Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજ કુન્દ્રાના જીવન ઉપર આધારિત ફિલ્મ UT 69 નું ટ્રેલર થયું રિલીઝ, ફિલ્મમાં રાજ પોતે ભજવશે મુખ્ય ભૂમિકા

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા ભલે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો હિસ્સો ન હોય પરંતુ તે લાઈમલાઈટમાં રહે છે. અભિનેતા એક લોકપ્રિય બિઝનેસમેન છે અને હવે તે ફિલ્મો કરવાની પણ તૈયારી કરી રહ્યો છે. તેમના જીવન પર આધારિત એક ફિલ્મ રિલીઝ થવા જઈ...
07:08 PM Oct 18, 2023 IST | Harsh Bhatt

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા ભલે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો હિસ્સો ન હોય પરંતુ તે લાઈમલાઈટમાં રહે છે. અભિનેતા એક લોકપ્રિય બિઝનેસમેન છે અને હવે તે ફિલ્મો કરવાની પણ તૈયારી કરી રહ્યો છે. તેમના જીવન પર આધારિત એક ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મને UT 69 નામ આપવામાં આવ્યું છે.આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં રાજ કુન્દ્રાના જીવનનો સંઘર્ષ બતાવવામાં આવ્યો છે. શિલ્પા શેટ્ટીએ આ ટ્રેલર સોશિયલ મીડિયા પર શેર કરીને રાજ કુન્દ્રાને પ્રોત્સાહિત કર્યા છે.

રાજ કુન્દ્રાના જેલમાં વિતાવેલા દિવસો ઉપર આધારિત છે ફિલ્મ 

ટ્રેલરની વાત કરીએ તો તેને જોયા બાદ સ્પષ્ટ થાય છે કે તે રાજ કુન્દ્રાના કેસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે, જેમાં તે વર્ષ 2021માં ફસાઈ ગયા હતા. તેમના ઉપર અશ્લીલ વીડિયો બનાવવાનો આરોપ હતો. આ પછી તેને દોષી ઠેરવવામાં આવ્યા હતા . અને તેમને જેલમાં જવું પડ્યું હતું. આ સમયગાળા દરમિયાન તેમની પત્ની શિલ્પા શેટ્ટી સાથેના સંબંધો પણ બગડ્યા હતા.ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે રાજ કુન્દ્રાને જેલમાં કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ ટ્રેલરની સાથે શિલ્પાએ રાજના નામે એક કેપ્શન પણ લખ્યું છે.

પત્ની શિલ્પા શેટ્ટીએ શેર કરી પોતાની પ્રતિક્રિયા

 

આના પર પ્રતિક્રિયા આપતા શિલ્પાએ લખ્યું- 'ઓલ ધ બેસ્ટ કૂકી, તમે એક હિંમતવાન વ્યક્તિ છો. આ મને તમારા વિશે સૌથી વધુ ગમે છે. તમારી શાણપણ અને સકારાત્મકતા માટે. મારું જીવન એક રોલરકોસ્ટર રહ્યું છે. મેં તેની એક સ્લાઈસ તમારી સાથે પણ શેર કરી છે.' તમને જણાવી દઈએ કે તેણે ફિલ્મના ડિરેક્ટર શાહનવાઝ અલીનો પણ આભાર માન્યો હતો.

શું હતો રાજ કુન્દ્રાનો કેસ

રાજ કુન્દ્રાની મુંબઈ પોલીસે 19 જુલાઈ, 2021ના રોજ હોટશોટ્સ નામની એપ્લિકેશન દ્વારા પોર્નોગ્રાફિક સામગ્રીના ઉત્પાદન અને વિતરણમાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરી હતી.બે વર્ષ પછી રાજ કુન્દ્રાના જેલમાં વિતાવેલા 63 દિવસ પર આધારિત આ ફિલ્મ બનાવવામાં આવેલ છે.

 

આ પણ વાંચો -- 69મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર: આલિયા, કૃતિ, પંકજ ત્રિપાઠીને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
filmsHindi cinemaRAJ KUNDRASHILPA SHETTYUT 69
Next Article