Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

South India ના નાગરિકો માટે અસલ જીવનમાં Prabhas બન્યા બાહુબલી

Prabhas એ વરસાદથી પ્રભાવિત લોકાના વ્હારે કુલ 4 કરોડ રૂપિયા Relief Fund તરીકે આપ્યા Prabhas અસલ જીવનમાં પણ બાહુબલી અને મસિહા Prabhas Donates Rs.4 Crore : Pan-India superstar Prabhas એ બાહુબલી બાદ એ અભિનય ઉપરાંત પોતાની સાદગીથી એ વિશ્વમાં...
south india ના નાગરિકો માટે અસલ જીવનમાં prabhas બન્યા બાહુબલી
  • Prabhas એ વરસાદથી પ્રભાવિત લોકાના વ્હારે

  • કુલ 4 કરોડ રૂપિયા Relief Fund તરીકે આપ્યા

  • Prabhas અસલ જીવનમાં પણ બાહુબલી અને મસિહા

Prabhas Donates Rs.4 Crore : Pan-India superstar Prabhas એ બાહુબલી બાદ એ અભિનય ઉપરાંત પોતાની સાદગીથી એ વિશ્વમાં એ મુકામ હાંસલ કર્યું છે. કે આજે Prabhas વિશ્વમાં મોટભાગના દેશમાં રહેલા લોકોમાં તેમનો ચાહક વર્ગ આવેલો છે. તે ઉપરાંત Prabhas દરેક વર્ષે એક ધમાકેદાર ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ કરે છે. આ વર્ષે તેમની બે ફિલ્મો આવી હતી. આ બંને ફિલ્મો એ સિનેમાઘરોમાં ધૂમ મચાવી હતી. તેમાં પણ Kalki 2989 AD એ મોટાભાગની તમામ ભારતીય ફિલ્મોના કમાણીની બાબતમાં રેકોર્ડ બ્રેક કર્યા છે. તેની સાથે આ વર્ષની શરૂઆતમાં Salaar આવી હતી.

Advertisement

Prabhas એ વરસાદથી પ્રભાવિત લોકાના વ્હારે

ત્યારે તાજેતરમાં Prabhas એ 2 કરોડ રૂપિયા કેરલાના મુખ્યમંત્રીના Relief Fund ને સોંપ્યા છે. આ 2 કરોડ રૂપિયાની મદદથી વાયનાડના નાગરિકોની મદદ કરવાનું સૂચન કર્યું છે. કારણ કે... આ વર્ષે આવેલા વાયનાડમાં પૂર અને ભૂસ્ખલનની સ્થિતિમાં હજારો લોકો પ્રભાવિત થયા હતાં. તો Prabhas નું પ્રસંશનીય કામ અહીંયા જ નથી પૂરું થતું. તે ઉપરાંત Prabhas એ 2 કરોડ રૂપિયા Andhra Pradesh અને Telangana માં વરસાદી સમયગાળામાં જે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તેમની માટે Relief Fund તરીકે આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Salman Khan ના ઓવારણાં લેતી વૃદ્ધ મહિલાનો વીડિયો જોઈને થશો ભાવૂક

Advertisement

કુલ 4 કરોડ રૂપિયા Relief Fund તરીકે આપ્યા

ત્યારે કુલ 4 કરોડ રૂપિયા Relief Fund તરીકે સરકારને સોંપવામાં આવ્યા છે. આશરે 30 દિવસની અંદર વિવિધ રીતે Relief Fund માં Prabhas આ નાણાકિય સવલત પૂરી પાડી છે. આ રાજ્યોમાં પૂરથી પ્રભાવિત લોકો માટે ચાલી રહેલી રાહત કામગીરીને ટેકો આપશે. Prabhas ની આ આર્થિક મદદ વરસાદને કારણે જે લોકોને નુકસાનનો સામનો કરવામાં આવ્યો છે. તેમના માટે Prabhas એ દેવદૂત બનીને આવ્યા છે. જોકે આ અંગે Prabhas દ્વારા કોઈપણ સોશિયલ મીડિયામાં માહિતી શેર કરવામાં આવી નથી. કારણ કે... Prabhas એ એવા અભિનેતા અને વ્યક્તિત્વ ધરાવે છે, પોતાના અંગત જીવનના કાર્યોને સોશિયલ મીડિયા પર પ્રદર્શિત કરતા નથી.

Advertisement

Prabhas અસલ જીવનમાં પણ બાહુબલી અને મસિહા

તો Prabhas એ માત્ર સિનેમાઘરમાં જ નહીં, પરંતુ અસલ જીવનમાં પણ બાહુબલી અને મસિહા તરીકોની અભિવ્યક્તિ ધરાવે છે. તેમની લોકપ્રિયતા આ પ્રકારના કાર્યોમાં ચાર ચાંદ લગાવે છે. તે ઉપરાંત તેમની લોકપ્રિયતામાં પણ વધારો કરે છે. તેના કારણ એ જ તેમને લોકો Prabhas નહીં, પરંતુ Darling તરીકે સંબોધિત કરે છે. ત્યારે વરસાદની આ ભયાવહ સ્થિતિમાં 4 કરોડ રૂપિયા આ હજારો નાગરિકો માટે ખુબ જ મદદરૂપ સાબિત થશે.

આ પણ વાંચો: Queen Kangana ની ફિલ્મ ઈમરજન્સી ફસાઈ કટોકટીની વચ્ચે

Tags :
Advertisement

.