ચોરી કે સૈફ અલી ખાન પર હુમલો? અનેક થિયરી પરંતુ એવા કેટલાક સવાલો જે હજી પણ મુંઝવી રહ્યા છે
- બુમાબુમ સાંભળીને સૈફ આવ્યો તો કરીના કેમ ન આવી
- આટલો હાઇ સિક્યુરિટી એપાર્ટમેન્ટ છતા ચોર કઇ રીતે ઘુસ્યો
- પોલીસ અનેક એંગલથી ચલાવી રહી છે સમગ્ર મામલે તપાસ
Attack on Saif ali Khan : અભિનેતા સૈફ અલી ખાન ઘરની અંદર હુમલો કરનારની ઓળખ પોલીસ દ્વારા કરવામાં આવી છે. પોલીસ સુત્રોનું કહેવું છે કે, હુમલો કરનારા વ્યક્તિનો એક વીડિયો બાંદ્રામાં સૈફ અલી ખાનના એપાર્ટમેન્ટમાં છઠ્ઠા માળ પર દેખાયો હતો. આ એપાર્ટમેન્ટમાં સૈફ અલી ખાન પોતાના પરિવારની સાથે 12 મા માળ પર રહે છે.
બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાન પર મોડી રાત્રે હુમલો
બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાન પર મોડી રાત્રે થયેલા હુમલા બાદ તમામ સવાલ થિયરી અને સવાલો વણઉકેલ્યા છે. અનેક કલાક આ હુમલામાં વીતી ચુક્યા છે, પરંતુ હજી સુધી તેની પાછળનું યોગ્ય ઇરાદો સામે નથી આવી શક્યો. પોલીસે સૈફ અલી ખાન પર ઘરની અંદર હુમલો કરવારાની ઓળખ કરી લીધી છે. પોલીસ સુત્રોનું કહેવું છે કે, હુમલા કરનારામાં એક વીડિયોમાં બાંદ્રામાં સૈફ અલી ખાનના એપાર્ટમેન્ટમાં છઠ્ઠા ફ્લોર પર દેખાયો છે. આ એપાર્ટમેન્ટમાં સૈફ અલી ખાન પોતાના પરિવારની સાથે 12 મા માળે રહે છે.
આ પણ વાંચો :
અજાણ્યા હુમલા ખોર વિરુદ્ધ કેસ દાખલ
પોલીસની દસ ટીમ આરોપીને શોધી રહી છે. હુમલા કરનારાઓમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાઇ છે. હાલ બિનકાયદેસર રીતે ઘરમાં ઘુસીને જીવલેણ હુમલાની કલમો કેસ દાખલ કરાયો છે. પોલીસે અત્યાર સુધી 25 થી 30 સીસીટીવી શોધ્યા છે. જેના અંગે પોલીસના સુત્ર દાવો કરી રહ્યા છે કે, આરોપીના ઘરમાં હુમલાના થોડા કલાકો પહેલાથી જ અંદર હાજર હતો.
ડીસીપીના નિવેદન બાદ પણ અનેક સવાલ યથાવત્ત
આ જ કારણ છે કે , મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાંચના ડીસીપીએ અત્યાર સુધી જે માહિતી આપી છે, તેમાં અનેક જવાબ મળે છે જે અનેક જવાબ મળે છે તો અનેક સવાલો ઉભા પણ થાય છે. જેમ કે પોલીસ ભલે કહે કે આરોપી એપાર્ટમેન્ટની સીડીઓ પરથી આવ્યો હતો. જો કે ઘરમાં ઘુસ્યો કઇ રીતે તેનો જવાબ હજી સુધી નથી મળ્યો. કારણ કે અત્યાર સુધીની માહિતી અનુસાર ઘરમાં કોઇ પણ પ્રકારની ફોર્સ એન્ટ્રીના પુરાવા નથી. ભલે પોલીસ હવે તે કહે કે ઇરાદો માત્ર ચોરીનો છે પરંતુ સવાલ બાકી છે કે શું આરોપી ઘરના કોઇ સયાહિકા કે અન્ય કોઇનો ઓળખીતો છે?
આ પણ વાંચો :
હાઇપ્રોફાઇલ એપાર્ટમેન્ટમાં તે ઘુસ્યો કઇ રીતે
પોલીસ કહે છે કે, આરોપી માત્ર એક છે, જેની ઓળખ કરવામાં આવી ચુકી છે. જો કે આ સવાલનો જવાબ મળવાનો બાકી છે કે બાંદ્રા જેવા વિસ્તારમાં હાઇ પ્રોફાઇલ એપાર્ટમેન્ટમાં શું આ ચોર પહેલાથી જ રેકી કરી ચુક્યો હતો, તેને કોઇ ગાર્ડે કેમ જોયો નહીં. શું સેફના ઘરમાં એવા કોઇ રહસ્યો છે જે વણઉકલ્યા છે.
ચોર આખરે ઘરમાં ઘુસ્યો કઇ રીતે?
સુત્રોએ જણાવ્યું કે, જ્યારે ચોર ઘરમાં ઘુસ્યો તો તેને મેડે બુમાબુમ કરી હતી. ત્યાર બાદ સૈફ અલી ખાન તે સમય ઘરમાં જ હાજર હતા, ત્યાં પહોંચ્યા. દાવો ચોર અને સૈફ અલી ખાનની મારામારી થઇ અને આરોપીએ ચાકુથી હુમલો કર્યો. જેમાં સૈફને છ ઘા પડ્યા. મેડના હાથમાં ઇજા થઇ હતી. મળતી માહિતી અનુસાર મેડથી અહીં જ પુછપરછ થઇ તેને ક્યારે ચોરને જોયો? સવાલ તે પણ છે કે ચોર આખરે ઘરમાં ઘુસ્યો કઇ રીતે?
આ પણ વાંચો :
રાહતની વાત છે કે સૈફ હજી પણ સૈફ છે
રાહતની વાત છે કે, લીલાવતી હોસ્પિટલમાં સૈફ અલી ખાનની સર્જરી પૂર્ણ થઇ ચુકી છે. સર્જરી બાદ ડોક્ટરે સૈફ અલી ખાનનું સ્વાસ્થ સારુ છે. ડોક્ટરનું કહેવું છે કે, સૈફના હાડકામમાં ઘુસી ચુકેલો ચાકુનો ટુકડાના હિસ્સાને કાઢી દેવામાં આવ્યો છે. તેની ન્યૂરો અને પ્લાસ્ટિક બંન્ને સર્જરી થઇ. સૈફને 6 ઘા મરાયા છે. જેમાં બંન્ને ઉંડા છે. અત્યાર સુધી તેનું સ્વાસ્થય સારુ હોવાનું જણાવાઇ રહ્યું છે. ડોક્ટરની અનુમતી મળ્યા બાદ સૈફનું નિવેદન પણ નોંધાવાશે. બાંદ્રા પોલીસ તેમનું નિવેદન નોંધશે.
આ પણ વાંચો :