Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Taapsee caught in controversy! ઈમાન ખલીફને ટેકો આપવું તાપસી પન્નુને પડ્યું ભારે, ખૂબ ટ્રોલ થઇ

ઈમાન ખલીફ વિવાદ: તાપસી પન્નુના નિવેદન પર સોશિયલ મીડિયામાં તોફાન રશ્મિ રોકેટથી ઓલિમ્પિક સુધી: તાપસીના નિવેદન પર વિવાદ કેમ? સોશિયલ મીડિયામાં તાપસી થઇ ટ્રોલ Taapsee Pannu Controversial Statement : પેરિસ ઓલિમ્પિક 2024માં અલ્જેરિયાની બોક્સર ઈમાન ખલીફ (Iman Khalif) ને...
taapsee caught in controversy  ઈમાન ખલીફને ટેકો આપવું તાપસી પન્નુને પડ્યું ભારે  ખૂબ ટ્રોલ થઇ
Advertisement
  • ઈમાન ખલીફ વિવાદ: તાપસી પન્નુના નિવેદન પર સોશિયલ મીડિયામાં તોફાન
  • રશ્મિ રોકેટથી ઓલિમ્પિક સુધી: તાપસીના નિવેદન પર વિવાદ કેમ?
  • સોશિયલ મીડિયામાં તાપસી થઇ ટ્રોલ

Taapsee Pannu Controversial Statement : પેરિસ ઓલિમ્પિક 2024માં અલ્જેરિયાની બોક્સર ઈમાન ખલીફ (Iman Khalif) ને લઈને ઉઠેલા વિવાદ પર બોલિવૂડ અભિનેત્રી (Bollywood Actress) તાપસી પન્નુએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેમણે આ વિવાદને પોતાની ફિલ્મ 'રશ્મિ રોકેટ' સાથે જોડ્યો હતો. જોકે, તેમના આ નિવેદનને કારણે સોશિયલ મીડિયા પર તેઓ ખૂબ જ ટ્રોલ થઈ રહ્યા છે.

તાપસીએ શું કહ્યું?

તાપસીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, "મેં 'રશ્મિ રોકેટ' નામની ફિલ્મ કરી હતી જેમાં એક મહિલા એથ્લેટની વાત હતી જેના પર ટેસ્ટોસ્ટેરોનના ઉચ્ચ સ્તરને કારણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ઈમાન ખલીફાનો કેસ પણ આ જ વાતને ઉજાગર કરે છે. મારા મતે, જો કોઈ એથ્લેટ કુદરતી રીતે શારીરિક ફાયદો ધરાવતો હોય તો તેના પર પ્રતિબંધ મૂકવો યોગ્ય નથી. જેમ કે યુસૈન બોલ્ટ કે માઈકલ ફેલ્પ્સ." તાપસીએ આગળ કહ્યું કે, "જો કોઈ એથ્લેટ કૃત્રિમ રીતે પોતાના શરીરમાં કોઈ ફેરફાર કરે છે તો તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ. પરંતુ ઈમાન ખલીફના કિસ્સામાં એવું કંઈ જ થયું નથી."

Advertisement

Advertisement

ઈમાન ખલીફ વિવાદ શું છે?

પેરિસ ઓલિમ્પિકમાં મહિલા બોક્સિંગની 66 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીતનારી અલ્જેરિયાની બોક્સર ઈમાન ખલીફના લિંગને લઈને ઘણો વિવાદ થયો હતો. તેમના વિશે ઘણી ભ્રામક માહિતી પણ ઈન્ટરનેટ પર ફેલાઈ હતી, જેના પછી લોકો તેમના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવા લાગ્યા હતા. ઈમાન ખલીફના લિંગને લઈને કેટલાક સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. કેટલાક લોકો દાવો કરતા હતા કે તેમના શરીરમાં પુરુષો જેવા ક્રોમોઝોમ છે. જોકે, આ દાવાઓને કોઈ પુરાવા દ્વારા સાબિત કરવામાં આવ્યા ન હતા.

તાપસી કેમ ટ્રોલ થઈ રહ્યા છે?

તાપસીના નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર ઘણી પ્રતિક્રિયાઓ આવી છે. કેટલાક લોકો તેમને સમર્થન આપી રહ્યા છે, તો કેટલાક તેમની નિંદા કરી રહ્યા છે. એક યુઝર્સે ધ્યાન દોર્યું કે તાપસી ઈમાનના 'હાઈ ટેસ્ટોસ્ટેરોન લેવલ' વિશે વાત કરી રહી છે. જ્યારે વાત ઈમાનના જનીનમાં 'XY રંગસૂત્ર' વિશે છે, 'ટેસ્ટોસ્ટેરોન સ્તર' વિશે નહીં. ઘણા યુઝર્સે તાપસીને એ હકીકત માટે ટ્રોલ કરી હતી કે તેનું નિવેદન સમગ્ર મામલાના મુદ્દાથી ભટકી ગયું છે. જ્યારે ઘણા યુઝર્સે ઈમાનના કેસ સાથે યુસૈન બોલ્ટ અને માઈકલ ફેલ્પ્સની સરખામણી કરવા બદલ તેણીને ટ્રોલ કરવાનું શરૂ કર્યું, ત્યારે એક યુઝરે કટાક્ષ કરતા કહ્યું, 'તો હવે તે ડોક્ટર તાપસી બની ગઈ છે!' ઘણા યુઝર્સ એટલા ગુસ્સે થઈ ગયા કે તેઓએ કહ્યું કે તાપસી તેની જૂની ફિલ્મ રશ્મિ રોકેટના પ્રમોશન દરમિયાન જે ઈચ્છે તે કહી રહી છે. પહેલા આખો મામલો સમજી લો. અહીં શું મુદ્દો છે? જો તમને ખબર ન હોય તો ચૂપ રહો.

આ પણ વાંચો:  કેમ સ્ટેડિયમમાં ગોલ્ડ જીત્યા બાદ અરશદ નદીમને કલાકો સુધી બેસાડ્યો?

Tags :
Advertisement

Trending News

.

×