Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat રાજ્યની લગભગ તમામ જેલ હાઉસફૂલ, કેદીઓની સ્થિતિ દયનીય

Gujarat : જેલમાં રહેતા કેદીઓ (Prisoners) ને પણ ચોક્કસ સુવિધાઓ આપવાની કાયદામાં જોગવાઈ છે. આમ છતાં ગુજરાત રાજ્યની જેલો (Gujarat Prisons) માં પુરૂષ અને મહિલા કેદીઓને ઘેટાં બકરાંની જેમ ભરવામાં આવી રહ્યાં છે. સજાના ભાગરૂપે જેલમાં જતા કેદીઓની હાલત પ્રાણીઓથી...
gujarat રાજ્યની લગભગ તમામ જેલ હાઉસફૂલ  કેદીઓની સ્થિતિ દયનીય

Gujarat : જેલમાં રહેતા કેદીઓ (Prisoners) ને પણ ચોક્કસ સુવિધાઓ આપવાની કાયદામાં જોગવાઈ છે. આમ છતાં ગુજરાત રાજ્યની જેલો (Gujarat Prisons) માં પુરૂષ અને મહિલા કેદીઓને ઘેટાં બકરાંની જેમ ભરવામાં આવી રહ્યાં છે. સજાના ભાગરૂપે જેલમાં જતા કેદીઓની હાલત પ્રાણીઓથી પણ બદતર છે. મર્યાદા કરતાં વધુ કેદીઓના લીધે બેરેકની હાલત મુંબઈની ખોલીઓ જેવી થઈ ગઈ છે. તાજેતરમાં જ ઉડતી જેલ મુલાકાત લઈને આવેલી એક શખ્સે Gujarat First ને કેટલીક માહિતી આપી. માહિતીની ખરાઈ કરવા જેલ સત્તાવાળા (Jail Authorities Gujarat) પાસેથી આંકડા જાણવામાં આવ્યા તો આ વાત સાચી અને ચોંકાવનારી સાબિત થઈ છે. કેટલીક જેલમાં તો, ક્ષમતા કરતાં અઢી ગણા તો ક્યાંક બમણા કેદીઓ છે. ગુજરાતની લગભગ તમામ જેલોમાં માનવ અધિકારનો સરેઆમ ભંગ (Human Rights Violations) થઈ રહ્યો છે.

Advertisement

રાજ્યમાં કેદીઓની હાલત પશુ જેવી

ગુજરાત રાજ્યમાં હાલ કુલ 30 જેલ કાર્યરત છે. જેમાં 4 મધ્યસ્થ જેલ (Central Jail) 12 જિલ્લા જેલ (District Jail) 8 સબ જેલ (Sub Jail) બે ખાસ જેલ (Special Jail) 3 ઑપન જેલ (Open Jail) અને એક અમદાવાદ મહિલા જેલ (Ahmedabad Women's Jail) નો સમાવેશ થાય છે. અમદાવાદ મહિલા જેલ, ત્રણ ખુલ્લી જેલ, પાલારા ખાસ જેલ (Palara Jail) મહેસાણા અને રાજપીપળા જિલ્લા જેલને બાદ કરતાં તમામ જેલમાં કેદીઓ ઘેટાં બકરાંની જેમ રહેવા મજબૂર બન્યાં છે.

સૌથી ખરાબ સ્થિતિ આ જેલોમાં

Gujarat ની જેલોમાં સૌથી ખરાબ સ્થિતિ ગોધરા સબ જેલની છે. Godhara Jail માં 133 પુરૂષ કેદીઓની ક્ષમતા સામે 313 કેદીઓ રહી રહ્યાં છે. એટલે કે, અઢી ગણા કેદીઓ. મોરબી સબ જેલમાં પણ સ્થિતિ ખરાબ છે. Morbi Jail માં 143 પુરૂષ કેદીની ક્ષમતા સામે 294 કેદી એટલે કે, બમણાથી વધુ. જૂનાગઢ જિલ્લા જેલની પણ સ્થિતિ આવી જ કંઈક છે. Junagadh Jail માં 250 પુરૂષ કેદી રાખવાની ક્ષમતા સામે 550 કેદીઓ એટલે કે, બમણાંથી 50 કેદી વધુ છે. ખાસ જેલો પૈકીની પોરબંદર જેલ (Porbandar Jail) માં પણ 110 કેદીની ક્ષમતા સામે હાલ 214 કેદી જેલવાસ ભોગવી રહ્યાં છે. સુરેન્દ્રનગર સબ જેલ (Surendranagar Jail) માં 116 કેદીની સામે 204, પાલનપુર જિલ્લા જેલ (Palanpur Jail) માં 260 પુરૂષ કેદીની સામે 401 કેદી, છોટા ઉદેપુર સબ જેલ (Chhota Udaipur Jail) માં 102 કેદી સામે 179 કેદી, ગળપાદર જિલ્લા જેલ (Galpadar Jail) માં 250 કેદીની સામે 365 કેદી, અમરેલી જિલ્લા જેલ (Amreli Jail) માં 248 કેદીની ક્ષમતા સામે 309 કેદી, નડિયાદ જિલ્લા જેલ (Nadiad Jail) માં 379 કેદીઓની ક્ષમતા સામે 459 પુરૂષ જેલમાં કેદ છે.

Advertisement

મધ્યસ્થ જેલમાં પુરૂષ કેદીઓની સંખ્યા

Ahmedabad Central Jail : 2,646 પુરૂષ કેદીની સામે 3,699 કેદી (ક્ષમતા કરતા 1,053 કેદી વધુ)
Vadodara Central Jail : 955 પુરૂષ કેદીની સામે 1,687 કેદી (ક્ષમતા કરતા 732 કેદી વધુ)
Rajkot Central Jail : 1,147 પુરૂષ કેદીની સામે 2,079 કેદી (ક્ષમતા કરતા 932 કેદી વધુ)
Lajpor Central Jail : 2,757 પુરૂષ કેદીની સામે 3,065 કેદી (ક્ષમતા કરતા 308 કેદી વધુ)

મહિલા કેદીઓની આ જેલોમાં સ્થિતિ ખરાબ

જૂનાગઢ જેલમાં પુરૂષ કેદીઓ જેવી જ સ્થિતિ મહિલા કેદીઓની છે. Junagadh District Jail માં 15 મહિલા કેદીઓની ક્ષમતા સામે બમણી એટલે કે, 30 મહિલાઓ કેદ છે. આવી જ પરિસ્થિતિ છોટા ઉદેપુર જેલમાં મહિલાઓની છે. અહીં 5 મહિલા કેદીની સામે 10 મહિલાઓ જેલમાં છે. જામનગર જિલ્લા જેલમાં પુરૂષ કેદીઓ જેવી જ સ્થિતિ મહિલા કેદીઓની છે. Jamnagar Jail માં 10 મહિલા કેદીની ક્ષમતા સામે 15 સ્ત્રી કેદી છે. Surendranagar Jail માં 9 સ્ત્રી કેદીઓની ક્ષમતા સામે 15 અને Palanpur Jail માં 8 મહિલા કેદીની ક્ષમતા સામે 12 મહિલાઓ જેલવાસ ભોગવી રહી છે. અત્રે નોંધનીય છે કે, મોડાસા સબ જેલ (Modasa Jail) માં 5 મહિલા કેદીની ક્ષમતા સામે એકપણ સ્ત્રી કેદી નથી.

Advertisement

કઈ જેલોમાં સ્થિતિ સામાન્ય છે ?

રાજ્યની જિલ્લા જેલોમાં પુરુષ કેદીઓની ક્ષમતા સામે સૌથી સારી સ્થિતિ રાજપીપળા જિલ્લા જેલની છે.  Rajpipla Jail માં 325 પુરૂષ કેદીઓની ક્ષમતા સામે માત્ર 107 કેદી છે. મહેસાણા જિલ્લા જેલ (Mahesana Jail) માં પણ 290 પુરૂષ કેદી સામે 276 કેદીઓ જ છે.  Gujarat માં આવેલી ત્રણ ખુલ્લી જેલ Amreli Open Jail, Junagadh Open Jail અને Danteshvar Open Jail માં અનુક્રમે 40-40-60 કેદીઓની ક્ષમતા સામે 13-18-25 કેદીઓ જેલવાસ ભોગવી રહ્યાં છે. ગોંડલ સબ જેલ (Gondal Jail) માં પુરૂષ તેમજ મહિલા કેદીઓની સ્થિતિ સામાન્ય છે.

(આંકડા તારીખ 28 જૂન 2024ની સ્થિતિએ)

આ પણ  વાંચો- Police જુગાર પકડવાના બદલે હવે ખૂદ રમાડી લાખો-કરોડો કમાય છે

આ પણ  વાંચો- Nirlipt Rai : નિર્લિપ્ત રાયની ટીમ SMC માં ભ્રષ્ટાચાર ?

આ પણ  વાંચો- Tathya Patel Case : તથ્યકાંડની જગુઆર ગાયબ થઈ તો ક્યાંથી આવી ?

Tags :
Advertisement

.