Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Laapataa Ladies ફિલ્મના Teaser એ લોકોને રિલીઝ પહેલા જ ફિલ્મ જોવા કર્યા મજબૂર

કિરણ રાવ દ્વારા નિર્દેશિત અને આમિર ખાનના પ્રોડક્શન હાઉસ દ્વારા નિર્મિત ફિલ્મ 'Laapataa Ladies'ને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. આ ફિલ્મે રિલીઝ પહેલા જ દુનિયાભરમાં નામ કમાઈ લીધું છે. જેના કારણે તે સતત ફેમસ થવા લાગી છે. ફિલ્મના ટ્રેલરે...
laapataa ladies ફિલ્મના teaser એ લોકોને રિલીઝ પહેલા જ ફિલ્મ જોવા કર્યા મજબૂર

કિરણ રાવ દ્વારા નિર્દેશિત અને આમિર ખાનના પ્રોડક્શન હાઉસ દ્વારા નિર્મિત ફિલ્મ 'Laapataa Ladies'ને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. આ ફિલ્મે રિલીઝ પહેલા જ દુનિયાભરમાં નામ કમાઈ લીધું છે. જેના કારણે તે સતત ફેમસ થવા લાગી છે. ફિલ્મના ટ્રેલરે દર્શકોને ખૂબ જ પ્રભાવિત કર્યા છે. આ ફિલ્મે લોકોને રિલીઝ પહેલા જ ફિલ્મ જોવા માટે મજબૂર કરી દીધા છે.

Advertisement

ફિલ્મને ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં મળી પ્રશંસા

જ્યાં 'Laapataa Ladies'ના ટીઝરે ધૂમ મચાવી દીધી છે, ત્યારે હવે ફિલ્મની રિલીઝ પહેલા જ તેણે આખી દુનિયામાં હલચલ મચાવી દીધી છે. આ કોમેડી-ડ્રામા જોવા માટે દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ તાજેતરમાં 48મા વાર્ષિક ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત કરવામાં આવી હતી અને જેને પ્રેક્ષકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મને ફેસ્ટિવલમાં વિવેચકો દ્વારા ખૂબ પ્રશંસા મળી છે. ફિલ્મની મસ્તીથી દરેક લોકો ખૂબ જ પ્રભાવિત થયા હતા. ફિલ્મને મળી રહેલો અપાર પ્રેમ જોઈને, હવે દરેક લોકો 5 જાન્યુઆરી, 2024ના રોજ રિલીઝ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Advertisement

નિર્દેશક તરીકે કિરણ રાવની આ બીજી ફિલ્મ

Advertisement

'ધોબીઘાટ' પછી નિર્દેશક તરીકે કિરણ રાવની આ બીજી ફિલ્મ છે. જે ખરેખર એક ખાસ ફિલ્મ છે. આ આમિર ખાન અને કિરણ રાવનું પુનરાગમન દર્શાવે છે. Jio સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત, 'Laapataa Ladies' કિરણ રાવ દ્વારા નિર્દેશિત અને આમિર ખાન અને જ્યોતિ દેશપાંડે દ્વારા નિર્મિત છે. આ ફિલ્મ આમિર ખાન પ્રોડક્શન્સ અને કિંડલિંગ પ્રોડક્શન્સના બેનર હેઠળ બનાવવામાં આવી છે, જેની સ્ક્રિપ્ટ બિપ્લબ ગોસ્વામીની એવોર્ડ વિજેતા વાર્તા પર આધારિત છે. પટકથા અને સંવાદો સ્નેહા દેસાઈએ લખ્યા છે અને વધારાના સંવાદો દિવ્યાનિદિ શર્માએ લખ્યા છે.

'લાપતા લેડિઝ'ના ટ્રેલરમાં શું છે સ્ટોરી?

લાપતા લેડિઝના ટ્રેલરની શરૂઆતમાં કોમેડીનો ડોઝ જોવા મળે છે. ફિલ્મમાં એક નવપરિણીત કન્યા ગુમ થઈ જાય છે અને પતિ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા જાય છે. હવે પત્નીની શોધ શરૂ થાય છે.

આ પણ વાંચો - બોલિવૂડની દબંગ ગર્લ Sonakshi Sinha એ મુંબઈના દરિયા કિનારે ખરીદ્યું આલિશાન ઘર

આ પણ વાંચો - બોકસ ઓફિસ પર ધૂમ મચાવ્યા બાદ આ OTT પ્લેટફોર્મ પર રજુ થશે ‘જવાન’, આટલા કરોડમાં વેચાયા રાઇટ્સ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.