Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

એ ધડામ... સ્ટેજ પર પરફોર્મન્સ કરતા સમયે પ્રિયંકા ચોપરાના પતિ Nick Jonas સાથે થયું કઇંક આવું

બોલિવૂડની દેસી ગર્લ એટલે કે પ્રિયંકા ચોપરાનો પતિ Nick Jonas તાજેતરમાં બ્રા ફેંકવાને કારણે ચર્ચામાં આવ્યો હતો, જેના કારણે તેણે ઘણી હેડલાઈન્સ બનાવી હતી. વળી, હવે નિક ફરી એકવાર હેડલાઇન્સમાં આવી ગયો છે. નિક જોનાસ ન્યૂયોર્કના યાન્કી સ્ટેડિયમમાં જોનાસ બ્રધર્સ...
08:38 AM Aug 17, 2023 IST | Hardik Shah

બોલિવૂડની દેસી ગર્લ એટલે કે પ્રિયંકા ચોપરાનો પતિ Nick Jonas તાજેતરમાં બ્રા ફેંકવાને કારણે ચર્ચામાં આવ્યો હતો, જેના કારણે તેણે ઘણી હેડલાઈન્સ બનાવી હતી. વળી, હવે નિક ફરી એકવાર હેડલાઇન્સમાં આવી ગયો છે. નિક જોનાસ ન્યૂયોર્કના યાન્કી સ્ટેડિયમમાં જોનાસ બ્રધર્સ કોન્સર્ટ દરમિયાન સ્ટેજ પરથી અચાનક જ પડી ગયો હતો. જોકે, તે ઝડપથી ઉભો પણ થઇ ગયો હતો અને પોતાનું પરફોર્મન્સ ચાલુ રાખ્યું હતું.

ચાલુ પરફોર્મન્સ દરમિયાન નિક સ્ટેજ પરથી પડ્યો

અમેરિકાના સિંગર અને બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ તેના બે ભાઈઓ સાથે કોન્સર્ટમાં પરફોર્મન્સ કરી રહ્યો હતો તે સમયે અચાનક એવું થયું કે જેના કારણે નિકના ફેન અને પત્ની પ્રિયંકા ચોપરા ચિંતામાં મુકાઈ ગયા હતા. તાજેતરમાં નિક જોનાસનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં, આ વીડિયોમાં જોવા મળ્યું હતું કે નિક જોનાસ કોન્સર્ટમાં પરફોર્મ કરતી વખતે સ્ટેજ પરથી પડી ગયો હતો. જોકે, તેણે એક સમજદારી બતાવતા તુરંત જ ઉભો થઇ ગયો અને એક એવી વર્તણૂક કરી કે કઇં થયું જ નથી. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. નિકને સ્ટેજ પર પડતા જોઈને તેનો એક સુરક્ષા ગાર્ડ તેની મદદે આવ્યો, પરંતુ નિક તરત જ ઊભો થઈ ગયો અને તેનું પ્રદર્શન ફરી શરૂ કર્યું અને તેના ભાઈઓ પાસે પાછો ગયો.

ચાહકો નિકના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે નિકે સફેદ શર્ટ અને પીળી પેન્ટ પહેરી છે અને તે સ્ટેજ પર શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. આ વીડિયો જોઈને નિકના ફેન્સ ચિંતામાં પડી ગયા હતા. તેમજ ચાહકો તેના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા. એવું નથી નિક સાથે સ્ટેજ પર આ પહેલી વિચિત્ર ઘટના છે. આ પહેલા નિક જ્યારે પોતાનું પરફોર્મન્સ આપી રહ્યો હતો ત્યારે એક મહિલા ફેન્સે નિક પર બ્રા (અંડરગાર્મેન્ટ) ફેંકી દીધી હતી, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જો કે, આના પર પ્રતિક્રિયા આપ્યા વિના, નિક પાછું ગાવાનું શરૂ કરે છે. વીડિયો જોઈને બધા નિકના વખાણ કરતા જોવા મળ્યા હતા. આ સાથે ચાહકોએ પણ આ અંગે પોત-પોતાની પ્રતિક્રિયા શેર કરી છે.

આ પણ વાંચો - બોલિવૂડની આ અભિનેત્રીઓ પાસે નથી ભારતની નાગરિકતા, એક નામ સાંભળી ચોંકી જશો તમે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Nick JonasNick Jonas Fell On StageNick Jonas performing on stagepriyanka chopraviral video
Next Article