Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દક્ષિણ ભારતના આ મોટા કલાકારનું હાર્ટ એટેકના કારણે થયું નિધન

Daniel Balaji Death : સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી વધુ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. દક્ષિણ ભારતની ફિલ્મોમાં વીલેનનો રોલ કરી ચૂકેલા પ્રખ્યાત કલકારે  જીવ ગુમાવ્યો છે. સાઉથની ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા ડેનિયલ બાલાજીનું ( daniel balaji ) નિધન થયું છે....
દક્ષિણ ભારતના આ મોટા કલાકારનું હાર્ટ એટેકના કારણે થયું નિધન

Daniel Balaji Death : સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી વધુ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. દક્ષિણ ભારતની ફિલ્મોમાં વીલેનનો રોલ કરી ચૂકેલા પ્રખ્યાત કલકારે  જીવ ગુમાવ્યો છે. સાઉથની ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા ડેનિયલ બાલાજીનું ( daniel balaji ) નિધન થયું છે. તેમણે 48 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. અભિનેતાના મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે. તમને જણાવી દઈએ કે ડેનિયલ બાલાજી ( daniel balaji ) એ ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવીને ચાહકોનું દિલ જીતી લીધું હતું. હાલ તેમના આકસ્મિક નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તેના ચાહકો પણ આ સમાચારથી ખૂબ જ દુખી છે અને અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

Advertisement

હાર્ટ એટેકથી થયું નિધન

પ્રાપ્ત અહેવાલ અનુસાર, સાઉથ એક્ટર ડેનિયલ બાલાજીનું ( daniel balaji ) શુક્રવારે રાત્રે હાર્ટ એટેકથી નિધન થયું હતું. તેમના નિધનની માહિતી સોશિયલ મીડિયા પર આપવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ડેનિયલને છાતીમાં દુખાવો થતો હતો, જેના કારણે તેમને ચેન્નાઈના કોટિવાકમની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. તેમના નિધનથી ચાહકોને ખૂબ જ દુઃખ થયું છે.

Advertisement

Daniel Balaji ને તમે ઘણી સાઉથ ફિલ્મની હિન્દી ડબ્બડ ફિલ્મોમાં જોયા હશે

ડેનિયલ બાલાજીને તમે ઘણી સાઉથ ફિલ્મની હિન્દી ડબ્બડ ફિલ્મોમાં જોયા હશે. તેઓ ભૈરવા અને વડા ચેન્નાઈ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. તેમણે પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત ફેમસ શો 'ચિઠ્ઠી'થી કરી હતી. આ પછી તેણે કાખા કાખા, પોલ્લાધવન, વેટ્ટૈયાડુ વિલાયદુ અને વાદા ચેન્નાઈ જેવી ફિલ્મોમાં કામ કરીને પોતાની અલગ ઓળખ બનાવી.

Advertisement

એક્ટર હોવા ઉપરાંત, ડેનિયલ એક શ્રદ્ધાળુ વ્યક્તિ પણ હતો. એક અહેવાલ અનુસાર, અભિનેતા અવાડીમાં મંદિરનું નિર્માણ કરાવી રહ્યો હતો. તેમના આકસ્મિક નિધનથી પરિવાર પર શોકનો ડુંગર છવાઈ ગયો છે.

આ પણ વાંચો : ગુલઝાર-Warlock of words

Tags :
Advertisement

.