Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શું KALKI 2898 AD ના સીકવલમાં પ્રભાસનું પાત્ર 'ભૈરવા' પામશે મૃત્યુ?

KALKI 2898 AD હાલ સિનેમાઘરોમાં ચાલી રહી છે. લોકો ફિલ્મની વાર્તા, VFX અને વિષયના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. ફિલ્મની BOX OFFICE કમાણી પણ ધમાકેદાર રહી છે. આ ફિલ્મે ફક્ત હિન્દી ભાષામાં જ 200 કરોડની કમાણી કરી લીધી છે....
શું kalki 2898 ad ના સીકવલમાં પ્રભાસનું પાત્ર  ભૈરવા  પામશે મૃત્યુ
Advertisement

KALKI 2898 AD હાલ સિનેમાઘરોમાં ચાલી રહી છે. લોકો ફિલ્મની વાર્તા, VFX અને વિષયના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. ફિલ્મની BOX OFFICE કમાણી પણ ધમાકેદાર રહી છે. આ ફિલ્મે ફક્ત હિન્દી ભાષામાં જ 200 કરોડની કમાણી કરી લીધી છે. આ ફિલ્મનો ક્રેજ હાલ ખૂબ જ વધી રહ્યો છે. લોકો ફિલ્મની વાર્તાને લઈને પોતાની અટકળો કરી રહ્યા છે. હવે ચાહકો આ ફિલ્મની સિક્વલની રાહ જોઈ રહ્યા છે. નિર્માતાઓએ ખુલાસો કર્યો હતો કે આ ભાગ ટૂંક સમયમાં રિલીઝ થશે, જેનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે.

નીતિશ ભારદ્વાજે KALKI 2898 AD વિશે કહી રસપ્રદ વાત

Advertisement

B R CHOPRA ની મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણનું પાત્ર ભજવનાર નીતિશ ભારદ્વાજે નાગ અશ્વિનની KALKI 2898 AD વિશે વાત કરી છે. તેમાં તેમણે ફિલ્મના સીકવલ વિશે વાત કરી છે. જે હાલ ચર્ચાનો વિષય બની છે. તેમણે કહ્યું છે કે, નાગ અશ્વિને મહાભારતના પાત્રો અને મહાવિષ્ણુના છેલ્લા અવતાર કલ્કીના ભાવિ જન્મનો ચતુરાઈથી ઉપયોગ કર્યો છે. તે આપણા શાસ્ત્રો અને મહાકાવ્યો ખૂબ ઊંડાણથી જાણે છે. કલ્કીએ 2898 એડીની સિક્વલની વાર્તા વિશે પણ વાત કરી, તેણીએ કહ્યું કે પ્રભાસ ઉર્ફે કર્ણને ખલનાયક દ્વારા મારી નાખવામાં આવશે, જ્યારે અશ્વત્થામા અમિતાભ બચ્ચન અને કૃષ્ણ તેને મુક્તિનો માર્ગ બતાવશે. વધુમાં મજાકમાં તેમણે એમ પણ કહ્યું હતું કે - સિક્વલમાં કૃષ્ણનો ચહેરો છુપાવવાની જરૂર નથી, હું ઉપલબ્ધ છું.

Advertisement

ફિલ્મને ડાઇરેક્ટ નાગ અશ્વિન દ્વારા કરવામાં આવી છે

KALKI 2898 AD માં મુખ્ય ભૂમિકામાં પ્રભાસ, કમલ હસન, અમિતાભ બચ્ચન અને દીપિકા પાદુકોણ છે. ફિલ્મને ડાઇરેક્ટ નાગ અશ્વિન દ્વારા કરવામાં આવી છે. ફિલ્મમાં પ્રભાસે ભૈરવની ભૂમિકા ભજવી છે, દીપિકાએ SUM-80 ની ભૂમિકા ભજવી છે, અમિતાભ બચ્ચને અશ્વત્થામાની ભૂમિકા ભજવી છે અને કમલ હાસને સુપ્રિમ યસ્કીનની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં દિશા પટણી પણ જોવા મળી રહી છે, જેણે ફિલ્મમાં રોક્સીનો રોલ કર્યો છે.

આ પણ વાંચો : Sonakshi Sinha ના લગ્નથી જરા પણ ખુશ નથી લવ સિન્હા, શત્રુઘ્નએ કહ્યું કે…

Tags :
Advertisement

Related News

featured-img
મનોરંજન

Sikandar: સિકંદર ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું, સલમાન ખાને સપરિવાર ફિલ્મ એન્જોય કરી

featured-img
રાષ્ટ્રીય

FIR For promoting betting apps: હૈદરાબાદમાં સટ્ટાબાજીની એપ્સનો પ્રચાર કરવા બદલ 25 લોકો વિરુદ્ધ ગુનો દાખલ, ટોપ 6 ટોલીવૂડ સ્ટાર્સ પણનો પણ સમાવેશ

featured-img
મનોરંજન

Chiranjeevi : બ્રિટિશ સરકાર તરફથી મળ્યો 'લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ'

featured-img
મનોરંજન

Chhavva Movie: ફિલ્મનો ક્લાઈમેક્સ કળશ સાબિત થયો

featured-img
મનોરંજન

Shah Rukh Khan: કાનૂની વિવાદમાં ફસાયો-200 કરોડનો બંગલો 'મન્નત'

featured-img
મનોરંજન

Korean Actress : લગ્ન પહેલા થઇ પ્રેગ્નન્ટ,હવે 8 વર્ષ બાદ એક્ટ્રેસ લઇ રહી છે છૂટાછેડા!

×

Live Tv

Trending News

.

×