Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Swatantrya Veer Savarkar Trailer : રણદીપ હુડ્ડાના દમદાર ડાયલોગ્સ તમારા રૂંવાટા કરી દેશે ઉભા, જુઓ Video

Swatantrya Veer Savarkar Trailer : સ્વતંત્રતા સેનાની વીર સાવરકરની એક ફિલ્મનું ટ્રેલર થોડા જ સમય પહેલા રિલીઝ કરવામાં આવ્યું છે. જેમા મુખ્ય ભૂમિકામાં રણદીપ હુડ્ડા અને અંકિતા લોખંડે છે. રણદીપ હુડ્ડા હંમેશા તેમના પ્રભાવશાળી કામ માટે લોકો દ્વારા પ્રશંસા મેળવે...
11:46 PM Mar 04, 2024 IST | Hardik Shah
Swatantra Veer Savarkar Trailer

Swatantrya Veer Savarkar Trailer : સ્વતંત્રતા સેનાની વીર સાવરકરની એક ફિલ્મનું ટ્રેલર થોડા જ સમય પહેલા રિલીઝ કરવામાં આવ્યું છે. જેમા મુખ્ય ભૂમિકામાં રણદીપ હુડ્ડા અને અંકિતા લોખંડે છે. રણદીપ હુડ્ડા હંમેશા તેમના પ્રભાવશાળી કામ માટે લોકો દ્વારા પ્રશંસા મેળવે છે. હુડ્ડા આ ફિલ્મમાં સ્વાતંત્ર્ય સેનાની વિનાયક દામોદર સાવરકરનું પાત્ર ભજવી રહ્યા છે. આમાં તેની સાથે અંકિતા લોખંડે છે, જે તેની પત્ની બની છે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે વીર સાવરકર માનતા હતા કે અહિંસાના માર્ગે ચાલીને અંગ્રેજો સામે લડી શકાશે નહીં, આ માટે આપણે તેમની સામે લડવું પડશે.

3 મિનિટ 21 સેકન્ડના ટ્રેલરમાં જોવા મળ્યું વીર સાવરકરનું જીવનચરિત્ર

'સ્વાતંત્ર્ય વીર સાવરકર'નું ટ્રેલર સોમવારે રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં રણદીપ હુડ્ડા અને અંકિતા લોખંડે છે, જેમની એક્ટિંગ આ ટ્રેલરમાં દમદાર જોવા મળી રહી છે. જણાવી દઇએ કે, રણદીપે 3 માર્ચે ટ્રેલર રિલીઝ થવાની માહિતી આપી હતી અને ત્યારથી જ તેના ચાહકોમાં ઉત્તેજના હતી. વળી, હવે નિર્માતાઓએ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું છે. આ ફિલ્મમાં રણદીપ હુડ્ડા લીડ રોલમાં જોવા મળશે. એટલું જ નહીં આ ફિલ્મનું નિર્દેશન પણ તેણે પોતે જ કર્યું છે. જો ટ્રેલરની વાત કરીએ તો આ 3 મિનિટ 21 સેકન્ડના ટ્રેલરમાં, વીર સાવરકર તરીકે રણદીપ હુડા શપથ લે છે કે તેઓ અખંડ ભારતનું નિર્માણ કરશે. તેઓ મહાત્મા ગાંધીના વિચારો સાથે સહમત ન હતા. તે કહે છે, 'હું એવા લોકોને શોધી રહ્યો છું જે અંગ્રેજોના કાળજાને ફાડીને ખાઇ જાય.' ટ્રેલરમાં આગળ બતાવવામાં આવ્યું છે કે, તેમને બે વખત આજીવન કેદની સજા થાય છે. તેઓને જેલમાં ભારે ત્રાસ આપવામાં આવે છે. પાત્રમાં આવવા માટે રણદીપ હુડ્ડાએ જબરદસ્ત શારીરિક પરિવર્તન કર્યું છે તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે.

ફિલ્મ 22 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે

સાવરકરે દેશને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, પરંતુ આજે પણ તેમના વિશે બહુ ઓછા લોકો જાણે છે. સાવરકર વિશે એવું કહેવાય છે કે તેમના વર્તનને કારણે તેઓ મહાત્મા ગાંધી સાથે ક્યારેય સારા નહોતા. વળી, હવે સાવરકર પર બનેલી ફિલ્મ પણ ટૂંક સમયમાં રિલીઝ માટે તૈયાર છે. 22 માર્ચે સિનેમાઘરોમાં 'સ્વતંત્ર વીર સાવરકર' રિલીઝ થશે. ઉલ્લેખનીય છે કે, ‘વીર સાવરકર’ હિંદુત્વ વિચારધારાના અગ્રણી સમર્થક હતા. સાવરકરનો જન્મ 1883માં 28 મેના રોજ થયો હતો. સાવરકર દેશની ક્રાંતિમાં સક્રિયપણે ભાગ લેતા હતા. લેખક, વકીલ, સમાજ સુધારક અને રાજનેતા વીર સાવરકર હંમેશા સ્વદેશી ચળવળમાં ભાગ લેતા હતા. આટલું જ નહીં, તેમણે આંદોલનનો ભાગ બનવા માટે પોતાનો અભ્યાસ પણ છોડી દીધો હતો.

આ પણ વાંચો - ગુજરાતના ધારાસભ્યોને બતાવવાશે આ ફિલ્મ, PM મોદીએ પણ કર્યા હતા વખાણ

આ પણ વાંચો - Anant-Radhika Pre Wedding : શાહરૂખ, સલમાન અને આમિર ખાને કર્યો જબરદસ્ત ડાન્સ, Video Viral…

આ પણ વાંચો - Anant Radhika Pre Wedding : શાહરૂખ ખાને અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં ગૌરી સાથે કર્યો ડાન્સ, જુઓ video

Tags :
Ankita LokhandeGujarat FirstRandeep Hoodarandeep hooda veer savarkarRandeep Hooda Veer Savarkar Trailersavarkar filmsavarkar release datesavarkar trailerSwatantra Veer Savarkar Trailer ReleaseSwatantrya Veer Savarkar MovieSwatantrya Veer Savarkar Movie TrailerSwatantrya Veer Savarkar TrailerVeer Savarkarveer savarkar biopicVeer Savarkar Trailervinayak damodar savarkar
Next Article
Home Shorts Stories Videos