Shah Rukh Khan: કાનૂની વિવાદમાં ફસાયો-200 કરોડનો બંગલો 'મન્નત'
Shah Rukh Khan નો બાંદ્રાનો બંગલો 'મન્નત' કાનૂની વિવાદમાં ફસાઈ ગયો છે. મુંબઈના એક સામાજિક કાર્યકર્તા સંતોષ દાઉન્ડકરે શાહરૂખ પર કેટલાક આરોપો લગાવ્યા છે, જેના કારણે 'મન્નત'નું રિન્યુઅલ શરૂ થાય તે પહેલા જ વિવાદમાં ફસાઈ ગયું છે. મન્નતના કેસની સુનાવણી મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી (Maharashtra Coastal Zone Management Authority-MCZMA) સમક્ષ 23 એપ્રિલે થશે.
NGTમાં અરજી દાખલ
અહેવાલો અનુસાર, સામાજિક કાર્યકર્તા સંતોષ દાઉદકરે અભિનેતા શાહરૂખ ખાન વિરુદ્ધ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (National Green Tribunal-NGT)માં અરજી દાખલ કરી છે. આ અરજીમાં તેણે શાહરૂખ અને મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી પર કોસ્ટલ રેગ્યુલેશન ઝોનની પરવાનગી વિના 'મન્નત'માં ફેરફાર કરવાનો આરોપ લગાવ્યો હતો. સંતોષનો દાવો છે કે બંગલાના રિનોવેશન દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું અને શાહરૂખે તેના માટે જરૂરી મંજૂરીઓ લીધી ન હતી.
'મન્નત'ની કિંમત લગભગ 200 કરોડ
બાંદ્રાના પોશ વિસ્તારમાં આવેલી શાહરૂખ ખાન(Shah Rukh Khan)ની આલીશાન હવેલી 'મન્નત' પ્રવાસીઓના આકર્ષણથી ઓછી નથી. ચાહકો અવારનવાર અહીં ફોટોગ્રાફ લે છે. શાહરૂખ અને ગૌરીએ તેમના સપનાના ઘરને વધુ ભવ્ય બનાવવાનું નક્કી કર્યું હતું, પરંતુ તે પહેલાં જ તે કાયદાકીય વિવાદોમાં ફસાઈ ગયું હતું. 'મન્નત'ની કિંમત વિશે વાત કરીએ તો તેની કિંમત લગભગ 200 કરોડ રૂપિયા છે.
ગ્રેડ III હેરિટેજ સ્ટ્રક્ચરની સૂચિમાં ‘મન્નત’ સામેલ
શાહરૂખ ખાનનો ભવ્ય બંગલો 'મન્નત' ગ્રેડ III હેરિટેજ સ્ટ્રક્ચરની યાદીમાં સામેલ છે. આવી સ્થિતિમાં તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવા માટે યોગ્ય પરવાનગી લેવી ફરજિયાત છે. એવો આરોપ છે કે શાહરૂખે પબ્લિક હાઉસિંગ માટે બનેલા 12 વન-બીએચકે ફ્લેટને મોટા મકાનમાં બદલી નાખ્યા છે. આ મામલામાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) એ સામાજિક કાર્યકર્તા સંતોષ દાઉંડકરને તેમના દાવાના સમર્થનમાં પુરાવા રજૂ કરવા કહ્યું છે.
આગામી સુનાવણી 23 એપ્રિલે
ન્યાયિક સભ્ય દિનેશ કુમાર સિંહ અને નિષ્ણાત સભ્ય વિજય કુલકર્ણીએ જણાવ્યું હતું કે જો શાહરૂખ ખાન Shah Rukh Khan અથવા મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી (MCZMA) નિયમોનું કોઈ ઉલ્લંઘન થયું હોય તો સંતોષ દાઉદકરે 4 અઠવાડિયાની અંદર પુરાવા રજૂ કરવા પડશે. જો તે આમ કરવામાં નિષ્ફળ જાય તો અપીલ નામંજૂર થઈ શકે છે. આ કેસની આગામી સુનાવણી હવે 23 એપ્રિલે થશે.
આ પણ વાંચો-Korean Actress : લગ્ન પહેલા થઇ પ્રેગ્નન્ટ,હવે 8 વર્ષ બાદ એક્ટ્રેસ લઇ રહી છે છૂટાછેડા!