Javed Akhtar ની ટિપ્પણી ઉપર ANIMAL ની ટીમે આપ્યો આ સણસણતો જવાબ
Javed Akhtar - Animal Controversy : જાવેદ અખ્તર બેશક હિન્દી સિનેમા જગતનું એક ખૂબ જ જાણીતું નામ છે. તેઓ પોતાના લખાણ અને ફિલ્મો ઉપરાંત પોતાના બેબાક અંદાજના કારણે જાણીતા છે. તેમના દ્વારા વિવિધ વિષય ઉપર કરાએલ ટિપ્પણી અવાર નવાર ચર્ચાનો વિષય બનતી હોય છે. તાજેતરમાં આવેલ સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્મિત ફિલ્મ ANIMAL ઉપર જાવેદ અખ્તરે પોતાના વિચારો પ્રકટ કર્યા હતા. જે આગળ જતાં સોશિયલ મીડિયા ઉપર ભારે ચર્ચાનો વિષય બન્યા હતા. હવે જાવેદ અખ્તરને ફિલ્મ ANIMAL ની ટીમે પોતે કરેલ ટિપ્પણી ઉપર જવાબ આપ્યો છે.
Animal ની ટીમે ટ્વીટ કરી Javed Akhtar ને આપ્યો સણસણતો જવાબ
Writer of your calibre cannot understand the betrayal of a lover (Between Zoya & Ranvijay) then all your art form is big FALSE 🙃 & If a woman (betrayed and fooled by a man in the name of love) would have said "lick my shoe" then you guys would have celebrated it by calling it…
— Animal The Film (@AnimalTheFilm) January 7, 2024
Javed Akhtar ને જવાબ આપતા એનિમલ ફિલ્મની ટીમે ટ્વીટ કર્યું, "જો તમારી ક્ષમતાનો કોઈ લેખક પ્રેમીના વિશ્વાસઘાતને સમજી શકતો નથી (અહીં પ્રેમીઓ ઝોયા અને રણવિજય છે) તો તમારી બધી કળા એક મોટું જૂઠ છે. અને જો કોઈ સ્ત્રી કહે છે, "મારા જૂતા ચાટો" તો તમે લોકો તેને નારીવાદ કહેશો અને ઉજવણી કરશો. પ્રેમને જાતિના રાજકારણથી મુક્ત થવા દો. ચાલો તેમને પ્રેમીઓ કહીએ. પ્રેમીએ છેતરપિંડી કરી અને જૂઠું બોલ્યું. પ્રેમીએ કહ્યું, "મારા જૂતા ચાટો. "
જાવેદ અખ્તર પહેલા પણ એનિમલ ફિલ્મના કેટલાક સીન ઉપર ટિપ્પણી કરી હતી. લોકોએ કહ્યું કે આવી ફિલ્મો સમાજમાં ખોટો ખ્યાલ લાવે છે. આ દ્રશ્યોમાં જૂતાનો સીન પણ સામેલ હતો, જેના પર જાવેદ અખ્તરે નિવેદન આપ્યું હતું. જો કે હવે ટીમે તેનો જવાબ આપી દીધો છે.
આ હતું Javed Akhtar નું નિવેદન
મોટા ફિલ્મ લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે ઔરંગાબાદમાં અજંતા ઇલોરા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં આજના યુગની સફળ ફિલ્મો વિશે વાત કરતાં કહ્યું હતું કે, "જો કોઈ ફિલ્મ જેમાં કોઈ પુરુષ કોઈ સ્ત્રીને કહે છે કે 'તૂ મારા શૂઝ ચાટ', જો કોઈ પુરુષ એમ કહે કે 'આ મહિલાને થપ્પડ મારવામાં શું ખોટું છે?', એ ફિલ્મ સુપર હિટ હોય તો એ બહુ ખતરનાક બાબત છે. "
જબ તક હૈ જાન ફિલ્મ અંગે પણ કહી આવી વાત
જબ તક હૈ જાન ફિલ્મમાં આધુનિક સ્ત્રીના ચિત્રણ અંગે વાત કરતાં અખ્તરે સમજાવ્યું હતું કે , “હવે વિવિધ પ્રકારના પ્રયોગો થઈ રહ્યા છે. જ્યારે આજના ફિલ્મ નિર્માતાઓ એક સશક્ત મહિલાની છબી બનાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેઓ હાસ્યાસ્પદ બને છે કારણ કે તેઓ જાણતા નથી કે સશક્ત મહિલા શું છે. યશ ચોપરા જેવા દિગ્દર્શક, જેમણે તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન કદાચ મહાન નહીં પણ સક્ષમ ફિલ્મો બનાવી, તેમની ફિલ્મ જબ તક હૈ જાનમાં નાયિકાને એવું કહેતી બતાવે છે કે, 'લગ્ન કરતાં પહેલાં હું તમામ રાષ્ટ્રીયતાના પુરુષો સાથે સૂઈશ.' સશક્ત બનવા માટે તમે ડોન છો.
આ પણ વાંચો -- Bollywood News : અજય દેવગન આ વર્ષે 2000 કરોડની કમાણી કરશે!