સની દેઓલે તાનોટ માતાના મંદિરની કેમ લીધી મુલાકાત ? કારણ જાણો...
- સની દેઓલે આજે જેસલમેર સ્થિત તાનોટ માતાના મંદિરની લીધી મુલાકાત
- મને ભારતીય સૈનિકો પર ગર્વ છે-સની દેઓલ
- તાનોટ માતા અને સની દેઓલની ફિલ્મોની સફળતા વચ્ચે છે ખાસ કનેકશન
Jaisalmer: આજે બોલીવૂડના સુપરસ્ટાર સની દેઓલે જેસલમેરમાં તાનોટ માતાના મંદિરની મુલાકાત લીધી છે. સની દેઓલે પોતાની આગામી ફિલ્મ જાટની સફળતા માટે તાનોટ માતાને પ્રાર્થના કરી હતી. સની દેઓલે જેસલમેરમાં ભારતીય જવાનો સાથે ક્વાલિટી ટાઈમ પણ સ્પેન્ડ કર્યો. સની દેઓલ અને ભારતીય સૈનિકોએ વાતચીત કરી અને ગદર તેમજ બોર્ડરના ગીતો પર ડાન્સ પણ કર્યો.
ભારતીય સૈનિકો પર ગર્વ છે-સની દેઓલ
સની દેઓલ આજે બુધવારે ભારત-પાકિસ્તાન સરહદને અડીને આવેલા જેસલમેર જિલ્લાના વિશ્વ પ્રખ્યાત માતાશ્રી તાનોટ રાય માતા મંદિર પહોંચ્યો છે. સનીએ તાનોટ માતાની પૂજા કરી અને પોતાની આગામી ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરી. મંદિર પહોંચતા જ બોર્ડર સિક્યુરિટી ફોર્સે અભિનેતાનું ભાવભીનું સ્વાગત કર્યુ. સની દેઓલે BSF જવાનો સાથે ગદર અને બોર્ડર જેવી ફિલ્મોના દેશભક્તિ ગીતો પર ડાન્સ કર્યો. અભિનેતાએ સૈનિકો સાથે વાતચીત પણ કરી. મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ પોતાની ફરજ બજાવતા સૈનિકોની પ્રશંસા કરી. સની દેઓલે કહ્યું કે, દેશના સંરક્ષણની પ્રથમ હરોળ તરીકે ઓળખાતા BSF જવાનોના સમર્પણ પર મને ગર્વ છે.
આ પણ વાંચોઃ Salman Khan : દુર્લભ અને પીડાદાયક બીમારીનો સામનો કરી રહ્યો છે
તાનોટ રાય માતાના મંદિર સાથે છે ખાસ સંબંધ
ઉલ્લેખનીય છે કે સની દેઓલનો તાનોટ માતા મંદિર સાથે ખાસ સંબંધ છે. તાનોટ માતા મંદિર સૌપ્રથમ તેમની ફિલ્મ બોર્ડરમાં દર્શાવવામાં આવ્યું હતું. બોર્ડર ફિલ્મ ઈન્ડિયન સીનેમાની બ્લોકબસ્ટર્સ પૈકીની એક ફિલ્મ છે. સની દેઓલે ગદર-2ની સફળતા માટે પણ તાનોટ માતા મંદિરે પ્રાર્થના કરી હતી. ગદર-2 પણ બ્લોકબસ્ટર રહી હતી. હવે સની દેઓલ પોતાની આગામી ફિલ્મ જાટની સફળતા માટે તાનોટ મંદિરે પ્રાર્થના કરવા પહોંચ્યો છે.
આ પણ વાંચોઃ RAID 2 TRAILER: રેડ 2નું દમદાર ટ્રેલર રિલીઝ, અજય દેવગણના ચક્રવ્યૂહમાં ફસાયો રિતેશ દેશમુખ, જુઓ VIDEO