Sikander release date: સિકંદર અને ટાઈગર-3ની રિલીઝ વચ્ચે શું સામ્યાતા છે? જાણો સિકંદરની રિલીઝ ડેટ પાછળનું ખાસ કારણ
- સિકંદર 30મી માર્ચ 2025ના રોજ રવિવારે રિલીઝ થશે
- ટાઈગર-3 પણ 12મી નવેમ્બર 2023ના રોજ રવિવારે રિલીઝ થઈ હતી
- સિકંદર ફિલ્મને ઈદ અને ગુડી પડવો તેમજ વીકેન્ડનો ટ્રીપલ ફાયદો થશે
Mumbai: સલમાન ખાનની 'સિકંદર' આ વર્ષની સૌથી મોટી ફિલ્મ ગણાય છે. ફેન્સ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ ફિલ્મ આ વર્ષે ઈદ પર રિલીઝ થશે, પરંતુ કન્ફર્મ તારીખ અંગે ઘણી મૂંઝવણ હતી. નિર્માતાઓએ ટ્રેલર અને પોસ્ટરમાં ફક્ત આટલું જ ઉલ્લેખ કર્યો છે કે તે 2025 ની ઈદ પર રિલીઝ થશે. તેમણે કોઈ કન્ફર્મ ડેટ પણ આપી ન હતી.
અગાઉની રિલીઝ ડેટ્સમાં વિવિધતા
જોકે, કેટલાક અહેવાલોમાં 'સિકંદર'ની રિલીઝ ડેટ 28 માર્ચ હોવાનું કહેવામાં આવ્યું હતું, જ્યારે કેટલાક અહેવાલોમાં 31 માર્ચ જણાઈ હતી. જો કે હવે એક અહેવાલ મુજબ કન્ફર્મ રિલીઝ ડેટ 30મી માર્ચ એટલેકે રવિવારને કન્ફર્મ કરાઈ છે.
આ પણ વાંચોઃ Sikandar : સિકંદર ફિલ્મનું ત્રીજું ગીત રિલીઝ કરવામાં આવ્યું, સલમાન અને રશ્મિકાની ધાંસુ કેમેસ્ટ્રી જોવા મળી
શા માટે 30મી માર્ચ યોગ્ય?
રમઝાનને કારણે, મુસ્લિમ દર્શકોનો મોટો વર્ગ ઈદ પહેલા સિનેમાઘરોથી દૂર રહે છે. આ સ્થિતિમાં, નિર્માતાઓની યોજના એવી છે કે 30 માર્ચ, રવિવારના રોજ રજાના કારણે 'સિકંદર'ને જોરદાર ઓપનિંગ મળે અને તે પછી ઈદના અવસર પર, ફેન્સ ભાઈજાન સાથે ઈદની ઉજવણી કરવા માટે ઉમટી પડશે. 30 માર્ચ, રવિવાર એ બીજી મોટી તક છે. ખરેખર, તે દિવસે મહારાષ્ટ્રમાં ગુડી પડવો છે. તેનો લાભ પણ સિકંદર ફિલ્મને મળી રહેશે.
30મી માર્ચ બાદ પણ થશે જોરદાર કલેકશન
ઈદ 31 માર્ચ, સોમવારના રોજ ઉજવવામાં આવશે. ઘણા કેન્દ્રો પર, ૧ એપ્રિલ અને ૨ એપ્રિલના રોજ ઈદ પછીની રજા અમલમાં રહેશે. શુક્રવાર, ૪ એપ્રિલથી સપ્તાહના અંતે અસર શરૂ થશે અને કલેક્શનમાં ફરી ઉછાળો જોવા મળશે. તેથી, રવિવાર, 6 એપ્રિલ સુધી, ફિલ્મનું કલેક્શન ખૂબ જ મજબૂત રહેશે.
ટાઈગર-3ની રિલીઝ સાથે સામ્યતા
સલમાન ખાનની ટાઈગર-3 પણ રવિવારના રોજ તા.12મી નવેમ્બર 2023ના રોજ રિલીઝ થઈ હતી. આ દિવસે રજા હોવાથી ટાઈગર-3ને પણ ખૂબ જ સારુ ઓપનિંગ કલેકશન મળ્યું હતું. હવે ફિલ્મના મેકર્સ ટાઈગર-3ના ઈતિહાસનું પુનરાવર્તન કરવા માંગે છે.
આ પણ વાંચોઃ તે બોલિવૂડનું સૌથી ખરાબ ચુંબન હતું, Hum Tum ના સ્ટાર્સે કર્યો ખુલાસો