Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Shah Rukh Khan 'મન્નત' છોડીને આ વિસ્તારમાં થયો સેટલ, જાણો ખાસ વાતો

શાહરૂખ ખાને છોડ્યું મન્નત મન્નત બંગલામાંથી અસ્થાયી રૂપે બહાર બંગલામાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે પોશ પાલી હિલમાં ભાડે લીધું ઘર Shah Rukh Khan: શાહરૂખ ખાને (Shah Rukh Khan)મન્નત (Mannat Bungalow)છોડી દીધું છે. હવે તે મુંબઈના ખારમાં આવેલા પોશ...
shah rukh khan  મન્નત  છોડીને આ વિસ્તારમાં થયો સેટલ  જાણો ખાસ વાતો
Advertisement
  • શાહરૂખ ખાને છોડ્યું મન્નત
  • મન્નત બંગલામાંથી અસ્થાયી રૂપે બહાર
  • બંગલામાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે
  • પોશ પાલી હિલમાં ભાડે લીધું ઘર

Shah Rukh Khan: શાહરૂખ ખાને (Shah Rukh Khan)મન્નત (Mannat Bungalow)છોડી દીધું છે. હવે તે મુંબઈના ખારમાં આવેલા પોશ પાલી હિલમાં(Pali Hill) બે શાનદાર ડુપ્લેક્સ એપાર્ટમેન્ટમાં રહેશે. જેને તેને ત્રણ વર્ષ માટે 8.67 કરોડ રૂપિયામાં ભાડે આપ્યું છે. આ અંગે ઘણી ચર્ચા થઈ રહી છે.

નવા ઘર વિશે 5 ખાસ વાતો જાણો

મળતી  માહિતી મુજબ શાહરૂખ ખાન તેના મન્નત બંગલામાંથી અસ્થાયી રૂપે બહાર જઈ રહ્યો છે કારણ કે બંગલામાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. જેને પૂર્ણ થવામાં બે વર્ષનો સમય લાગી શકે છે. શાહરૂખ, તેની પત્ની ગૌરી ખાન અને તેના બાળકો - આર્યન, સુહાના અને અબરામ - બાંદ્રાના પાલી હિલમાં એક બહુમાળી ઈમારતમાં એક શાનદાર ચાર માળના એપાર્ટમેન્ટમાં રહેવા જશે. ખાન પરિવાર મન્નત નજીક તેમના કામચલાઉ ઘરમાં જવાની તૈયારી કરી રહ્યો છે. તમને શાહરૂખ ખાનના નવા ઘર વિશે 5 ખાસ વાતો જણાવી દઈએ.

Advertisement

શાહરૂખ ખાને ભાડે લીધું ઘર

Zapkey.com દ્વારા એક્સેસ કરાયેલા પ્રોપર્ટી રજીસ્ટ્રેશન દસ્તાવેજો મુજબ શાહરૂખ ખાને ભગનાની પરિવાર પાસેથી બે ડુપ્લેક્સ ભાડે લીધા છે. પહેલું ડુપ્લેક્સ એક્ટર જેકી ભગનાની અને બહેન દીપશિખા દેશમુખ પાસેથી ભાડે લેવામાં આવ્યું છે. ફિલ્મ મેકર વાશુ ભગનાનીએ શાહરૂખ ખાનને બીજો ડુપ્લેક્સ ભાડે આપ્યો છે.

Advertisement

માસિક ભાડું અને સિક્યોરિટી ડિપોઝિટ

બે ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ 36 મહિના માટે ભાડે આપવામાં આવ્યા છે. મિલકત નોંધણી ડોક્યુમેન્ટ મુજબ પહેલા ડુપ્લેક્સનું માસિક ભાડું 11.54 લાખ રૂપિયા છે, આ સિવાય 32.97 લાખ રૂપિયાની સુરક્ષા ડિપોઝિટ રકમ છે, અને બીજા ડુપ્લેક્સનું માસિક ભાડું 12.61 લાખ રૂપિયા પ્રતિ માસ છે, આ સિવાય 36 લાખ રૂપિયાની સુરક્ષા ડિપોઝિટ છે.

આ પણ  વાંચો -Kiara Advani Pregnant : કિયારા-સિદ્ધાર્થના ઘરે કિલકારી ગુંજશે, આ રીતે આપી માહિતી

કેવી છે બિલ્ડિંગ?

મિલકત નોંધણી ડોક્યુમેન્ટ મુજબ બે ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ખારના પાલી હિલ વિસ્તારમાં પૂજા કાસા બિલ્ડિંગમાં સ્થિત છે. શાહરૂખ ખાને પહેલા, બીજા, સાતમા અને આઠમા માળે એપાર્ટમેન્ટ ભાડે રાખ્યા છે. આ ઈમારતમાં કુલ 15 માળ અને એક સર્વિસ ફ્લોર છે.

આ પણ  વાંચો -viral video:માહિરા શર્માએ Mohammed Siraj ને લઈને જાહેરમાં આપ્યો આ જવાબ!

મન્નત અને નવા ઘર વચ્ચેનું અંતર

પાલી હિલ અને મન્નત બંગલા વચ્ચેનું અંતર લગભગ 3 કિમી છે, અને બંને સ્થળો વચ્ચે કાર દ્વારા મુસાફરી કરવામાં 10 થી 20 મિનિટનો સમય લાગશે. મીડિયા રિપોર્ટ મુજબ, બોલીવુડ એક્ટરનો મન્નત બંગલો ડિસેમ્બર 2024 થી ચર્ચામાં છે, જ્યારે શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાને 9 નવેમ્બરના રોજ મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી (MCZMA) ને અરજી કરી હતી, જેમાં કુલ બિલ્ટ-અપ એરિયામાં 616.02 ચોરસ મીટર ઉમેરવા માટે એનેક્સમાં બે વધારાના માળ વધારવાની માંગ કરવામાં આવી હતી.

આ પણ  વાંચો -Sikandar Teaser:'સિકંદર'નું ટીઝર રિલીઝ! ACTION માં ખાન

કોણ હશે નવા પડોશીઓ?

પાલી હિલ ઘણા બોલીવુડ સ્ટાર્સ અને ક્રિકેટરોનું ઘર છે. ઘણા ઉચ્ચ સંપત્તિ ધરાવતા વ્યક્તિઓએ ત્યાં ઘરો ખરીદ્યા છે. સ્થાનિક બ્રોકરોના મતે, ઘણા લક્ઝરી હાઉસિંગ પ્રોજેક્ટ્સનો પ્રતિ ચોરસ ફૂટનો દર 1 લાખ રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ અને તેથી વધુ છે. સ્થાનિક બ્રોકરોના જણાવ્યા મુજબ ફિલ્મ મેકર વાશુ ભગનાની અને વિકી ભગનાની, અન્ય લોકો પૂજા કાસા બિલ્ડિંગમાં એપાર્ટમેન્ટ ધરાવે છે.

Tags :
Advertisement

Related News

featured-img
ગુજરાત

Ahmedabad: ગુજરાત HC માં ન્યાયાધીશ માટે કોલેજિયમે 8 નામોની ભલામણ કરી, જુઓ યાદી

featured-img
આંતરરાષ્ટ્રીય

Donald Trump :ટેરિફ મુદ્દે ભારતને આપી ધમકી કહ્યું- 2 એપ્રિલથી...

featured-img
અમદાવાદ

Ahmedabad : ટ્રાફિક વિભાગ, AMC, પોલીસની કામગીરીને HC એ વખાણી! કહ્યું- 6 મહિના સુધી આ પ્રકારે જ

featured-img
આંતરરાષ્ટ્રીય

Elon Musk ની કંપની ‘X’એ ભારત સરકાર સામે કર્યો કેસ,જાણો સમગ્ર મામલો

featured-img
ગુજરાત

આજે વિશ્વ ચકલી દિવસ: અમદાવાદનાં આ વિસ્તારમાં આવેલ છે ચકલીનું શહીદ સ્મારક, જાણો કેમ બનાવવામાં આવ્યું સ્મારક

featured-img
બિઝનેસ

Share Market માં શાનદાર રિકવરી, સેન્સેક્સમાં 900 નિફ્ટીમાં 283 પોઈન્ટનો ઉછાળો

×

Live Tv

Trending News

.

×