TMKOC : 'મિસિસ સોઢી'એ ફરી એક વાર નિર્માતા અસિત મોદી પર સાધ્યું નિશાન, કહ્યું- તેમને શ્રાપ...!
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં 'મિસિસ સોઢી'નો રોલ ભજવનાર અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ આપ્યો છે. જેમાં અભિનેત્રી જેનિફરે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત મોદી પર માનસિક અને જાતીય સતામણીના આરોપો બાદ નવા આરોપો લગાવ્યા છે ત્યારે અભિનેત્રીનું કહેવું છે કે, તેમણે 'નટ્ટુ કાકા' એટલે કે ઘનશ્યામ નાયકને પણ હેરાન કર્યા છે. આ સાથે અભિનેત્રીએ ઘણી નવી બાબતોનો ખુલાસો કર્યો છે.
'મિસિસ સોઢી'એ અસિત મોદી પર લગાવ્યા નવા આરોપ!
અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ તાજેતરમાં પિંકવિલાને એક ઇન્ટરવ્યૂ આપ્યો છે. જ્યાં અભિનેત્રી પણ પોતાના સ્વર્ગસ્થ ભાઈ વિશે વાત કરતા ભાવુક થઈ ગઈ હતી. જેનિફરે જણાવ્યું કે, જ્યારે તેનો ભાઈ વેન્ટિલેટર પર હતો ત્યારે તેણે રજા માંગી હતી કારણ કે તેને નાગપુર જવાનું હતું. ત્યારે સોહેલ રામાણીએ તેને કહ્યું, મારું શૂટ છોડીને જઈ શકો નહીં, મારું શૂટિંગ પૂરું થાય ત્યારે તમે જઈ શકો છો. જેનિફર મિસ્ત્રીએ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, તેણે પછી સોહેલને કહ્યું, તું શું કહી રહ્યો છે તે તને ખબર છે, મારો ભાઈ વેન્ટિલેટર પર છે, ડોક્ટરે કહ્યું છે કે તે મરી જશે.
નટુ કાકાને પણ કાર્ય હતા પરેશાન!
જેનિફર મિસ્ત્રીએ તેના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, અસિત મોદીએ તેના ભાઈના મૃત્યુ બાદ મને કામ પર પરત ફરવાનું કહ્યું નહતું. સદભાગ્યે, તારક મહેતાના નિર્માતાએ તેની સાથે સરસ વાત કરી અને સોહેલને પણ પૈસા ન કાપવા કહ્યું. પપ્પાના અવસાન બાદ તેમણે મને ચાર દિવસની અંદર કામ પર પણ બોલાવી લીધી હતી. જેનિફર મિસ્ત્રીએ એવો પણ ખુલાસો કર્યો કે વર્ષ 2021માં મૃત્યુ પામેલા નટ્ટુ કાકા એટલે કે ઘનશ્યામ નાયક ગયા, તેમને પણ પરેશાન કર્યા.
આ પણ વાંચો : મહાભારત સીરિયલમાં શકુની મામાનો રોલ કરનાર અભિનેતા Gufi Paintal હોસ્પિટલમાં દાખલ