Animal ના કારણે તૃપ્તિ ડિમરીને Aashiqui 3 માંથી હાંકી કાઢવામાં આવી
- ફિલ્મ મેકર્સે કહ્યું અમારે આશિકી-3 માટે માસુમ ચહેરો જોઇએ
- ત્રિપ્તિ ડિમરી હવે વધારે બોલ્ડ થઇ ગઇ હોવાથી તે પરફેક્ટ નહી
- એનિમલ સાથે ડેટ ક્લેશ થઇ રહી હોવાનું અભિનેત્રીએ જણાવ્યું
Tripti Dimri Exits From Aashiqui 3: આશિકી 3 માટે મેકર્સે કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરીને કાસ્ટ કરી હતી. જો કે હવે સમાચાર સામે આવ્યા છે કે, તૃપ્તિ ડિમરીને ફિલ્મમાંથી હાંકી કાઢવામાં આવી છે.
આશિકી 3 માટે ચાહકો જોઇ રહ્યા છે રાહ
વર્ષ 2013 માં રિલીઝ થયેલી ફિલ્મ આશિકી 2 બાદથી જ દર્શકો આશિકી 3 ની રાહ જોઇ રહી છે. ફિલ્મ અંગે તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. જો કે બીજી તરફ મેકર્સે તૃપ્તિ ડિમરીને બહારનો રસ્તો દેખાડી દીધો છે. તૃપ્તિ ડિમરીના આશિકી 3 માંથી નિકળવા અંગેનું પ્રથમ કારણ બની તેની ફિલ્મ એનિમલથી લિંક કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Gujarat: રાજ્યમાં HMPV વાયરસના કેસ વધ્યા, આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું
હજી સુધી ફિલ્મનું શુટિંગ પણ ચાલુ નથી
આશિકીના ત્રીજા પાર્ટ અંગે લાંબા સમયથી અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. આશરે 2 વર્ષ પહેલાથી જ આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી. જણાવાયું હતું કે, તેના શૂટિંગ ઝડપથી શરૂ થશે. ફિલ્મના નિર્દેશન અનુરાગ બસુ કરી રહ્યા હતા. તેમાં કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરી રોમાન્સ કરનારાઓ પૈકી એક હતા. જો કે સમાચાર આવી રહ્યા છે કે, તૃપ્તિએ ફિલ્મ માટે ઇન્કાર કરી દીધો હતો.
એનિમલ દ્વારા અભિનેત્રીને મળી ઓળખ
મિડ ડેના રિપોર્ટ અનુસાર ફિલ્મના પ્રોડક્શનમાં દેરીના કારણે તૃપ્તિ ફિ્મથી બહાર થઇ પરંતુ હિન્દુસ્તાન ટાઇમસના નજીકના સુત્રોનું માનીએ તો ફિલ્મના મેકર્સ પણ તૃપ્તિને રિપ્લેસ કરવા માંગતા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, તૃપ્તિ ડિમરીને રણબીર કપુરની ફિલ્મ એનિમલથી ખુબ જ પોપ્યુલારિટી મળી હતી. આ ફિલ્મ બાદ તેને બોલ્ડ એક્ટ્રેસનો ટે મળ્યો હતો.
આ પણ વાંચો : ધનશ્રી સાથે અફેરની અફવા વચ્ચે રૂમર્ડ બોયફ્રેન્ડે કરી મોટી જાહેરાત, વાયરલ ફોટા અંગે કરી સ્પષ્ટતા
માસુમ ચહેરો ધરાવતી અભિનેત્રી જરૂરૂ
દાવો કરવામાં આવી રહ્યો છે કે, આશિકી 3 માટે મેકર્સને એક એવી અભિનેત્રીની જરૂર છે જેના ચહેરા પરથી માસુમિયત છલકતી હોય. મેકર્સના અનુસાર તૃપ્તિ આ રોલ માટે હવે વધારે બોલ્ડ થઇ ચુકી છે. આશિકી 3 પહેલા તૃપ્તિ ડિમરી અને કાર્તિક આર્યન ભૂલ ભુલૈયા 3 માં સાથે જોવા મળ્યા હતા. જો કે બંન્નેની કેમેસ્ટ્રીમાં કંઇ ખાસ લોકોને પસંદ આવી નહોતી. એનિમલ ઉપરાંત તૃપ્તુ ડિમરી, વિક્કી વિદ્યા કા વો વાલા વીડિયો, બુલબુલ, ભૂલ ભુલૈયા 3 અને બેડ ન્યૂઝ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.
આ પણ વાંચો : 'ઈન્ડિયા ગઠબંધન માત્ર લોકસભા ચૂંટણી પૂરતુ જ હતુ'; તેજસ્વી યાદવે આવું કેમ કહ્યું?