન કાર્ડ કઢાવવા વ્યવહાર કરવો પડે છે. નજર સમક્ષ ખદબદતી લાંચની બદીથી હૉસ્પિટલ સત્તાવાળા (Hospital Authorities) ઓ અજાણ હોય તેવું માનવાને કોઈ કારણ નથી. કેટલાંક કિસ્સાઓમાં તો કર્મચારીને ચોપડે અપાતો પગાર અને તેના ખિસ્સામાં પહોંચતી રોકડની વચ્ચે તફાવત હોય છે. ગુજરાત સરકાર (Gujarat Government) ની આઉટસોર્સિંગ (Outsourcing) ની નિતી પણ ભ્રષ્ટાચાર માટે તેટલી જ કારણભૂત છે.

આ  પણ  વાંચો - Loksabha Election : ચકચારી કેસમાં પોલીસ ચોપડે ફરાર પૂર્વ સાંસદે ઉમેદવારી નોંધાવી

આ  પણ  વાંચો - Big Racket : 1.15 કરોડના ઠગાઈ કેસમાં હોંગકોંગ સૌરાષ્ટ્ર કનેકશનનો પર્દાફાશ

આ  પણ  વાંચો - Home Department : કોણે-કોણે નિમણૂકમાં ધાર્યા નિશાન પાર પાડ્યા ?

 

Tags :
ACB DecoyACB Kutch East GandhidhamACB Team GujaratAyushman CardBankim PatelDecoyGujarat ACBGujarat FirstGujarat GovernmentHospital authoritiesJournalist Bankim PatelKutch ACBKutch GandhidhamOutsourcingPMJAYPradhan Mantri Jan Arogya YojanaSterling Hospital
Next Article