Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

SHRADDHA KAPOOR સામે આ GLOBAL STAR પણ પડી ઝાંખી, STREE બની સોશિયલ મીડિયાની રાણી

SHRADDHA KAPOOR એ સોશિયલ મીડિયા ઉપર એક નવો વિક્રમ સર્જ્યો શ્રદ્ધા હવે INSTAGRAM માં ભારતમાં સૌથી વધુ ફોલો કરવામાં આવતા સેલિબ્રિટીની યાદીમાં બીજા નંબરે આવી શ્રદ્ધા કપૂરએ પ્રિયંકા ચોપરાને પાડી પાછળ STREE 2 ને મળી અપાર સફળતાને કારણે શ્રદ્ધા...
shraddha kapoor સામે આ global star પણ પડી ઝાંખી  stree બની સોશિયલ મીડિયાની રાણી
Advertisement
  • SHRADDHA KAPOOR એ સોશિયલ મીડિયા ઉપર એક નવો વિક્રમ સર્જ્યો
  • શ્રદ્ધા હવે INSTAGRAM માં ભારતમાં સૌથી વધુ ફોલો કરવામાં આવતા સેલિબ્રિટીની યાદીમાં બીજા નંબરે આવી
  • શ્રદ્ધા કપૂરએ પ્રિયંકા ચોપરાને પાડી પાછળ

STREE 2 ને મળી અપાર સફળતાને કારણે શ્રદ્ધા કપૂર આજકાલ ખૂબ જ ચર્ચામાં રહે છે. તે હાલમાં સિલ્વર સ્ક્રીન અને સોશિયલ મીડિયા બંને પર છવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ STREE 2 ની સિદ્ધિ પછી, તેની ફેન ફોલોઈંગમાં ભારે વધારો થયો છે. તેના કામને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે, અને તેના ફોલોઅર્સની સંખ્યા સતત વધી રહી છે. હવે શ્રદ્ધા કપૂરએ સોશિયલ મીડિયા ઉપર એક નવો વિક્રમ સર્જ્યો છે. શ્રદ્ધા હવે INSTAGRAM માં ભારતમાં સૌથી વધુ ફોલો કરવામાં આવતા સેલિબ્રિટીની યાદીમાં બીજા નંબરે આવી ગઈ છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત

GOLBAL STAR પણ SHRADDHA KAPOOR સામે ફેલ

Advertisement

STREE 2 રિલીઝ થયા બાદ, શ્રદ્ધાના INSTAGRAM ફોલોઅર્સ 90 મિલિયનથી વધીને 92 મિલિયન સુધી પહોંચ્યા છે. આ સાથે, શ્રદ્ધા હવે ભારતમાં બીજા ક્રમે સૌથી વધુ ફોલો કરવામાં આવતી સેલિબ્રિટી બની ગઈ છે. તેણે સોશિયલ મીડિયા પર પ્રિયંકા ચોપરા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાછળ છોડી ટોપ 3માં સ્થાન મેળવ્યું છે. ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ચોપરાના 91.8 મિલિયન અને PM MODI ના 91.3 મિલિયન ફોલોવર છે. ઉલ્લેખનીય છે કે, ક્રિકેટર વિરાટ કોહલી 270 મિલિયન ફોલોઅર્સ સાથે ભારતના સૌથી વધુ ફોલો કરવામાં આવતાં સેલિબ્રિટી છે. જો કે, શ્રદ્ધા કપૂરના ચાહકોની સંખ્યા તેજીથી વધી રહી છે, જે તે જાળવવામાં સફળ રહી, તો કઈ ઘડીએ તે વિરાટ કોહલીને પણ પછાડી શકે તેવું લાગી રહ્યું છે.

Advertisement

STREE 2 બની 2024 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ

નોંધનીય છે કે, હોરર-કોમેડી ફિલ્મ STREE 2 2024ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે. ટૂંક સમયમાં જ આ ફિલ્મ 500 કરોડના ક્લબમાં સામેલ થવાની છે, જેના કારણે તેની લોકપ્રિયતા અને સફળતા બંનેમાં વધારો થયો છે. રાજકુમાર રાવે તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર 'સ્ત્રી 2'ના બોક્સ ઓફિસ કલેક્શન વિશે તાજા માહિતી આપી છે, જેમાં જણાવ્યું છે કે ફિલ્મે અત્યાર સુધીમાં 456 કરોડ રૂપિયાની કમાણી કરી છે. શ્રદ્ધાની આગામી ફિલ્મો વિશે વાત કરવામાં આવે તો આમાં "ચાલબાઝ ઇન લંડન," "સ્ત્રી 3," અને "નો એન્ટ્રી" ની સિક્વલ જેવી બધી બલોકબસ્ટર ફિલ્મો સામેલ છે.

આ પણ વાંચો :  ભારતની હસીન યુવતી 55 વર્ષના પાકિસ્તાનીના પ્રેમ પડી, જુઓ વીડિયો

Tags :
Advertisement

Trending News

.

×