Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મનોજ કુમારની પ્રાર્થના સભામાં 'શ્રીમતી જયા અમિતાભ બચ્ચને' કેમ કર્યો ગુસ્સો....???

દિવંગત મનોજ કુમારની પ્રાર્થના સભા યોજાઈ હતી. જેમાં જયા બચ્ચને ગુસ્સો કર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
મનોજ કુમારની પ્રાર્થના સભામાં  શ્રીમતી જયા અમિતાભ બચ્ચને  કેમ કર્યો ગુસ્સો
Advertisement
  • મનોજ કુમારની પ્રાર્થના સભામાં જયા બચ્ચને કર્યો બખેડો
  • જયાએ મહિલા ફેનને ખખડાઈ અને તેનો હાથ પણ ઝાટક્યો
  • રાજ્યસભામાં પણ જયા બચ્ચન ઉપાધ્યક્ષ ધનખર સામે કરી ચૂક્યા છે તોછડાઈ

Mumbai: જયા બચ્ચને અનેકવાર જાહેરમાં ઉગ્ર અને બરછટ વર્તન કરેલ છે. પોતાના આ સ્વભાવને લીધે તેણીએ ઘણીવાર ટીકાનો પણ સામનો કરવો પડ્યો છે. ફરીથી એકવાર જયા બચ્ચનની તોછડાઈની સામે આવી છે. આ વખતે તેણીએ મનોજ કુમારની પ્રાર્થના સભામાં એક મહિલા ફેન પર ગુસ્સો ઠાલવ્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

શું કહ્યું અને શું કર્યુ જયા બચ્ચને ?

બોલીવૂડના ભારત કુમાર એવા મનોજ કુમારની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. બોલીવૂડના દિગ્ગજો આ પ્રાર્થના સભામાં મનોજ કુમારના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવા એકત્ર થયા હતા. જેમાં જયા બચ્ચને પણ ભાગ લીધો હતો. આ સમયે જયા બચ્ચનની એક મહિલા ફેન તેના ખભા પર હાથ રાખે છે અને તેની સાથે ફોટો પાડવાનું કહે છે. જો કે જયા બચ્ચને યોગ્ય પ્રતિક્રિયા આપવાને બદલે તે મહિલા ચાહક પર ગુસ્સે થઈ ગઈ અને તેને ઠપકો આપવા લાગી. એટલું જ નહિ જયા બચ્ચને મહિલા ફેનનો હાથ ઝાટકીને દૂર કરી દીધો. હવે ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Advertisement

Advertisement

આ પણ વાંચોઃ  બલ્લે...બલ્લે.. હોલીવૂડ સ્ટાર Will Smith અને Diljit Dosanjhનો વીડિયો વાયરલ, બંનેએ કર્યા જોરદાર ભાંગડા

યુઝર્સની તીખી પ્રતિક્રિયા

મનોજ કુમારની પ્રાર્થના સભામાં જયા બચ્ચને કરેલ ગેરવર્તણુકથી યુઝર્સ, નેટિઝન્સ અને ફેન્સ હર્ટ થયા છે. આ વાયરલ વીડિયો યુઝર્સ તીખી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, જયા બચ્ચનના ગુસ્સા સામે કોઈ ટકી નથી શકતું. બીજા યુઝરે લખ્યું કે, આવા ફેન જયા બચ્ચન સાથે ફોટા કેમ ખેંચાવે છે. ત્રીજા યુઝરે લખ્યું કે, જયા બચ્ચન જાહેરમાં અનેકવાર ગુસ્સે થઈ જાય છે.

કાયમી કકળાટ

જયા બચ્ચન પોતાના મિસ બીહેવિયર માટે જાણીતી છે. તેણીએ ફેન્સ ઉપરાંત પાપારાઝીઓને પણ અનેક પ્રસંગે ધમકાવ્યા છે. 2024ની 9મી ઓગસ્ટે સમાજવાદી પાર્ટી (SP)ના સાંસદ જયા બચ્ચને રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર સામે પણ અસભ્ય વર્તન કર્યુ હતું. આ ઘટના બાદ પણ જયા બચ્ચના આવા તોછડા વર્તનની બહુ ટીકા થઈ હતી.

આ પણ વાંચોઃ કુણાલ કામરાએ બોમ્બે હાઈકોર્ટમાં FIR રદ કરવાની માંગ કરી

Tags :
Advertisement

Trending News

.

×