Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રામ જન્મભૂમિ પર આવી ઐતિહાસિક ફિલ્મ '6 9 5', નામમાં જ છે રહસ્ય

'6 9 5' : રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અત્યારે દેશમાં ભારે ઉત્સાહનો માહોલ છે. ત્યારે રામ મંદિર માટે કરેલા સંધર્ષની વાત લઈને કાલે એક ફિલ્મ આવી છે. ભારતના ઇતિહાસમાં અયોધ્યાનું રામ મંદિર મહત્વનું વધારે ગણાય છે, અને તેના માટે...
રામ જન્મભૂમિ પર આવી ઐતિહાસિક ફિલ્મ  6 9 5   નામમાં જ છે રહસ્ય

'6 9 5' : રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અત્યારે દેશમાં ભારે ઉત્સાહનો માહોલ છે. ત્યારે રામ મંદિર માટે કરેલા સંધર્ષની વાત લઈને કાલે એક ફિલ્મ આવી છે. ભારતના ઇતિહાસમાં અયોધ્યાનું રામ મંદિર મહત્વનું વધારે ગણાય છે, અને તેના માટે હિંદુઓએ ઘણો સંઘર્ષ પણ કરેલો છે. રામ જન્મભૂમિને લઈને વર્ષોથી રાજનીતિ થતી આવી છે અને તેના પર અનેક ફિલ્મો પણ બની ચૂકી છે. પરંતુ 19 જાન્યુઆરીએ આ વિષય પર યોગેશ ભારદ્વાજ અનોખી ફિલ્મ લઈને આવ્યા છે. આ ફિલ્મનું નામ પણ અનોખું રાખવામાં આવ્યું છે. જેની પાછળ રામ મંદિરની ઐતિહાસિત કહાણી છે.

Advertisement

રામ મંદિર માટે હિંદુઓએ કરેલા સંઘર્ષની કહાણી

આ ફિલ્મનું નામ છે 6 9 5 અને તે રામ મંદિરના ઉદ્ઘાટનના 3 દિવસ પહેલા જ રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મ રામ મંદિરના સંઘર્ષને દર્શાવતી ફિલ્મ છે. આ ફિલ્મમાં રામ મંદિર માટે હિંદુઓએ કરેલા સંઘર્ષ અને તેમના પર થયેલા અત્યાચારની કહાણી છે. એટલું જ નહીં પરંતુ આ ફિલ્મનું રહસ્ય તેના ટાઈટલમાં જ છુપાયેલું છે. જે રામ જન્મભૂમિના ઈતિહાસને દર્શાવે છે.

આઈએમડીબીએ 9.3 રેટિંગ આપ્યું

ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મને આઈએમડીબીએ 9.3 રેટિંગ આપ્યું છે, જે ‘પુષ્પા’ (7.6) અને ‘બાહુબલી’ (8.0)ની રેટિંગથી પણ વધારે છે. અરૂણ ગોવિલની આ ફિલ્મ ‘6 9 5’ રામ જન્મભૂમિ પર વર્ષોથી ચાલતા આવતા સંઘર્ષને બતાવવા માટે આવી છે. જે કાલે 19 જાન્યુઆરીએ રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં મુકેશ તિવારી અને મનોજ જોશીએ મહત્વનો રોલ ભજવ્યો છે.

Advertisement

આ પણ વાંચો: PM મોદીની સુરક્ષાને લઈને કરવામાં આવી આ સુવિધા, રિહર્સલ પણ કરાયું…

ફિલ્મ ‘695’ નું રહસ્ય શું છે?

આ ફિલ્મ સવા બે કલાકની છે, જેની કહાણી હિંદુઓએ કરેલા સંઘર્ષ અને બલિદાનને બતાવે છે, જેમને ભગવાન રામના જન્મ સ્થળ પર બાબરી મસ્જિદ બની હોવાની વર્ષોથી વિરોધ કરી રહ્યા હતા. આ ફિલ્મ ‘695’ નું નિર્દેશન રજનીશ બેરી અને યોગેશ ભારદ્વાજે સાથે મળીને કર્યું છે. આ સાથે વાત કરીએ તો આ ફિલ્મને આદેશ કે. અર્જુન, યોગેશ ભારદ્વાજ અને શ્યામ ચાવલાએ લખી છે. મહત્વની વાત તો એ છે કે,આ ફિલ્મનું મોટાભાગનું શુટિંગ અયોધ્યામાં જ થયું છે.

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.