Bollywood News: 18મી વેડિંગ એનિવર્સરી પર ઐશ્વર્યા રાય બચ્ચને પોસ્ટ કરેલ વ્હાઈટ ઈમોજી શું સૂચવે છે ?
- 2007માં ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન લગ્નગ્રંથીથી બંધાયા હતા
- આ સ્ટાર કપલ આ વર્ષે ઉજવી રહ્યું છે 18મી વેડિંગ એનિવર્સરી
- ઐશ્વર્યા રાયે પોસ્ટ કરેલ વ્હાઈટ ઈમોજી વિશે થઈ રહ્યું છે બઝિંગ
Mumbai: વર્ષ 2007માં મહાનાયકના પુત્ર અભિષેક(Abhishek Bachchan) અને પૂર્વ વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાય(Aishwarya Rai Bachchan)ના લગ્ન થયા હતા. આ વર્ષે આ સ્ટાર કપલ તેમની 18મી વેડિંગ એનિવર્સરી ઉજવી રહ્યું છે. જો કે ઐશ્વર્યા રાયે કરેલ પોસ્ટ અત્યારે સૌનું ધ્યાન ખેંચી રહી છે. ઐશ્વર્યા રાયે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક ફેમિલી ફોટો અને એક વ્હાઈટ હાર્ટ ઈમોજી શેર કરી છે.
white heart emoji
18મી વેડિંગ એનિવર્સરી પર Aishwarya Rai Bachchan એ ઈન્સ્ટાગ્રામ પર એક વ્હાઈટ ઈમોજી શેર કરી છે. યુઝર પ્યોરિટી, ઈનોસન્સ અને નવી શરૂઆતના પ્રતીક તરીકે વ્હાઈટ હાર્ટ ઈમોજીનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત આ ઈમોજીનો ઉપયોગ અન્ય કોઈ વ્યક્તિ માટે ઊંડી પ્રશંસા, સહાનુભૂતિ અથવા સમર્થન વ્યક્ત કરવા માટે પણ કરવામાં આવે છે. વ્હાઈટ હાર્ટ ઈમોજી સામાન્ય રીતે સાચા અને શુદ્ધ પ્રેમ, શુદ્ધતા અને શાંતિનું પ્રતીક છે જે રેડ હાર્ટ ઈમોજીથી વિપરીત છે.
આ પણ વાંચોઃ Ananya Pandey: KesariChapter2 ની અભિનેત્રીના બાળપણનો કવિતા ગાતો વીડિયો થયો વાયરલ
ગત વર્ષે પોસ્ટ કરી હતી Red heart emoji
આજ દિવસોમાં ગત વર્ષે Aishwarya Rai Bachchan એ વેડિંગ એનિવર્સરી પર રેડ હાર્ટ ઈમોજી શેર કરી હતી. જો કે છેલ્લા 1 વર્ષમાં આ સ્ટાર કપલના લગ્નજીવન વિશે ઘણી સારી અને ખરાબ ખબરો સમાચારમાં ચમકી હતી. આ એક વર્ષમાં આ મેરેજને લઈને ઘણી ગોસીપ પણ થઈ હતી. તેથી 1 વર્ષમાં ઐશ્વર્યાના રેડ હાર્ટ ઈમોજીમાંથી વ્હાઈટ હાર્ટ ઈમોજી પર શિફ્ટ થવાના અનેક કારણોની ફેન્સ ચર્ચા કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચને(Amitabh Bachchan) પણ આ ગત વર્ષમાં એકવાર એંગ્રી ફેસવાળી રેડ ઈમોજી શેર કરીને ચૂપ લખ્યું હતું.
આ વર્ષે અભિષેકે કોઈ પોસ્ટ ન કરી
ગત વર્ષે Abhishek Bachchan એ પોતાની વેડિંગ એનિવર્સરી પર રેડ હાર્ટ ઈમોજી શેર કરીને પોતાની લાગણી રજૂ કરી હતી. ટૂંકમાં ગત વર્ષે Aishwarya Rai Bachchan અને Abhishek Bachchan એમ બંને જણાએ રેડ હાર્ટ ઈમોજી શેર કરીને વેડિંગ એનિવર્સરીને યાદગાર બનાવી હતી. હવે આ વર્ષે ઐશ્વર્યા રાયે રેડ ઈમોજીના બદલે વ્હાઈટ હાર્ટ ઈમોજી અને અભિષેક બચ્ચને કોઈ પોસ્ટ ન કરીને વેડિંગ એનિવર્સરી ઉજવવાનું નક્કી કર્યુ છે.
આ પણ વાંચોઃ Urvashi Rautela: ઉર્વશી મંદિર વિશેનો વિવાદ વકર્યો, DGPને કરાઈ ફરિયાદ