Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મશહૂર પીઢ અભિનેત્રીનું થયું નિધન, Adipurush માં શબરિ તરીકે જોવા મળી

Asha Sharma ના નિધનથી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર કુમકુમ ભાગ્ય જેવા લોકપ્રિય શોમાં કામ કરી ચૂકી દર્શકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું હતું Veteran Actress Asha Sharma Dies : ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના વધુ એક મોટા સિતારે પોતાી ચમક ગુમાવી...
મશહૂર પીઢ અભિનેત્રીનું થયું નિધન  adipurush માં શબરિ તરીકે જોવા મળી
  • Asha Sharma ના નિધનથી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર

  • કુમકુમ ભાગ્ય જેવા લોકપ્રિય શોમાં કામ કરી ચૂકી

  • દર્શકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું હતું

Veteran Actress Asha Sharma Dies : ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના વધુ એક મોટા સિતારે પોતાી ચમક ગુમાવી દીધી છે, જેના પછી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર પ્રસરી છે. વાસ્તવમાં, કુમકુમ ભાગ્યની દિગ્ગજ અભિનેત્રી Asha Sharma નું 25 ઓગસ્ટ 2024 ના રોજ નિધન થયું છે. 88 વર્ષની વયે આ દિગ્ગજ અભિનેત્રીએ દુનિયાને અલવિદા કહ્યું છે. Asha Sharma એ 13 વર્ષની ઉંમરે વોઈસ ઓવર આર્ટિસ્ટ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. Asha Sharma ના મૃત્યુની પુષ્ટિ સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી.

Advertisement

Asha Sharma ના નિધનથી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર

Asha Sharma ની પ્રથમ ફિલ્મ 'દો દિશાં' વર્ષ 1982 માં આવી હતી, જેમાં તેણીએ શ્રીમતી નિવારણ શર્માની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર, હેમા માલિની, પ્રેમ ચોપરા, નિરુપા રોય અને અરુણા ઈરાની જેવા દિગ્ગજ કલાકારો સામેલ હતા. આ પછી તેણીએ ઘણી મહત્વપૂર્ણ ફિલ્મો અને TV Show માં કામ કર્યું, જેમાં હમકો તુમસે પ્યાર હૈ, હમ તુમ્હારે હૈ સનમ, મુઝે કુછ કહેના હૈ અને આદિપુરુષનો સમાવેશ થાય છે. Asha Sharma એ અત્યાર સુધી ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. તે મોટાભાગના શોમાં દાદીના રોલમાં જોવા મળી હતી.

આ પણ વાંચો: ભારતમાં મહિલાઓ માટે ભૂતથી વધારે ભયાનક પુરુષ: Twinkle Khanna

Advertisement

કુમકુમ ભાગ્ય જેવા લોકપ્રિય શોમાં કામ કરી ચૂકી

Asha Sharma એ TV Show મન કી આવાઝઃ પ્રતિજ્ઞા અને કુમકુમ ભાગ્ય જેવા લોકપ્રિય શોમાં કામ કરી ચૂકી છે. Asha Sharma ની નજીકની મિત્ર અને સહકર્મી ટીના ઘાઈએ જણાવ્યું કે ગયા વર્ષે Adipurush રિલીઝ થઈ હતી. ત્યારથી Asha Sharma ની તબિયત સારી ન હતી. તેણીએ કહ્યું, આશાજીએ એપ્રિલ 2023 થી પોતાનો સમય પથારીમાં વિતાવ્યો, પરંતુ તે પોતાના કામ પ્રત્યે ખૂબ જ ઉત્સાહી હતી. તેણીએ મને કહ્યું કે જો તેણીને બેડ પર સૂતી વખતે કોઈ ભૂમિકાની ઓફર કરવામાં આવશે, તો તે ચોક્કસપણે તે કરશે. પરંતુ જ્યારે તેના કેરટેકરે અંગત સમસ્યાઓના કારણે નોકરી છોડી દીધી, ત્યારે તે તેના માટે ખૂબ જ મુશ્કેલ સમય આવ્યો હતો.

Advertisement

દર્શકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું હતું

ફિલ્મ નિર્દેશક ઓમ રાઉતે પણ આ દુખદ સમાચાર પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, Asha Sharma એક તેજસ્વી અભિનેત્રી અને માનવી હતી. તેમના નિધનના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું છે. તમને જણાવી દઈએ કે Asha Sharma એ પોતાના કરિયરમાં લગભગ 40 ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કર્યું હતું. તેમની છેલ્લી ફિલ્મ Adipurush હતી, જેમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. પોતાની કારકિર્દી દરમિયાન તેણે પોતાના અભિનય દ્વારા દર્શકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું હતું.

આ પણ વાંચો: SHRADDHA KAPOOR સામે આ GLOBAL STAR પણ પડી ઝાંખી, STREE બની સોશિયલ મીડિયાની રાણી

Tags :
Advertisement

.