ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Urfi Javed ના કપડા જોઇ એક ભાભા બગડ્યા, કહ્યું- ભારતનું નામ કરી રહી છે ખરાબ...

સોશિયલ મીડિયામાં ઉર્ફી જાવેદ ઘણી એક્ટિવ રહે છે. ફેશન ક્વીન ઉર્ફી જાવેદ તેની અનોખી શૈલી અને અનોખા આઉટફિટ વિચારોથી ચાહકોના હોશ ઉડાવી દે છે. તે તેની અજીબ ફેશન સેન્સના કારણે અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. હાલમાં જ ઉર્ફી જાવેદની તસવીરો મુંબઈ...
11:44 PM Jul 24, 2023 IST | Hardik Shah
featuredImage featuredImage

સોશિયલ મીડિયામાં ઉર્ફી જાવેદ ઘણી એક્ટિવ રહે છે. ફેશન ક્વીન ઉર્ફી જાવેદ તેની અનોખી શૈલી અને અનોખા આઉટફિટ વિચારોથી ચાહકોના હોશ ઉડાવી દે છે. તે તેની અજીબ ફેશન સેન્સના કારણે અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. હાલમાં જ ઉર્ફી જાવેદની તસવીરો મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી, જ્યાંથી તેની તસવીરો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. વળી અહીંનો એક વીડિયો સામે આવી રહ્યો છે, જેમાં મુંબઈ એરપોર્ટ પર ઉર્ફી જાવેદની ડ્રેસિંગ સેન્સ જોઈને એક વ્યક્તિએ એક એવી કોમેન્ટ કરી, કે તે પછી અભિનેત્રીએ તેની ક્લાસ લઇ લીધી હતી.

ઉર્ફી અને એક કાકાની થઇ ઉગ્ર બોલાચાલી

મોડલ ઉર્ફી જાવેદ સોમવારે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. તેનો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. ઉર્ફી ગ્રીન કલરના બેકલેસ ફ્લોરલ આઉટફિટમાં જોવા મળી હતી. વીડિયોમાં ઉર્ફી ખૂબ જ સુંદર લાગી રહી છે. ઉર્ફી જાવેદ, જે હંમેશા વિચિત્ર પોશાક પહેરે છે, તેણે તેના શરીરને પગથી ગરદન સુધી ઢાંકેલું હતું. પરંતુ તેનો ગ્રીન કલરનો ગાઉન બેકલેસ હતો, જેણે ન માત્ર પૈપરાઝીનું ધ્યાન ખેંચ્યું, પરંતુ તે ત્યાં હાજર લોકોની નજરથી પણ બચી શકી નહોતી. આ વખતે સોશિયલ મીડિયા પર કોઈએ ઉર્ફી પર કમેન્ટ નથી કરી પરંતુ સામે આવીને તેના કપડાં પર કોમેન્ટ કરી છે. એરપોર્ટ પર ફરતી વખતે, જ્યારે ઉર્ફી એક ભાભા પાસેથી પસાર થઈ, ત્યારે તેણે તેણીને ટોણો માર્યો, જેનાથી ઉર્ફી ગુસ્સે થઈ ગઈ. આ પછી અભિનેત્રી અને તે વ્યક્તિ વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. ઉર્ફી પણ એ વ્યક્તિના પિતા સુધી જવાનું ચુકી નહી.

ભારત કા નામ ખરાબ હોતા... :કાકા

આખું શરીર ઢંકાયેલું હોવા છતાં ઉર્ફી જાવેદ. પરંતુ તેની પીઠ ખુલ્લી હતી. તેના પ્રાઈવેટ પાર્ટ પણ બાજુથી દેખાતા હતા. આ જોઈને એક ભાભાએ કંઈક કહ્યું, જેમાંથી સ્પષ્ટ સંભળાતું હતું કે ભારતનું નામ બગાડવામાં આવી રહ્યું છે. જ્યારે ઉર્ફીએ આ ટિપ્પણી સાંભળી, ત્યારે તેને તે ભાભા પર ગુસ્સો આવ્યો. તેણે વળતો જવાબ આપ્યો, "તો તમારા પિતાનું શું જાય છે. તમારા પિતાનું કંઈ નથી જઈ રહ્યું, તો જાઓ તમારું કામ કરો." આના પર ભાભાએ કહ્યું, "ભારત કા નામ ખરાબ હોતા, હમ લોગ કા...." આના પર ઉર્ફીએ કહ્યું, "કાકા, તમારું કામ કરો." બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઉર્ફીની સાથે તેની બહેન પણ હતી, જેણે મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી ઉર્ફી બડબડાટ કરતા ત્યાંથી ચાલી ગઇ અને તે ભાભા પણ કહેતા રહ્યા કે તે ભારતનું નામ બગાડે છે.

આ પણ વાંચો - ખુલ્લા આકાશમાં ન્હાતી જોવા મળી Sofia Ansari, જુઓ Video

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
old man with urfiSocial Mediaurfi fight videoUrfi JavedUrfi Javed Fight Manurfi new video