Singham Again અને Bhool Bhulaiyaa 3 ની રિલીઝ માટે આ દેશમાં પ્રતિબંધ લાગ્યો
- સૌથી ચર્ચિત ફિલ્મોને સાઉદી અરબમાં પ્રતિબંધિ કરી
- ફિલ્મમાં રામાયણને લઈ કોઈ વાર્તા દર્શાવવામાં આવી
- આ ફિલ્મમાં હોમોસેક્શુઅલિટી દર્શાવવામાં આવી છે
Singham Again And Bhool Bhulaiyaa 3 : હાલમાં, Singham Again અને Bhool Bhulaiyaa 3 માટે સૌથી વધુ બોલીવૂડ અને સિનેમાઘરોમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે. કારણ કે... Singham Again અને Bhool Bhulaiyaa 3 એ બંને દિવાળી ઉપર સિનેમાઘરોમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. ત્યારે આ બંને ફિલ્મની દર્શકો પણ ખુબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ Singham Again અને Bhool Bhulaiyaa 3 ને રિલીઝ પહેલા એક ઝટકો લાગ્યો છે. આ બંને ફિલ્મને રિલીઝ પહેલા બેન કરવામાં આવી છે.
સૌથી ચર્ચિત ફિલ્મોને સાઉદી અરબમાં પ્રતિબંધિ કરી
એક અહેવાલ અનુસાર, Singham Again અને Bhool Bhulaiyaa 3 ને સાઉદી અરબમાં બેન કરવામાં આવી છે. જોકે Singham Again અને Bhool Bhulaiyaa 3 ઉપર લગાવવામાં આવેલા પ્રતિબંધના વિવિધ કારણો જોવા મળી રહ્યા છે. તો Singham Again અને Bhool Bhulaiyaa 3 ની અરબમાં રિલીઝ અટકતા, ત્યાં આવેલા ભારતીયો ખુબ જ નિરાશ છે. કારણ કે... સાઉદી અરબમાં રહેતા ભારતીય મૂળના વ્યક્તિઓએ દિવાળીના સમયે Singham Again અને Bhool Bhulaiyaa 3 ને પરિવાર સાથે નિહાળવાનો કાર્યક્રમ તૈયાર કર્યો હતો.
આ પણ વાંચો: Rishab Shetty:'કંતારા' બન્યો 'હનુમાન', ઋષભ શેટ્ટી નવા અવતારમાં!
ફિલ્મમાં રામાયણને લઈ કોઈ વાર્તા દર્શાવવામાં આવી
જોકે Singham Again અને Bhool Bhulaiyaa 3 એ બંને ધર્મ સાથે જોડાયેલી ફિલ્મ માનવામાં આવી રહી છે. ત્યારે આ મામલે Singham Again અને Bhool Bhulaiyaa 3 ને સાઉદી અરબમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કારણ કે... આ બંને ફિલ્મો હિન્દુ-મુસ્લિમમાં મતભેદ ઉભા કરી શકે છે. ત્યારે આ કારણોસર Singham Again અને Bhool Bhulaiyaa 3 ને સાઉદી અરબમાં રિલીઝ કરતા અટકાવવામાં આવી છે. જોકે Singham Again ના ફિલ્મ નિર્માતાઓ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, ફિલ્મમાં રામાયણને લઈ કોઈ વાર્તા દર્શાવવામાં આવી નથી.
આ ફિલ્મમાં હોમોસેક્શુઅલિટી દર્શાવવામાં આવી છે
Bhool Bhulaiyaa 3 માટે એ કારણ સામે આવ્યું છે કે, આ ફિલ્મમાં હોમોસેક્શુઅલિટી દર્શાવવામાં આવી છે. તો ફિલ્મમાં મુખ્ય કિરદારમાં જોવા મળતા કાર્તિક આર્યને હોમોસેક્શુઅલ રેફરેન્સનો ઉપયોગ કરે છે. તેના કારણે સાઉદી અરબમાં કાર્તિક આર્યન અને વિદ્યા બાલનની આ ફિલ્મને રિલીઝ કરવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જોકે Singham Again અને Bhool Bhulaiyaa 3 એ ભારત સહિત અન્ય વિદેશના દેશમાં ધૂઆધાર ટક્કર માટે તૈયાર છે. તો Singham Again કરતા Bhool Bhulaiyaa 3 એ એડવાન્સ બુકિંગ વધારે કરી છે.
આ પણ વાંચો: Prabhas એ કેમ કિંગ ખાન સાથે કામ કરવા માટે નામંજૂરી વ્યક્ત કરી?