Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad Police : હેડ કૉન્સ્ટેબલ પર હુમલાના કેસમાં DG ઑફિસે માગ્યો ખૂલાસો

Ahmedabad Police : પોલીસ પર ગુનેગારોનો હુમલો થવો એ અસાધારણ ઘટના છે. ભૂતકાળમાં પણ જુદાજુદા શહેર-જિલ્લામાં પોલીસ પર બુટલેગરો હુમલા કરી ચૂક્યાં છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં બુટલેગરોએ જાન્યુઆરી-2022માં પોલીસવાળાઓને રોડ પર દોડવી દોડાવીને માર્યા હતા. આ ઘટના બાદ પણ અન્ય...
ahmedabad police   હેડ કૉન્સ્ટેબલ પર હુમલાના કેસમાં dg ઑફિસે માગ્યો ખૂલાસો

Ahmedabad Police : પોલીસ પર ગુનેગારોનો હુમલો થવો એ અસાધારણ ઘટના છે. ભૂતકાળમાં પણ જુદાજુદા શહેર-જિલ્લામાં પોલીસ પર બુટલેગરો હુમલા કરી ચૂક્યાં છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં બુટલેગરોએ જાન્યુઆરી-2022માં પોલીસવાળાઓને રોડ પર દોડવી દોડાવીને માર્યા હતા. આ ઘટના બાદ પણ અન્ય ઘટનાઓ શહેરમાં બની છે. પોલીસ પર હુમલા પાછળનું કારણ માત્ર દરોડો નથી હોતો. આ વાત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જાણે છે. અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં આધેડ વયના હેડ કૉન્સ્ટેબલ પર બુટલેગરોએ હુમલો કરતા સરદાનગર પોલીસે (Sardarnagar Police) એક જ પરિવારના 4 સભ્યો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે. બીજી તરફ અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad Police) પાસે હેડ કૉન્સ્ટેબલ પર હુમલાની ઘટના અંગે ડીજી ઑફિસે અનેક સવાલના જવાબ માગ્યા છે.

Advertisement

ઇજાગ્રસ્ત કૉન્સ્ટેબલે શું લખાવી ફરિયાદ ?

સરદારનગર પોલીસ સ્ટેશન (Sardarnagar Police Station) માં પાંચેક વર્ષથી હેડ કૉન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રમેશસિંહ કાળુસિંહ ઝાલાએ બુટલેગર પરિવાર સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે. ગત 15 મેના બુધવારની રાતે રમેશસિંહ ઝાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાના મોટર સાયકલ પર પેટ્રોલીંગ કરતા હતા તે સમયે તેમને વિદેશી દારૂની ખાનગી બાતમી મળી હતી. પ્રોહી બુટલેગર અલકા ગાયકવાડના ઘરમાં વિદેશી દારૂ લાવી હોવાની માહિતી મળતા રમેશ ઝાલા એકલાં સ્થળ પર પહોંચી ગયા હતા. ઘરમાં તપાસ કરતા બીયરની એક પેટી મળી આવી હતી. આ બાબતે હેડ કૉન્સ્ટેબલ રમેશ ઝાલાએ દારૂ ક્યાંથી લાવ્યા તેની પૂછપરછ કરતાં બુટલેગર પરિવારના સભ્યો ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો બોલી "તને જીવતો જવા દેવાનો નથી" તેવી ધમકી આપી હતી. અચાનક જ બુટલેગર પરિવારના સભ્યો અલકા ગાયકવાડ, અલકાના પુત્ર સાગર અને રાજ તેમજ સાગરની પત્ની શ્વેતાએ હુમલો કરી દીધો હતો. જીવલેણ હુમલો થતાં રમેશ ઝાલા બુટલેગરના ઘરેથી જીવ બચાવીને લોહીલુહાણ હાલતમાં બાઈક પર કુબેરનગર ડીસ્ટાફ ઑફિસ પહોંચ્યા હતા. સમગ્ર ઘટના અંગે ડીસ્ટાફ ઑફિસમાં હાજર પોલીસ અધિકારી-કર્મચારીઓને જાણ કરતા દરમિયાન રમેશ ઝાલા બેહોશ થઈ ગયા હતા. ખાનગી હૉસ્પિટલમાં ખસેડાયેલા રમેશ ઝાલાની તબીબી તપાસમાં પાસળીના ભારે પાંચ ફ્રેક્ચર હોવાનું તેમજ માથામાં ઈજા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતાંની સાથે જ અમદાવાદ પોલીસ (Ahmedabad Police) દોડતી થઈ ગઈ હતી. અલકા અને શ્વેતાની Ahmedabad Police એ ધરપકડ કરી છે. જ્યારે ધરપકડના ડરથી ફરાર થઈ ગયેલા સાગર ગાયકવાડને ગુજરાત-મહારાષ્ટ્ર સરહદ પરથી વલસાડ પોલીસે (Valsad Police) ઝબ્બે કરી લીધો છે.

Advertisement

DG ઑફિસે અનેક સવાલના જવાબ માગ્યા

ગાંધીનગર પોલીસ ભવન (Police Bhavan) માં બેસતા નાયબ પોલીસ મહાનિરિક્ષક (Law and Order) દીપક મેઘાણી (Deepak Meghani) એ અમદાવાદ પોલીસ કમિશનર પાસે આરોપીના ગુનાહિત ઇતિહાસ સાથેનો વિગતવાર અહેવાલ માગ્યો છે. સાથે પાંચ પ્રશ્નોના ઉત્તર પણ માગવામાં આવ્યા છે.

Advertisement

  1. શાં માટે તથા કેવા સંજોગોમાં પોલીસ કર્મચારી એકલા દરોડો પાડવા ગયા ? ટીમ કેમ નહીં ?
  2. દરોડો પાડવા જતાં પહેલાં સ્ટેશન ડાયરીની એન્ટ્રી કરી હતી કે કેમ ?
  3. શું કોઈ વરિષ્ઠ અધિકારીને જાણ કરવામાં આવી હતી કે કેમ ?
  4. એકલા દરોડા પાડવા જતાં પહેલાં વરિષ્ઠ અધિકારી પાસેથી કોઈ પરવાનગી લેવામાં આવી હતી કેમ ?
  5. દરોડો પાડવા ગયા ત્યારે પોલીસ કર્મચારી યુનિફોર્મમાં હતાં ?

અમદાવાદમાં દારૂ-જુગાર અને ડ્રગ્સના ધંધા બંધ ?

દારૂ-જુગાર અને ડ્રગ્સના ધંધા પર અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Crime Branch) ના ઉપરાછાપરી દરોડાને લઈને કેટલાંક બુટલેગરોએ ગણતરીના દિવસો માટે ધંધા બંધ કરવાનો નિર્ણય લીધો હતો. દરમિયાનમાં દારૂ-જુગાર અને ડ્રગ્સના ધંધા શહેરમાં જડબેસલાક બંધ કરવા અમદાવાદ પોલીસ (Ahmedabad Police) ને ઉચ્ચ કક્ષાએથી સૂચના અપાઈ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. કૉંગ્રેસના આગેવાનોએ આપેલી ચીમકી અને સરદારનગર પોલીસ સ્ટેશનની હદમાં બનેલી ઘટનાના પગલે પ્રથમ વખત શહેર પોલીસે ડ્રાય સિટીનો નિર્ણય લીધો હોવાની પોલીસ બેડામાં ચર્ચા છે.

આ  પણ  વાંચો - Ahmedabad : કબ્રસ્તાનના દબાણ ખાલી કરાવવા વક્ફ કમિટીએ કયા સમાજ સેવકને સોપારી આપી ?

આ  પણ  વાંચો - CID Crime : હવાલા રેકેટ ચલાવતી આંગડીયા પેઢીઓ કેમ રડારમાં ?

આ  પણ  વાંચો - Ex IAS : રાષ્ટ્રીય પાર્ટીને કરોડો રૂપિયાનું ફંડ આપનારા પૂર્વ અધિકારી આફતમાં

Tags :
Advertisement

.