Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Allu Arjun ફરી જેલમાં જશે? પોલીસના આ લેટરના કારણે વધી શકે છે મુશ્કેલી

Allu Arjun ફરી વધી મુશ્કેલી સોશિયલ મીડિયા એક લેટર થયો વાયરલ આ લેટર પોલીસ દ્વારા જારી કરવામાં આવ્યો Allu Arjun: સંધ્યા થિયેચર કેસમાં અલ્લુ અર્જુન(Allu Arjun)ને 13 ડિસેમ્બરના રોજ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેમને વચગાળાના જામીન પર...
allu arjun ફરી જેલમાં જશે  પોલીસના આ લેટરના કારણે વધી શકે છે મુશ્કેલી
Advertisement
  • Allu Arjun ફરી વધી મુશ્કેલી
  • સોશિયલ મીડિયા એક લેટર થયો વાયરલ
  • આ લેટર પોલીસ દ્વારા જારી કરવામાં આવ્યો

Allu Arjun: સંધ્યા થિયેચર કેસમાં અલ્લુ અર્જુન(Allu Arjun)ને 13 ડિસેમ્બરના રોજ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેમને વચગાળાના જામીન પર છોડી દેવામાં આવ્યા હતા. પરંતુ હાલમાં એક લેટર વાયરલ થઈ રહ્યો છે. એવું જાણવા મળી રહ્યું છે કે, તેના કારણે અલ્લુ અર્જુનની મુશ્કેલીઓ વધી શકે છે અને તેને ફરીથી જેલ જવું પડી શકે છે. તો ચાલો જાણીએ શું છે આ લેટરમાં..

Advertisement

શું છે આ લેટમાં

સોશિયલ મીડિયા પર એક લેટરનો ફોટો શેર કરવામાં આવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ લેટર પોલીસ દ્વારા જારી કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે, સુરક્ષા કારણોસર 'પુષ્પા 2'ના સ્ટાર્સ થિયેટરમાં ન આવે. એક રિપોર્ટ પ્રમાણે આ પત્ર ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન દ્વારા જારી કરવામાં આવ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, સંધ્યા થિયેટરમાં એક જ પ્રવેશદ્વાર છે. એટલે જ્યારે કોઈ સેલિબ્રિટી આવે છે તો ભીડને નિયંત્રિત કરવી ખૂબ મુશ્કેલી પડે છે. લેટરમાં છેલ્લે લખ્યું હતું કે, 4 ડિસેમ્બરે ફિલ્મની ટીમે ત્યાં ન આવવું.

Advertisement

આ પણ  વાંચો-Pushpa 2 Box Office લગાવી દીધી આગ, 11 માં દિવસે ફિલ્મે રચ્યો ઈતિહાસ

અલ્લુ અર્જુનની ફરી વધી મુશ્કેલી

જો આ લેટર સાચો હશે, તો અલ્લુ અર્જુનની મુશ્કેલીઓ વધી શકે છે. તેઓ હાલમાં 12 જાન્યુઆરી સુધી જામીન પર છે. જો એવું સાબિત થાય છે કે, તેની ટીમે પોલીસની સલાહને અવગણી હતી તો તેની સામે કાર્યવાહી પણ થઈ શકે છે.

નાસભાગમાં રેવતી નામની મહિલાનું મોત થયું હતું

હાલમાં લેટરનો ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં 4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં 'પુષ્પા 2'ના પ્રીમિયર શો દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. આ નાસભાગમાં રેવતી નામની મહિલાનું શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું. આ મામલે અલ્લુ અર્જુન, તેની સિક્યુરિટી ટીમ અને સિનેમા હોલ મેનેજમેન્ટ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. હવે આ કેસમાં શુક્રવારે સવારે તેના ઘરેથી અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી હતી. તે પછી નીચલી કોર્ટે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો.

આ પણ  વાંચો-Gulzar-સંવેદનાઓ બિલોરી કાચ વડે જીવનને કંડારતો સર્જક

અભિનેતાને જવાબદાર ઠેરવી શકાય નહીં

એ પછી અલ્લુ અર્જુને હાઇકોર્ટમાં અપીલ કરી હતી. શુક્રવારે હાઇકોર્ટે તેમને વચગાળાના જામીન આપ્યા હતા. હાઇકોર્ટે કહ્યું કે, નાસભાગની ઘટના માટે અભિનેતાને જવાબદાર ઠેરવી શકાય નહીં, કારણ કે તે જરૂરી પરવાનગી બાદ ફિલ્મના પ્રીમિયરમાં આવ્યો હતો. અલ્લુ અર્જુનને ચાર અઠવાડિયા માટે આ વચગાળાના જામીન મળ્યા છે. હાઇકોર્ટે તેને રૂ. 50 હજારના અંગત બૉન્ડ જમા કરાવવાનો આદેશ આપ્યો છે. 04 ડિસેમ્બરે મચેલી નાસભાગમાં રેવતીનું મોત થયું હતું. શ્રી તેજ નામના બાળકને પણ ઈજા થઈ હતી. હાલમાં તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર છે.

Tags :
Advertisement

.

×