Vidaamuyarchi Leaked Online: રિલીઝના કલાકોમાં ઓનલાઇન લીક થઇ ફિલ્મ, મેકર્સે કરી ખાસ અપીલ
- અજિત કુમાર 2 વર્ષ બાદ મોટા પડદે પદાર્પણ કરી રહ્યા છે
- ચાહકો લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોઇ રહ્યા હતા
- જો કે ઓનલાઇન લિક થવાના કારણે નિર્માતાઓને મોટો ફટકો
Vidaamuyarchi Leaked Online : અજિત કુમાર બે વર્ષ પછી સ્ક્રીન પર પાછા ફર્યા છે. તેમની ફિલ્મ વિદામુયાર્ચી ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. વિદામુયાર્ચી રિલીઝ થયાના થોડા કલાકો પછી જ લીક થઈ ગયું છે.
Vidaamuyarchi Leaked Online : અજીત કુમાર તમિલ ઉદ્યોગના એક મોટા અભિનેતા છે. તે બે વર્ષ પછી મોટા પડદા પર પાછો ફર્યો છે. તેમની ફિલ્મ વિદામુયાર્ચી આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ચાહકો વિદામુરાચ્ચીની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. અજિતની ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી જ લોકો તેની રિલીઝની રાહ જોઈ રહ્યા હતા. આ રાહ પૂરી થઈ ગઈ છે અને દરેક જગ્યાએ ફિલ્મ રિલિઝ થઇ ચુકી છે. વિદામુયાર્ચીને ખૂબ જ સારા રિવ્યુ મળ્યા છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર કલેક્શન કરશે તેવી અપેક્ષા છે. પરંતુ આ દરમિયાન નિર્માતાઓને એક આંચકો લાગ્યો છે.
આ પણ વાંચો : Premanand Maharaj Health News: પ્રેમાનંદ મહારાજના દર્શન મામલે મોટા સમાચાર
આ ફિલ્મ લિક થતા લાખો લોકો કરી રહ્યા છે ડાઉનલોડ
અજિત કુમારની "વિદામુયાર્ચી" ઓનલાઈન લીક થઈ ગઈ છે. સિનેમા હોલમાં જવાને બદલે, લોકો ફિલ્મ ડાઉનલોડ કરી રહ્યા છે અને ઘરે બેઠા HD માં જોઈ રહ્યા છે. આ ફિલ્મ રિલીઝ થયાના થોડા કલાકો પછી જ ઓનલાઈન લીક થઈ ગઈ છે.
પાયરેસીનો ભોગ બન્યા અજિથ કુમાર
અજિત કુમારની વિદામુયાર્ચી 6 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ હતી અને તે ઓનલાઈન પાઇરેસીનો શિકાર બની ગઈ છે. વિદામુયાર્ચી અનેક ગેરકાયદેસર સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ અને ટોરેન્ટ વેબસાઇટ્સ પર ફરતું થઇ ચુક્યું છે. જેના કારણે તેના સર્જકો, વિતરકો અને વફાદાર ચાહકો નિરાશ થયા છે.
વિદામુયાર્ચી હવે ફિલ્મીઝિલા, મૂવીરુલ્ઝ, ટેલિગ્રામ, તમિલરોકર્સ અને ઘણી બધી સાઇટ્સ પર 1080p, 720p, 480p, 360p, 240p અને HD વર્ઝનમાં ઉપલબ્ધ છે.
આ પણ વાંચો : Gujarat : દાહોદમાં અંધશ્રદ્ધાનું ભૂત ફરી ધૂણ્યું, ભૂવાએ બાળકને આપ્યા ડામ
નિર્માતાઓએ પાયરસી ફિલ્મ ન જોવા કરી અપીલ
વિદામુરાચ્ચીના નિર્માતાઓએ રિલીઝના એક દિવસ પહેલા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં પાઇરેસીના દુષ્ણને ડામવા માટે ફિલ્મ સિનેમાઘરોમાં જ જોવાનો આગ્રહ રાખો તેવી અપીલ કરી હતી. તેમણે લખ્યું કે, દરેક પ્રયાસ મહત્વપૂર્ણ છે! પાઇરેસીને ના કહો અને વિદામુયાર્ચી ફક્ત થિયેટરોમાં જ જુઓ!
સાઉથના અનેક ખ્યાતનામ કલાકારો
વિદામુઆર્ચીમાં અજિતની સાથે, અર્જુન સરજા, ત્રિશા, રેજીના કસાન્ડ્રા, આરવ અને વિજય રામ્યા પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવતા જોવા મળે છે. અનિરુદ્ધ રવિચંદરે ફિલ્મના ગીતો કમ્પોઝ કર્યા છે. સકનિલ્કના અહેવાલ મુજબ, વિદામુયાર્ચી પહેલા દિવસે લગભગ 19.28 કરોડ રૂપિયાનું કલેક્શન કરી ચુકી છે.
આ પણ વાંચો : ચૂંટણી પહેલા જ ભાજપે શરૂ કર્યું ઓપરેશન લોટસ, અમારા ઉમેદવારોને 15-15 કરોડનો ઓફર