Saif Ali Khan પર હુમલો થયો ત્યારે કરીના અને બાળકો ક્યાં હતા? ચોંકાવનારો ખુલાસો
- સૈફ અલી ખાન પર હુમલો થયો ત્યારે કરીના કપુર બાળકો સાથે ક્યાં હતી
- સૈફ અલી ખાનની સાથે મેડને પણ સામાન્ય ઇજા પહોંચી છે
- સૈફ અલી ખાનને કુલ 6 ઘા મારવામાં આવ્યા છે
Attack on Saif Ali khan : બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાન પર આજે જીવલેણ હુમલો થયો હતો. તેમના ઘરમાં ચોરની સાથે તેમની મારામારી થઇ હતી અને ચોરે ચાકુ વડે સૈફ પર હુમલો કર્યો હતો. જેમાં સૈફ અલી ખાનને કૂલ 6 ઘા વાગ્યા હતા. જે પૈકી 2 ઇજા ખુબ જ ગંભીર પ્રકારની હતી. તેના કરોડરજ્જુમાં ચાકુ તુટી ગયું હતું. જે સર્જરી કરીને કાઢવામાં આવ્યો.
સૈફ અલી ખાન પર ઘાતક હુમલો
બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાન હાલ લીલાવતી હોસ્પિટલના ICU વોર્ડમાં રાખવામાં આવ્યો છે. અભિનેતા પર હુમલા બાદ ડોક્ટર્સની ટીમે તેની સર્જરી કરી દીધી છે. હાલ અભિનેતા ખતરાની બહાર છે. જો કે ડોક્ટર્સે ટીમને 24 કલાક તેમના પર નજર રાખવા માટે જણાવ્યું છે. આશરે 2-3 દિવસમાં તેને રજા પણ આપી દેવામાં આવશે તેવું ડોક્ટરે જણાવ્યું હતું.
આ પણ વાંચો : Saif Ali Khan: સૈફને ગળા અને કરોડરજ્જુ પાસે ગંભીર ઈજાઓ થઈ, ચોરે ઘરના હેલ્પરને પણ ચાકુ માર્યું
સૈફ પર હુમલો થયો ત્યારે કરીના બાળકો સહિત ઘરે જ હતી
જો કે આ સમગ્ર મામલે મોટી આધાતજનક બાબત છે કે, જ્યારે સૈફ પર હુમલો થયો ત્યારે કરીના કપૂર ખાન અને તેનો પુત્ર તૈમુર અને જૈહ સહિત પોતાના ઘરે જ હતો. અભિનેતા સૈફ અલી ખાનના પરિવારની રક્ષા માટે લુટારાઓનો સામનો કર્યો હતો. એક્ટરની ટીમ દ્વારા પણ અધિકારીક નિવેદન સામે આવ્યું છે. જેના અનુસાર સૈફના ઘરે ચોરીનો પ્રયાસ થયો હતો.
મારામારીમાં નોકરાણી ઘાયલ
સૈફના ઘરે નોકરાણી પણ આ સમગ્ર મારામારીમાં ઘાયલ થઇ છે. જો કે તેને સામાન્ય ઇજા પહોંચી છે. મળતી માહિતી અનુસાર તેના ઘરમાં એક ડક છે જે બેડરૂમની અંદર ખુલે છે. પ્રાથમિક તપાસમાં પોલીસને શંકા છે કે, ચોર આ ડક દ્વારા જ અંદર ઘુસ્યો હશે. આ ઘટનામાં ચોંકાવનારી બાબત છે કે, સૈફ પર ધારદાર વસ્તુથી એટેક કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના બાળકોના બેડરૂમમાં એટલે કે તૈમુર અને જેહનાં બેડરૂમમાં થયો હતો.
આ પણ વાંચો : શરીર પર 6 ઘા, સ્પાઇનમાં 2.5 ઇંચનો ચાકુનો ટુકડો, ડોક્ટરે જણાવ્યું કેટલી ગંભીર છે સૈફની સ્થિતિ