Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રણબીર કપૂરની RAMAYAN FILM નું શૂટિંગ શરૂ થતા જ બંધ કરાયું..

નીતિશ તિવારીની રામાયણ હાલ ખૂબ જ ચર્ચામાં ચાલી રહી છે. આ ફિલ્મ તેના મોટા બજેટ અને ફિલ્મની કાસ્ટને લઈને લોકોને ખૂબ જ ઉત્સાહિત કરી રહી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, સાઈ પલ્લવી, સની દેઓલ, વિજય સેતુપતી અને સુપરસ્ટાર યશ જેવા...
રણબીર કપૂરની ramayan film નું શૂટિંગ શરૂ થતા જ બંધ કરાયું

નીતિશ તિવારીની રામાયણ હાલ ખૂબ જ ચર્ચામાં ચાલી રહી છે. આ ફિલ્મ તેના મોટા બજેટ અને ફિલ્મની કાસ્ટને લઈને લોકોને ખૂબ જ ઉત્સાહિત કરી રહી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, સાઈ પલ્લવી, સની દેઓલ, વિજય સેતુપતી અને સુપરસ્ટાર યશ જેવા દિગ્ગજો કામ કરવાના છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, આ ફિલ્મ ભારતની સૌથી મોંઘી ફિલ્મ હોવાની છે. મળતી જાણકારી મુજબ આ ફિલ્મનું બજેટ 800 કરોડની આસપાસ હોઈ શકે છે. પરંતુ આ ફિલ્મની શૂટિંગ શરૂ થતની સાથે જ રોકી દેવામાં આવી છે, ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત.

Advertisement

રામાયણનું શુટીંગ 3 અઠવાડિયા માટે બંધ

મળતી માહિતી અનુસાર, આ ફિલ્મનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે. નીતિશ તિવારીના ડાઈરેકશન હેઠળ બનતી આ ફિલ્મનું શૂટિંગ કોપીરાઈટ ઉલ્લંઘનના કેસને કારણે પહેલા અટકાવવામાં આવ્યું હતું. નોટિસ પછી થોડા દિવસો સુધી શૂટિંગ ચાલુ રહ્યું હતું, પરંતુ ફરી ગયા સપ્તાહથી ફિલ્મનું શૂટિંગ બંધ થઈ ગયું છે. આનો ઉકેલ લાવવાની જરૂર છે, અને આ બાબતે સર્વસંમતિ સધાય પછી જ શૂટિંગ ફરી શરૂ થશે.

Advertisement

ફિલ્મનું શૂટિંગ હવે રોકી દેવામાં આવ્યું છે, પરંતુ પ્રોડક્શન હાઉસના સૂત્રોએ ચાહકોને ખાતરી આપી છે કે, ફિલ્મને સ્થગિત કરવામાં આવી નથી. ત્રણ અઠવાડિયામાં શૂટિંગ ફરી શરૂ થવાની ધારણા છે. વિલંબનું કારણ મુખ્ય કલાકારો સાથે SCHEDULE માં તકરાર હોવાનું માનવામાં આવે છે. હવે ફેન્સ ફિલ્મના શૂટિંગના ફરી શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે.

Advertisement

રામાયણ ફિલ્મની લાંબા સમયથી જોવાઇ રહી છે રાહ

નિતેશ તિવારી નિર્મિત રામાયણની લાંબા સમયથી રાહ જોવાઇ રહી છે. જો કે આ એવોર્ડ વિજેતા ડિરેક્ટર આ ફિલ્મ અંગે કાંઇ પણ બહાર આવે તેવું ઇચ્છતા નથી. જેના કારણે આ ફિલ્મને ખુબ જ ગુપ્ત રીતે શુટ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. જો કે રણબીર અને સાંઇ પલ્લવીને એક તસ્વીર લીક થઇ હતી. જે ઝુમ ટીવી દ્વારા ટ્વીટ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Soni Razdan And Drugs: અભિનેત્રી આલિયા ભટ્ટની મા સાથે ડ્રગ્સના સકંજામાં આવતા હેમખેમ બચી

Tags :
Advertisement

.